અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલિશન: ઉપરકોટ કિલ્લા પાસે આઠ અસામાજિક તત્ત્વો સહિત 59થી વધુ ગેરકાયદે મકાનો તોડી પડાયાં, 400થી વધુનો સ્ટાફ તહેનાત

અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલિશન:ઉપરકોટ કિલ્લા પાસે આઠ અસામાજિક તત્ત્વો સહિત 59થી વધુ ગેરકાયદે મકાનો તોડી પડાયાં, 400થી વધુનો સ્ટાફ તહેનાત
Email :

અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે. 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 59 જેટલાં ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન

દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટી તંત્રનું કહેવું છે. 10 JCB અને 10 ટ્રેક્ટરો સહિતનાં યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી થઇ રહી છે. જેમાં 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીમાં આઠ અસામાજિક તત્ત્વોનાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યાં છે. અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી બીજી તરફ અમદાવાદના ચંડોળા ખાતે ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન

કાર્યવાહી થઈ રહી છે. 28 એપ્રિલની મોડીરાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન સાથે AMCની ટીમ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ 29 એપ્રિલની સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. જે દિવસ દરમિયાન કામગીરી ચાલી હતી. ત્યારે આજે સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ફરીથી ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી આજે 30 એપ્રિલ અને આવતીકાલે 1 મે એમ બે દિવસ ચાલશે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...

Leave a Reply

Related Post