BRTS બસની ફરિયાદો મળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મુસાફરી કરી: બસ સ્ટેન્ડમાં સમય દર્શાવતું LED બોર્ડ બંધ, પાણીના જગ પણ નહોતા

BRTS બસની ફરિયાદો મળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મુસાફરી કરી:બસ સ્ટેન્ડમાં સમય દર્શાવતું LED બોર્ડ બંધ, પાણીના જગ પણ નહોતા
Email :

ગુજરાત રાજ્યના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં નાગરિકોને જાહેર પરિવહન માટે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસ સેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે. BRTS બસ સુવિધાની નાગરિકોની અનેક ફરિયાદો મળતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આજે ગુરુવારે અચાનક જ BRTS બસમાં જાતે મુસાફરી કરીને પરિસ્થિતિની ચકાસણી કરી હતી. જેમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. ચેરમેન દ્વારા કરવામાં આવેલી ઓચિંતી મુલાકાતમાં અનેક ખામીઓ સામે આવતાની સાથે જ આ અંગે તાત્કાલિક ધોરણે

ફરિયાદોનો નિકાલ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન BRTS બસમાં મુસાફરી કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ સેવા એવી BRTS બસમાં AC બંધ હોવાની તેમજ કેટલીક જગ્યાએ બસ સ્ટેન્ડ સરખા ન હોવા અંગેની ફરિયાદો મળી હતી, જેના પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ BRTS બસમાં મુસાફરી કરી અને જાત માહિતી મેળવવાનો નિર્ણય કર્યો હતો. આજે ગુરુવારે સવારે તેઓ વસ્ત્રાપુર અંધજન મંડળથી BRTS બસમાં ટિકિટ લઈને નહેરુનગર સુધી મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન તેઓએ

ડ્રાઇવરની બસ ચલાવવાની પદ્ધતિથી લઈને વિવિધ પ્રકારની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. વસ્ત્રાપુરના અંધજન મંડળથી નેહરુનગર સુધી તેઓએ બસમાં મુસાફરી કરી હતી. બસની અવરજવર અને સમય અંગેના LED બોર્ડ બંધ ઉનાળાની સિઝન હોવાથી હીટ એક્શન પ્લાન અંતર્ગત AMTS અને BRTSના બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની સુવિધા અને ORS પેકેટ મૂકવાના છે. જ્યારે ચેરમેન અને બસ સ્ટેન્ડ પર તપાસ કરી તો ORSના પેકેટ હતા. જોકે, પીવાના પાણીની સુવિધા બસ સ્ટેન્ડ પર નહોતી, જેથી સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે હવે તમામ

BRTS બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની સૂચના આપી હતી. બસ સ્ટેન્ડ પર બસની અવરજવર અને સમય અંગેના જે LED બોર્ડ લગાડવામાં આવેલા છે, જે પણ બંધ હાલતમાં હતા. BRTS બસની સુવિધાઓ અંગેની ફરિયાદ મળી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટી દરમિયાન BRTS બસની સુવિધાઓ અંગેની ફરિયાદ મળી હતી. જેથી, BRTS બસમાં એક સામાન્ય નાગરિક બનીને મુસાફરી કરી શું તકલીફ પડે છે અને ક્યાં ક્યાં ખામીઓ છે? તે અંગે જાત તપાસ

કરવા માટે મુસાફરી કરી અને માહિતી મેળવી હતી. જેમાં ઉનાળામાં પીવાના પાણીની સુવિધા કરવાની સૂચના હોવા છતાં પણ મૂકવામાં આવ્યા ન હતા તેમજ બસના સમય અંગેના LED પણ બંધ હાલમાં હતા, જેને ચાલુ કરવાની સૂચના આપી હતી. જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, BRTS બસમાં રોજના એક લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જેમાં નોકરી ધંધે અવર-જવર કરતા લોકો અને વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં મુસાફરી કરતા હોય છે ત્યારે સમયસર લોકો પહોંચી

શકે તેના માટે આ બસ સેવા પૂરી પાડવામાં આવે છે. જોકે, આ બસ સેવામાં નાગરિકોની ફરિયાદમાં ખાસ કરીને BRTS બસ સંપૂર્ણપણે AC છે પરંતુ, કેટલીક જગ્યાએ AC બંધ હોવાની ફરિયાદ મળી હતી. જેથી, તાત્કાલિક ધોરણે તમામ બસોમાં ACના મેઈન્ટેનન્સ અંગેની તપાસ કરી અને જ્યાં પણ બંધ હાલતમાં હોય ત્યાં ચાલુ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને જે કોઈપણ ખામીઓ આવી છે, તેમાં જે કોઈપણ જવાબદાર હોય તેની વિરુદ્ધ તપાસ કરીને કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે

Leave a Reply

Related Post