આકરા તાપ બાદ હવે રાજ્યમાં બે દિવસ પવનનું તાંડવ: કચ્છ, ઉ.ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડશે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

આકરા તાપ બાદ હવે રાજ્યમાં બે દિવસ પવનનું તાંડવ:કચ્છ, ઉ.ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડશે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Email :

રાજ્યમાં બે દિવસ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. પવન ફૂંકાતા ગરમીમાં આંશિક રાહત મળશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. જેના કારણે વાહનચાલકોએ મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે. રાજ્યમાં બે દિવસ તાપમાનમાં આંશિક રાહત રહેશે ત્યારબાદ ફરી વધારો થશે. આજે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં 22 અને 23 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. 20થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી રાજ્યમાં

ક્યાંય ગરમીને લઈને હિટવેવની આગાહી કરવામાં આવી નથી. પરંતુ આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં ધૂળ સાથે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. તો આવતીકાલે ગુજરાત, સૌરાષ્ટ, કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધૂળ ઉડવાની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 22થી 24 તારીખ દરમિયાન દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી આબોહવા રહેશે. આગામી 7 દિવસની આગાહી મુજબ 19 તારીખે પશ્ચિમ ભારતના તમામ ભાગોમાં પુષ્કળ પવન ફૂંકાવાની સંભાવના છે, જ્યારે

20 અને 21 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે. 22 તારીખ બાદ પવનની ગતિમાંથી થોડી રાહત મળશે અને 23-24 તારીખથી ફરીથી ગરમીમાં વધારો નોંધાઈ શકે છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કંડલા એરપોર્ટ ખાતે મહતમ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનની આગાહી ​​​​​​18 એપ્રિલે વિવિધ શહેરમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ​

Leave a Reply

Related Post