અમદાવાદમાં આજે ગુજરાત-લખનઉ વચ્ચે જંગ: GTનું ટાર્ગેટ ટોચ પર રહેવાનું; મેટ્રો ટાઇમિંગ અને વૈકલ્પિક રૂટ વિશે જાણો

અમદાવાદમાં આજે ગુજરાત-લખનઉ વચ્ચે જંગ:GTનું ટાર્ગેટ ટોચ પર રહેવાનું; મેટ્રો ટાઇમિંગ અને વૈકલ્પિક રૂટ વિશે જાણો
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 64મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ આ સિઝનમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે. અગાઉની મેચમાં લખનઉએ ગુજરાતને 6 વિકેટથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ 12 મેચમાં 9 જીત અને 18 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને છે, અને ટીમે પ્લેઑફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સ 12 મેચમાં 5 જીત અને 10 પોઇન્ટ્સ સાથે સાતમા સ્થાને

છે. અગાઉની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટથી હાર્યા બાદ LSG ટૉપ-4ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ગુજરાતે અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે લખનઉને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ડિટેઇલ્સ, 64મી મેચ GT Vs LSG તારીખ: 22 મે સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ સમય: ટૉસ - 7:00 PM, મેચ શરૂ - 7:30 PM IPL મેચ માટે મેટ્રોનું ટાઇમિંગ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL મેચ માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRCએ મેટ્રો સેવાનો સમય

મધ્યરાત્રિ 12:30 સુધી લંબાવ્યો છે. 29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે અને 14 મે અને 18 મેના રોજ યોજાનારી મેચ દરમિયાન આ વિશેષ સેવા ઉપલબ્ધ રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી મેટ્રો સેવા મેચના દિવસોમાં મધ્યરાત્રિ સુધી ચાલશે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ સેવા ઉપલબ્ધ રહેશે. મુસાફરો ત્યાંથી મેટ્રોની બંને કોરિડોર પર કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી જઈ શકશે. મેચના દર્શકો માટે રૂ.50ની સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા

પછી માત્ર આ સ્પેશિયલ ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ અગાઉથી નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર સહિત 10 સ્ટેશન પરથી ખરીદી શકાશે. મેચના દિવસોમાં દર 8 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે. રાત્રે 10થી મધ્યરાત્રિ 12:30 દરમિયાન મોટેરા અને સાબરમતી સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો મળશે. મોટેરા-ગાંધીનગર વચ્ચેની સેવા નિયમિત સમય મુજબ જ રહેશે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 22 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે મેચ છે. જેને લઈને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ

ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે જેને લઇ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મોટેરા જનપથ ત્રણ રસ્તાથી ક્રિકેટ સ્ટેડિયમ થઈ કૃપા રેસીડેન્સી સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. સાંજે 4 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી રોડ બંધ રહેશે. નાગરિકો આ સમયગાળા દરમિયાન તપોવન સર્કલ ઓએનજીસી વિસત સર્કલ થઈ સાબરમતી તરફ અવરજવર કરી શકશે. સંપૂર્ણ સમાચાર વાંચો... અહીંથી મેચ પ્રીવ્યૂ વાંચો... સાતમી વખત એકબીજા સામે ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે IPLમાં અત્યાર સુધી 6 મેચ

રમાઈ છે. પ્રથમ ચારેય મેચ ગુજરાતે જીતી હતી. જ્યારે, છેલ્લી બે મેચ લખનઉએ જીતી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ એક વખત રમી છે, જેમાં ગુજરાતને જીત મળી હતી. સિઝનનો ટૉપ સ્કોરર અને વિકેટ ટેકર બંને GTના છે GTનો સાઈ સુદર્શન ઓરેન્જ કેપ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પર્પલ કેપ હોલ્ડર છે. સાઈ સુદર્શને અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 61 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. પ્રસિદ્ધે અગાઉની મેચમાં 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. શાર્દૂલ

LSGનો ટૉપ વિકેટ ટેકર વિકેટકીપર-બેટર નિકોલસ પૂરને લખનઉ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી 15 મેચમાં 455 રન બનાવ્યા છે. બીજી તરફ, દિગ્વેશ રાઠીએ ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી છે. પરંતુ, તે પ્રતિબંધને કારણે આજની મેચમાં નહીં રમી શકે. રાઠીએ અગાઉની મેચમાં હૈદરાબાદના અભિષેક શર્માને આઉટ કર્યા બાદ નોટબુક સેલિબ્રેશન કર્યું હતું અને બહાર જવાનો રસ્તો બતાવ્યો હતો. આ પછી રાઠી પર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, સાથે જ મેચ ફીનો 50 ટકા દંડ પણ લાગ્યો છે. આવી સ્થિતિમાં શાર્દૂલ

ઠાકુર ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. શાર્દૂલે 10 મેચમાં 13 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટર્સ માટે મદદરૂપ સાબિત થશે. અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. અહીં અત્યાર સુધી IPLની 40 મેચ રમાઈ છે. 19 મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ અને 21માં ચેઝ કરનારી ટીમને જીત મળી છે. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 243/5 છે, જે પંજાબ કિંગ્સે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો હતો. વેધર રિપોર્ટ ​​​​​​​અમદાવાદમાં ગુરુવારે ખૂબ જ ગરમી રહેશે. દિવસ દરમિયાન સૂરજની સાથે વાદળો પણ રહેશે,

પરંતુ ગરમી ઘણી રહેશે. વરસાદની 25% શક્યતા છે. તાપમાન 29થી 41 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રૂધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઈ, આકાશ દીપ, આવેશ ખાન, વિલિયમ ઓરોર્કે, અર્શિન કુલકર્ણી.

Leave a Reply

Related Post