બાળકોને સ્કૂલે મોકલો છો કે જીવ જોખમમાં મૂકવા?: સ્કૂલ વાન-રિક્ષામાં ઘેટાં-બકરાની જેમ ભરે છે વિદ્યાર્થીઓ, ડ્રાઇવર સાઇડ ઉતારવાથી અકસ્માતનું પણ રિસ્ક; ન્યુ ગુજરાતનું રિયાલિટી ચેક

બાળકોને સ્કૂલે મોકલો છો કે જીવ જોખમમાં મૂકવા?:સ્કૂલ વાન-રિક્ષામાં ઘેટાં-બકરાની જેમ ભરે છે વિદ્યાર્થીઓ, ડ્રાઇવર સાઇડ ઉતારવાથી અકસ્માતનું પણ રિસ્ક; ન્યુ ગુજરાતનું રિયાલિટી ચેક
Email :

23 જૂનના રોજ અમદાવાદના છારોડી પાસેથી પસાર થઈ રહેલી નિરમા સ્કૂલની એક વાનને વર્ના કારે ટક્કર મારતા 10 બાળકો સાથે પલટી ગઈ હતી. જેની પોલીસ તપાસમાં સામે આવ્યું કે વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા, જેને પગલે પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. જોકે વાલીઓએ કોઈ ફરિયાદ કરી નથી. વાલીઓ સ્કૂલ વાનના ભાડાંને કારણે વાન માલિકને ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાની મૂક સંમતિ પણ આપે છે, પણ જો કંઈ અઘટિત ઘટના બને ત્યારે જ અવાજ ઉઠાવે છે. ત્યારબાદ ન્યુ ગુજરાતે 24 જૂનના રોજ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સ્કૂલ વાનનું રિયાલિટી ચેક કર્યું

હતું. રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા RTOના નિયમોની ઐસીતૈસી રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો RTOના નિયમોની ઐસીતૈસી કરી શાળાએ જતા બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રાજકોટ શહેરમાં 779 ખાનગી સહિત 872 અને જિલ્લામાં 867 એમ કુલ 1,739 શાળાઓ આવેલી છે. જેમાં મોટાભાગની ખાનગી શાળાઓમાં બાળકો સ્કૂલ વાનમાં જાય છે. જોકે એક સ્કૂલ વાનમાં 15થી 20 બાળકોને બેસાડી તેઓના જીવ જોખમમાં મુકવામાં આવતા હોવાના દ્રશ્યો ન્યુ ગુજરાત ડિજિટલના રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે. સેન્ટ મેરી અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વાનમાં 15 વિદ્યાર્થી રાજકોટ શહેરમાં બાળકોને ઘરેથી શાળાએ મૂકવા માટે મોટાભાગે સ્કૂલ વાન ચાલે છે. જેમાં કેપેસિટી કરતા વધુ બાળકોને બેસાડવામાં

આવે છે. ન્યુ ગુજરાતની ટીમ સવારે રાજકોટ શહેરના કાલાવડ ઉપર આવેલી સેન્ટ મેરી અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પર પહોંચી હતી. જ્યાં એક સ્કૂલ વાનમાં 15થી 20 બાળકોને બેસાડવામાં આવ્યા હોવાના ગંભીર દ્રશ્યો સામે આવ્યા હતા. CNG ટેન્ક પરની સીટ પર બાળકોને બેસાડે છે CNG સાથેની સ્કૂલ વાનમાં ગેસનો બાટલો રાખેલો હોય તેનાં ઉપરની સીટ પર કોઈ વિદ્યાર્થીને ન બેસાડવાનો આરટીઓનો નિયમ છે તેમ છતાં પણ તેનો ભંગ કરી સ્કૂલ વાન ચાલકો દ્વારા ગેસના બાટલા ઉપરની સીટ સહિતમાં ભૂલકાઓને ખીચોખીચ બેસાડવામાં આવે છે. વિદ્યાર્થી દીઠ મહિને સરેરાશ રૂ.2000 ભાડું વાલી પાસેથી મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં સ્કૂલવાન ચાલકો દ્વારા

નાના બાળકોના રૂ.1000થી રૂ.1500 જ્યારે મોટા વિદ્યાર્થી દીઠ મહિને એવરેજ રૂ.2000 લેવામા આવે છે. જે બાદ પણ વાલીઓ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતિત છે કારણકે સ્કૂલવાનમાં બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકીને ખીચો ખીચ બેસાડવામાં આવે છે. જેની સામે RTOનું તંત્ર પણ વર્ષે દહાડે સ્કૂલ વાનનું ચેકિંગ કર્યા બાદ દંડ વસૂલી સંતોષ માની લે છે. બાદમાં વિરોધ થતાં ફરી ચેકિંગ બંધ કરી દેવામાં આવે છે. અમદાવાદમાં રિક્ષામાં 6ની કેપેસિટી સામે 10ને બેસાડાય છે અમદાવાદમાં સ્કૂલ શરૂ થતા જ RTOએ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો સામે ડ્રાઇવ શરૂ કરી હતી પરંતુ આ ડ્રાઇવની ખાસ અસર હજુ જોવા મળી નથી. અમદાવાદમાં ન્યુ ગુજરાત

દ્વારા રિયાલિટી ચેક કરવામ આવ્યું તો સ્કૂલ વાન અને રિક્ષા ચાલક બેફામ રીતે કેપેસિટી કરતા વધુ બાળકોને વાન અને રિક્ષામાં બેસાડીને લોકોના જીવ જોખમમાં મુકે છે.જેની સામે પોલીસ અને RTO બંને મૌન છે. ઘટના બને તે બાદ જ થોડા સમય સુધી કડક કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. શાહીબાગની ધ રોઝરી સ્કૂલની બહાર રિયાલિટી ચેક ન્યુ ગુજરાતે શાહીબાગની ધ રોઝરી સ્કૂલની બહાર રિયાલિટી ચેક કર્યું હતું.સ્કૂલમાં સવારે 7 વાગ્યાથી સ્કૂલ વાન અને રિક્ષા આવવાનું શરૂ થયું હતું.મોટાભાગના બાળકો સ્કૂલ રિક્ષામાં આવી રહ્યા હતા તો કેટલાક બાળકો તેમના વાલી સાથે તેમના વાહન પર આવી રહ્યા હતા. વરસાદ

હોવાને કારણે નિયમિત કરતા આજે સંખ્યા થોડી ઓછી હતી. રિક્ષામાં 6 અને વાનમાં 8 વિદ્યાર્થી બેસાડવાની પરવાનગી સ્કૂલની રિક્ષામાં 6 અને સ્કૂલ વાનમાં 8 વિદ્યાર્થી બેસાડવાની પરવાનગી હોય છે પરંતુ રોઝરીમાં આવી રહેલી મોટા ભાગની સ્કૂલ રિક્ષા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. સ્કૂલ રિક્ષામાં મોટી ઉમરના વિદ્યાર્થીઓ હોય તો 7થી 8 અને નાની ઉંમરના 10 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. એક, બે નહીં પણ 5-6 રિક્ષામાં આ પ્રકારે ખીચોખીચ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.અંદર બેસવાની જગ્યા ન હોય તો વિદ્યાર્થીઓને આગળની સીટમાં ડ્રાઇવરની બાજુમાં અને પાછળની સીટની પાછળ સામાન મૂકવાની જગ્યાએ પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. અકસ્માત થાય તો

વિદ્યાર્થીઓને સૌથી મોટું જોખમ વિદ્યાર્થીઓને જે પ્રમાણે બેસાડવામાં આવ્યા હતા તેના કારણે કોઈ અકસ્માત કે બનાવ બને તો વિદ્યાર્થીઓને સૌથી મોટું જોખમ થાય તેમ છે.સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો વધુ પૈસા કમાવવાની લાલચમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકે છે.બીજી તરફ સ્કૂલની પણ બેદરકારી છે કારણ કે સ્કૂલ તરફથી કોઈ ચેકિંગ જ કરવામાં આવતું નથી કે કોઈ સૂચના પણ આપવામાં આવતી નથી. ‘મારી રિક્ષા બગડી ગઈ એટલે આજે 10ને બેસાડીને લાવ્યો છું’ 10 વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને આવેલા રિક્ષા ચાલકે બહાનું આપતા કહ્યું કે મારી રિક્ષા બગડી ગઈ એટલે આજે 10ને બેસાડીને લાવ્યો છું.રિક્ષા ચાલકે કબૂલાત પણ કરી કે 6ની મંજૂરી છે

પણ હું આજ 10ને બેસાડીને લાવ્યો છું.વરસાદમાં કોઈ ગાડી મળતી નથી એટલે આ રીતે લાવ્યો છું. નિયમોને નેવે મૂકી વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ બેસાડીને લઈ જતા વાન ચાલકો વડોદરામાં પણ મોટા ભાગના સ્કૂલ વાન ચાલકો બાળકોને શાળાએ મૂકવા જતા કેપિસિટી કરતા વધુ બાળકોને બેસાડતા નજરે પડી રહ્યા છે. એક વાનમાં 15થી વધુ બાળકો નજરે પડી રહ્યા છે. ત્યારે આવા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવા છતાં શા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ મુકપ્રેક્ષક બની જોઈ રહ્યુ છે તેવા સવાલ ઉઠી રહ્યા છે. જો કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો

છે. કેપિસિટી કરતાં વધુ બાળકોને બેસાડાય છે ઠંડી, ગરમી હોય કે વરસાદ કોઈ પણ સ્થિતિ હોય પરંતુ બાળકોની સ્થિતિ બદલાતી નથી. ગાડીમાં 6+1 એમ 7 લોકોની કેપેસિટી રાખવામાં આવી છે, પરંતુ બાળક ગાડીમાં બેસી અને બાળકની ઉંમર 12 વર્ષ કે તેથી ઓછી હોય તો તે એક સીટ પર બે બાળક બેસાડવામાં આવે છે. એટલે કે 14 બાળકો બેસાડી શકાય. રિક્ષામાં ત્રણ પેસેન્જર બેસી શકે તેવો નિયમ છે, પરંતુ 12 વર્ષ કે તેથી ઓછી વયના બાળક હોય તો એક સીટમાં બે એટલે કે એક રિક્ષામાં 6 બાળક બેસાડવામાં આવે છે. આમ કેપિસિટી કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Related Post