Ahmedabad Rathyatra 2025 : ભડકેલા ગજરાજના ડરામણા દૃશ્યો, જુઓ CCTV ફૂટેજ

Ahmedabad Rathyatra 2025 : ભડકેલા ગજરાજના ડરામણા દૃશ્યો, જુઓ CCTV ફૂટેજ
Email :

આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે. ભક્તો ભક્તિમાં લીન થઇ રહ્યા હતા. અચાનક એક ઘટના બનતા તમામ લોકોના જીવ અધ્ધરતાલ થઇ ગયા હતા. જ્યારે રથયાત્રા ગજરાજ સાથે નીકળી રહી હતી ત્યારે અચાનક જ ગજરાજ ભડક્યા હતા. મોટી દુર્ઘટના ટળતી અટકી ગઇ હતી.

18માંથી એક ગજરાજ બેકાબૂ થતા રથયાત્રામાં નાસભાગ થઇ હતી જો કે તાત્કાલીક ધોરણે ગજરાજને ઈન્જેક્શન આપી કાબૂમાં લેવાયો હતો, પોલીસ-સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના આપી હતી. ગજરાજને કોઇ પણ નુકસાન પહોંચાડ્યા વગર કાબૂમાં કરવામાં આવ્યો હતો. થોડી મીનિટ અટક્યા પછી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરી શરૂ થઇ હતી. 

Leave a Reply

Related Post