Ahmedabad Rathyatra 2025 : એક સાથે ત્રણ રથનાં કરો દર્શન

Ahmedabad Rathyatra 2025 : એક સાથે ત્રણ રથનાં કરો દર્શન
Email :

આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળી રહી છે. તો નાથની નગરચર્યાના એક સાથે ત્રણ રથના દર્શન કરો. આજે શુક્રવારે અષાઢી બીજ પર્વે રથયાત્રાનું આયોજન કરાયુ છે. CMના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી. જયારે મોટા મંદીરથી પ્રસ્થાન કરી નગરચર્યા કરી ભગવાન બપોરે પરત ફરશે. ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે. ભક્તો આજે નાથને નીહાળીને ધન્યતા અનુભવી રહ્યા છે.

જ્યારે આ રથયાત્રા નીકળે છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહેન સુભદ્રા ભાઇ બલરામ સાથે જગન્નાથજી આજે તેમના રથ પર આરૂઢ થઇને નગરચર્યાએ નીકળ્યા છે.

Leave a Reply

Related Post