અમદાવાદમાં IPL સિઝનમાં સૌથી વધુ 200+ સ્કોર બન્યા: સિરાજે બંધ આંખે કેચ પકડ્યો, અરશદની ઓવરમાં મ્હાત્રેએ 5 બાઉન્ડ્રી ફટકારી; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

અમદાવાદમાં IPL સિઝનમાં સૌથી વધુ 200+ સ્કોર બન્યા:સિરાજે બંધ આંખે કેચ પકડ્યો, અરશદની ઓવરમાં મ્હાત્રેએ 5 બાઉન્ડ્રી ફટકારી; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
Email :

IPL-18ની 67મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 83 રને હરાવ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 5 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા. જવાબમાં, GT 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું. રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ જોવા મળ્યા. ડેવાલ્ડ બ્રેવિસ ચેન્નઈ માટે સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી બન્યો. એક જ IPL સિઝનમાં અમદાવાદમાં સૌથી વધુ વખત 200+ સ્કોર બન્યા છે. આયુષ મ્હાત્રે અરશદ ખાનની ઓવરમાં સતત 5 બાઉન્ડ્રી

ફટકારી હતી. વાંચો CSK Vs GT મેચની ટોપ મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ... અરશદની ઓવરમાં મ્હાત્રેએ સતત 5 બાઉન્ડ્રી ફટકારી આયુષ મ્હાત્રેએ અરશદ ખાનની ઓવરમાં 28 રન બનાવ્યા. તેણે બીજી ઓવરમાં સતત 5 બાઉન્ડ્રી ફટકારી. જેમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. નીચે જુઓ કયા બોલ પર શું થયું... મ્હાત્રે સિરાજના હાથે કેચ આઉટ થયો ચોથી ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ સિરાજના શાનદાર કેચથી આયુષ મ્હાત્રે આઉટ થયો. પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર આયુષે મોટો શોટ રમવાનો

પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં ખૂબ જ ઉંચો ગયો. લોન્ગ ઓન પર ઊભેલા સિરાજે સૂર્યપ્રકાશ છતાં બોલ પરથી નજર હટાવી નહીં અને પોતાના હાથ સંપૂર્ણ રીતે લંબાવીને માથા ઉપરથી કેચ પકડ્યો. કેચ પૂરો થતાં જ ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ દોડતો આવ્યો અને સિરાજને ગળે લગાવ્યો. શાહરૂખ ઉર્વિલનો કેચ ચૂકી ગયો ચેન્નઈની ઇનિંગની નવમી ઓવરમાં ઉર્વિલ પટેલને જીવનદાન મળ્યું. એક જ ઓવરમાં ચોગ્ગો ફટકારીને તેણે ચેન્નઈનો સ્કોર 100થી વધુ પહોંચાડ્યો. કોનવેની સિક્સથી ફિફ્ટી, પછીના બોલ પર બોલ્ડ

ડેવોન કોનવેએ 14મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. રાશિદ ખાને તેને બીજા જ બોલ પર બોલ્ડ આઉટ કર્યો. બ્રેવિસે સિરાજના સતત બોલ પર છગ્ગા ફટકાર્યા ડેવાલ્ડ બ્રેવિસે 19મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. મોહમ્મદ સિરાજની ઓવરમાં બ્રેવિસે સતત બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો. સિરાજની ઓવરમાં 20 રન બન્યા. ફોક્ટ્સ અને રેકોર્ડ્સ... અમદાવાદમાં એક સિઝનમાં સૌથી વધુ 200+ સ્કોર IPL સિઝનમાં એક જ મેદાન પર 200+નો સૌથી વધુ

સ્કોર અમદાવાદમાં બન્યો છે. આ વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમોએ કુલ 9 વખત 200+ રન બનાવ્યા છે. અગાઉ 2024માં, દિલ્હી અને ઇડન ગાર્ડન્સ મેદાન બંને પર 8-8 વખત 200થી વધુ રન બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, 2023માં વાનખેડે સ્ટેડિયમમાં આ આંકડો 8 વખત પાર થયો હતો. બ્રેવિસ CSK માટે જોઈન્ટ સેકેન્ડ ફાસ્ટેસ્ટ ફિફ્ટી સ્કોરર ડેવાલ્ડ બ્રેવિસ હવે ચેન્નઈ માટે સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ યાદીમાં મોઈન અલી અને

અજિંક્ય રહાણેની બરાબરી કરી લીધી છે. બ્રેવિસે આજે 19 બોલમાં અડધી સદી ફટકારી. CSK માટે IPLમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે, જેણે 2014માં વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ સામે માત્ર 16 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. તેના પછી, ત્રણ ખેલાડીઓએ 19 બોલમાં અડધી સદી ફટકારી છે. 2022માં મોઈન અલીએ બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે પોતાની ફિફ્ટી પૂરી કરી, 2023માં અજિંક્ય રહાણેએ વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે 19-19 બોલમાં ફિફ્ટી પૂરી કરી.

Leave a Reply

Related Post