કાન ફેસ્ટિવલમાં 'એશ'નો લુક 'ઓપરેશન સિંદૂર'ને સમર્પિત!: ભારતીય પરંપરા દેખાડતાં બે હાથ જોડી પોઝ આપ્યો, 23મી વખત રેડ કાર્પેટ પર જલવો

કાન ફેસ્ટિવલમાં 'એશ'નો લુક 'ઓપરેશન સિંદૂર'ને સમર્પિત!:ભારતીય પરંપરા દેખાડતાં બે હાથ જોડી પોઝ આપ્યો, 23મી વખત રેડ કાર્પેટ પર જલવો
Email :

એક્ટ્રેસ ઐશ્વર્યા રાય વિના કાન ફિલ્મ ફેસ્ટિવલ શક્ય છે ખરા? 78મા ફિલ્મ ફેસ્ટિવલનો મોસ્ટ અવેટેડ લુક સામે આવી ગયો છે. એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની રેડ કાર્પેટ પર એન્ટ્રી થઈ ચૂકી છે. આ દરમિયાન તેણે ત્યાં હાજર લોકોને નમસ્તે કહી ભારતીય પરંપરાની ઝલક દેખાડી. ઐશ્વર્યા રાય-બચ્ચને વર્ષ 2002માં પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. એક્ટ્રેસનો લુક કેવો હતો? કાનમાં એક્ટ્રેસે સફેદ બનારસી સાડી પહેરી હતી. તેણે સાડીને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. સાડી પર ગોલ્ડન ભરતકામ વર્ક હતું. તેણે આ લુકને હેવી પિંક જ્વેલરીથી પૂર્ણ કર્યો. ઐશ્વર્યાએ હેવી પંચલડા હાર

સાથે નેક્લેસ અને મોટી વીંટી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. તેણે મિડિલ પાર્ટેડ હેરસ્ટાઇલ પહેરી અને સિંદૂર ફ્લોન્ટ કર્યું હતું. આ કારણે જ તેના લુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ઐશ્વર્યાના લુક વિશે વાત કરીએ તો એક્ટ્રેસનો લુક ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયો હતો. એક્ટ્રેસે જે સાડી પહેરી હતી એ હાથ વણાટથી તૈયાર થયેલી બનારસી હેન્ડલૂમ સાડી હતી. 'એશ'નો લુક 'ઓપરેશન સિંદૂર'ને સમર્પિત! 'એશ'ના લુક ફ્લોન્ટ થઈ રહેલા સિંદૂરને લોકો બે વાત સાથે જોડી રહ્યા છે, કેટલાક એને ભારત દ્વારા કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' મિશનનું ટ્રિબ્યુટ

માની રહ્યા છે અને તો કેટલાક છૂટાછેડાની અફવાઓનો જવાબ કહી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો લાંબા સમયથી ચાલી રહેલી છૂટાછેડાની અફવાઓનો જવાબ માને છે. થોડા સમય પહેલાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના છૂટાછેડાની ખબરોને લઈને સમાચારમાં હતા. તેમના છૂટાછેડાની અફવાઓ વચ્ચે બંનેએ જુલાઈમાં અનંત-રાધિકાનાં લગ્નમાં અલગ-અલગ એન્ટ્રી કરી અને સમગ્ર લગ્ન દરમિયાન તેઓ સાથે જોવા મળ્યાં નહોતાં. આ પછી ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે વેકેશન પર પણ ગઈ હતી, ત્યારે પણ અભિષેક તેની સાથે હાજર નહોતો, જોકે તાજેતરમાં જ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન કેટલીક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા.

એ બાદ તેમના છૂટાછેડાના સમાચાર ખોટા સાબિત થયા. હવે કાન ફેસ્ટિવલમાં સિંદૂર સાથેનો લુક જોઈને ફેન્સને વધુ એક સાબિતી મળી ગઈ એ હેડલાઈન માત્ર અફવાઓ જ હતી. 'હોમબાઉન્ડ'ને સૌથી લાંબું સ્ટેન્ડિંગ ઓવેશન કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ડિરેક્ટર નીરજ ઘેયવાનની ફિલ્મ 'હોમબાઉન્ડ'ને પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરાયું હતું. ડેબ્યુસી થિયેટરમાં યોજાયેલા 'હોમબાઉન્ડ'ના પ્રીમિયરમાં ફિલ્મને 9 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. ફિલ્મનું ધ અન સર્ટન રિગાર્ડ સેગ્મેન્ટમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે નીરજ ઘેયવાનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ 'મસાન'નું પણ 2015માં કાનમાં આ જ કેટેગરીમાં પ્રીમિયર

થયું હતું. ફિલ્મના સ્ક્રીનિંગ પછી ધર્મા પ્રોડક્શન્સે પ્રીમિયરનો એક વીડિયો શેર કર્યો, જેમાં 'હોમબાઉન્ડ' ટીમને પ્રેક્ષકોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હોવાનું જોવા મળી રહ્યું છે. એની કેપ્શનમાં લખ્યું છે, '9 મિનિટનો શુદ્ધ પ્રેમ અને તાળીઓ! ટીમ 'હોમબાઉન્ડ' કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અઢળક પ્રશંસા મેળવી રહી છે.' આ વીડિયોમાં કરણ જોહર અને નીરજ ઘેયવાન એકબીજાને ભેટી પડતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જાહ્નવીએ શ્રીદેવીની યાદ અપાવી! કાન ફેસ્ટિવલમાં જાહ્નવીનો ડેબ્યૂ આઉટફિટ ફેમસ ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ કસ્ટમ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બનારસમાં ખાસ વણાયેલા

ટિસ્યૂમાંથી આ પ્લિટેડ સ્કર્ટ અને કોર્સેટ તૈયાર થયો છે. એક્ટ્રેસના આઉટફિટમાં સ્ટાઈલનું ટચ રિયા કપૂરે આપ્યું હતું. ડ્રેસને એના સ્લિક બન સાથે દુપટ્ટા જેવા ડ્રેપથી જોડ્યો હતો. આઉટફિટની સર્ફેસને હાથથી બનાવેલી તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરાયો. એનાથી તેનો લુક વધુ આકર્ષક બન્યો. તેના લુકમાં સિગ્નેચર ટીટી ડ્રેપ (ભારતીય ડિઝાઇનર દ્વારા લોકપ્રિય ડિઝાઇન અને ડ્રેપિંગ ટેક્નિક)થી ચાર ચાંદ લાગી ગયા હતાં. હવે ચાલો જાણીએ કાન ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસ વિશે... કાન ફિલ્મ ફેસ્ટિવલની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? બીજા વિશ્વયુદ્ધને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો આ ફેસ્ટિવલ આખરે 1946માં શરૂ થયો

Leave a Reply

Related Post