'એશ'એ ભારતીય પરંપરા બાદ સંસ્કૃતિની ઝલક બતાવી!: વેસ્ટર્ન કપડાંમાં ભગવદ્ ગીતાનો 'કર્મ યોગ' ફ્લોન્ટ કર્યો, રેડ કાર્પેટ પર દીકરી આરાધ્યા સાથે પહોંચી

'એશ'એ ભારતીય પરંપરા બાદ સંસ્કૃતિની ઝલક બતાવી!:વેસ્ટર્ન કપડાંમાં ભગવદ્ ગીતાનો 'કર્મ યોગ' ફ્લોન્ટ કર્યો, રેડ કાર્પેટ પર દીકરી આરાધ્યા સાથે પહોંચી
Email :

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી ત્યારથી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. પહેલા દિવસે, મિસ વર્લ્ડે રેડ કાર્પેટ પર ભારતીય પરંપરાની ઝલક દેખાડતાં સાડી અને સિંદૂર ફલોન્ટ કર્યા હતા, જ્યારે બીજા દિવસે તેનો મોર્ડન લુક તો જોવા મળ્યો પરંતુ તેમાં પણ એક્ટ્રેસે ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવી ફેન્સના દિલ જીતી લીધાં. વેસ્ટર્ન કપડાંમાં ગીતાનો 'કર્મ યોગ' ફ્લોન્ટ કર્યો કાનના બીજા દિવસે એક્ટ્રેસનો વેસ્ટર્ન કપડાંમાં બોલ્ડ અને

ગ્લેમરસ લુક જોવા મળ્યો, પરંતુ આ લુકની સૌથી વધુ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે એક્ટ્રેસે તેમાં ગીતાનો 'કર્મ યોગ' ફ્લોન્ટ કરી ભારતીય સંસ્કૃતિની મહત્ત્વતા જાળવી. સોશિયલ મીડિયા પર 'એશ'ના બંને લુકના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. ઐશ્વર્યાએ કેવો લુક પસંદ કર્યો હતો? બ્લેક કલરના સ્ટ્રેપલેસ ગાઉનમાં ઐશ્વર્યાએ હોલિવૂડના કલાકારોને ઝાંખા પાડી દીધા. તેણે આ લુકને ઓવરસાઈઝ સિલ્વર-બેજ ટેક્ષ્ચર કેપથી પૂર્ણ કર્યો.

બોલ્ડ રેડ લિપસ્ટિક અને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ સાથે, ઐશ્વર્યાનો લુક વિન્ટેજ ગ્લેમરને છલકાવી રહ્યો હતો. બ્લેક લુક જોવા મળી મા-દીકરીની જોડી બીજી સૌથી ખાસ વાત એ રહી કે આ ખાસ પ્રસંગે ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન પણ તેની સાથે હાજર હતી. આરાધ્યા પણ મમ્મી સાથે ટ્વિનિંગ કરતાં બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક ટોપ, જેગિંગ્સ અને બ્લેક સૂઝ સાથે લોંગ કોટ પહેર્યો હતો. મા-દીકરીની

જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેમની સ્ટાઈલે મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. રેડ કાર્પેટ પર ઐશ્વર્યા આરાધ્યાનો હાથ પકડીને જોવા મળી હતી. એક્ટ્રેસનો પહેલાં દિવસનો લુક 'ઓપરેશન સિંદૂર'ને સમર્પિત! કાનમાં 21 મેના રોજ એક્ટ્રેસે સફેદ બનારસી સાડી પહેરી હતી. તેણે સાડીને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. સાડી પર ગોલ્ડન ભરતકામ વર્ક હતું. તેણે આ લુકને હેવી પિંક જ્વેલરીથી પૂર્ણ કર્યો.

ઐશ્વર્યાએ હેવી પંચલડા હાર સાથે નેક્લેસ અને મોટી વીંટી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. તેણે મિડિલ પાર્ટેડ હેરસ્ટાઇલ પહેરી અને સિંદૂર ફ્લોન્ટ કર્યું હતું. આ કારણે જ તેના લુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ઐશ્વર્યાના લુક વિશે વાત કરીએ તો એક્ટ્રેસનો લુક ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયો હતો. એક્ટ્રેસે જે સાડી પહેરી હતી એ હાથ વણાટથી તૈયાર થયેલી બનારસી હેન્ડલૂમ સાડી

હતી. 'એશ'ના લુક ફ્લોન્ટ થઈ રહેલા સિંદૂરને લોકો બે વાત સાથે જોડી રહ્યા હતો, કેટલાક એને ભારત દ્વારા કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' મિશનનું ટ્રિબ્યુટ માન્યું અને કેટલાક લોકોએ છૂટાછેડાની અફવાઓનો જવાબ આપ્યો હોવાની વાત સ્વીકારી. હવે ચાલો જાણીએ કાન ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસ વિશે... કાન ફિલ્મ ફેસ્ટિવલની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? બીજા વિશ્વયુદ્ધને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો આ ફેસ્ટિવલ આખરે 1946માં શરૂ થયો

Leave a Reply

Related Post