પાકિસ્તાન પર સ્ટ્રાઈક પછી અજીત ડોભાલે અમેરિકી NSAને જાણ કરી: રશિયા-સાઉદીને પણ આપી જાણકારી, ટ્રમ્પે કહ્યું- 'મને ખબર હતી ભારત બદલો લેશે'

પાકિસ્તાન પર સ્ટ્રાઈક પછી અજીત ડોભાલે અમેરિકી NSAને જાણ કરી:રશિયા-સાઉદીને પણ આપી જાણકારી, ટ્રમ્પે કહ્યું- 'મને ખબર હતી ભારત બદલો લેશે'
Email :

ભારતીય દૂતાવાસની પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે, ‘ભારતની કાર્યવાહી સચોટ રહી છે. આ કદમ સચોટ, જવાબદાર અને બિનઉશ્કેરણીજનક રીતે ઉઠાવાયા છે. કોઈપણ પાકિસ્તાની નાગરિક, આર્થિક કે સૈન્ય લક્ષ્યને નિશાન બનાવાયા નથી. માત્ર ઓળખી લેવાયેલા આતંકી શિબિરો પર હુમલા કરવામાં આવ્યા.’ અમેરિકાના વિદેશ મંત્રીને NSA અજીત ડોભાલે જાણકારી આપી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ એરસ્ટ્રાઈક પછી તરત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી અને તેમને આ કાર્યવાહી અંગે

જાણકારી આપી. રશિયા-સાઉદીને પણ કરાઈ હુમલાની જાણ આ ઉપરાંત ભારતે બ્રિટન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને રશિયાને પણ આ એર સ્ટ્રાઈક અંગે જાણકારી આપી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાને એવી વાત કરી હતી કે ભારતે રહેણાંક વિસ્તારોમાં હુમલા કર્યા છે. આ અંગેનો જવાબ આપતા અને પોતાની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપતા NSA અજીત ડોભાલે અમેરિકા સહિત વિવિધ દેશોને ભારતની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપી છે. મને ખબર હતી ભારત બદલો લેશે... ટ્રમ્પ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતના

ઓપરેશન સિંદૂર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતીક્રિયા આપી છે. ટ્રમ્પે પાકિસ્તાન પર કરવામાં આવેલી ભારતની એરસ્ટ્રાઈક અને સંપૂર્ણ સ્થિતિને શરમજનક ગણાવીને બંને દેશોને તણાવ ઓછો કરવો જોઈએ તેવું જણાવ્યું છે. ઓપરેશન સિંદૂર વિશે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમે તેના વિશે સાંભળ્યું છે. આ શરમજનક છે. મને આશા છે કે આ ખૂબ જ જલ્દી સમાપ્ત થશે. કોઈ પણ બે શક્તિશાળી દેશોએ યુદ્ધના માર્ગે ના જવું જોઈએ. આ બંને દેશો વચ્ચેનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને તણાવ તેની ચરમસીમાએ છે. પરંતુ આ દુનિયાને યુદ્ધ નહીં શાંતિની જરૂર છે.

Leave a Reply

Related Post