ભારત-પાક તણાવ વચ્ચે વલસાડના દરિયાકાંઠે એલર્ટ: માછીમારોને શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તરત આપવા સૂચના, પોલીસે યોજી વિશેષ બેઠક

ભારત-પાક તણાવ વચ્ચે વલસાડના દરિયાકાંઠે એલર્ટ:માછીમારોને શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તરત આપવા સૂચના, પોલીસે યોજી વિશેષ બેઠક
Email :

વલસાડ જિલ્લા પોલીસે ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. વલસાડ રૂરલ પોલીસ વિભાગે મગોદ ડુંગરીના કોસ્ટલ એરિયામાં સ્થાનિક માછીમારો સાથે વિશેષ બેઠક યોજી હતી. વલસાડ રૂરલ પોલીસ મથકના PI ભાવિક જીતિયાએ માછીમારોને દરિયામાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા

સૂચના આપી છે. માછીમારોને કોઈપણ અજાણી બોટ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ નજીકના પોલીસ મથકે જાણ કરવા જણાવ્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ માછીમારોને ઊંડા દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા પોલીસે દરિયાકિનારાના તમામ ગામોમાં આવી જાગૃતિસભાઓ યોજવાનું આયોજન કર્યું છે. દરેક કોસ્ટલ પોલીસ

સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને સ્થાનિક માછીમારોના સહયોગથી દરિયાઈ સીમાની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. પોલીસે માછીમારોને વિસ્તારમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપી છે.

Leave a Reply

Related Post