કાનમાં આલિયાની રાજકુમારીની જેમ એન્ટ્રી: નજર ન લાગી જાય એ માટે કાળું ટીલું કરીને આવી; વિન્ટેજ સ્ટાઇલ આઉટફિટમાં એક્ટ્રેસનું શાહી અંદાજમાં ડેબ્યૂ

કાનમાં આલિયાની રાજકુમારીની જેમ એન્ટ્રી:નજર ન લાગી જાય એ માટે કાળું ટીલું કરીને આવી; વિન્ટેજ સ્ટાઇલ આઉટફિટમાં એક્ટ્રેસનું શાહી અંદાજમાં ડેબ્યૂ
Email :

એક્ટ્રેસ આલિયા ભટ્ટે પહેલી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપીને તેના ચાહકોની આતુરતાનો અંત આણ્યો છે. આલિયાએ પોતાના અદભુત લુકથી બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. તેણે રેડ કાર્પેટ પર સુંદર પીચ કલરના વિન્ટેજ સ્ટાઇલ આઉટફિટમાં પ્રવેશ કર્યો, આ પોશાકમાં તે કોઈ શાહી રાજકુમારી જેવી દેખાતી હતી. આલિયાએ સ્કિયપારેલી બ્રાન્ડનું ગાઉન પહેર્યું હતું આલિયાએ ખ્યાતનામ ડિઝાઇનર બ્રાન્ડ સ્કિયાપરેલીનો ઓફ-શોલ્ડર બોડીકોન ગાઉન પહેર્યો હતો. આ

ડ્રેસમાં ચાંટીલી લેસ, ઓર્ગેન્ઝા અને અનામેલ ફ્લાવર એમ્બ્રોઇડરી હતી. નીચેની તરફ મલમલ, ઓર્ગેન્ઝા અને ટ્યૂલની સુંદર લેયરથી કિનારી બનાવી હતી. સંપૂર્ણ લુક રિયા કપૂર દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યો હતો. આલિયાએ પોતાનો લુક સરળ અને ભવ્ય રાખ્યો. તેણે ક્લાસિક પર્લ સ્ટડ ઇયરિંગ્સ પહેર્યા હતા અને તેના વાળ સરસ રીતે બાંધ્યા હતા. આલિયાએ કાન પાછળ કાળું તિલક લગાવ્યું હતું ખાસ વાત એ હતી કે આલિયા

ભટ્ટના ડાબા કાન પાછળ કાળું તિલક કરેલું હતું. નોંધનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે આલિયાએ આવું કર્યું હોય. તેણે મેટ ગાલા ડેબ્યૂ દરમિયાન પણ આવું તિલક કર્યું હતું. નોંધનીય છે કે કાલું તિલક પરંપરાગત રીતે ખરાબ નજરથી બચાવવા માટે લગાવવામાં આવે છે. સિમોન એશલી સાથે ફોટામાં આલિયા જોવા મળી રેડ કાર્પેટ પર આલિયાની ઘણી તસવીરો સામે આવી છે. એક ફોટામાં આલિયા

બ્રિટિશ એક્ટ્રેસ સિમોન એશલે સાથે જોવા મળી હતી. રેડ કાર્પેટ પર આવતા પહેલા, આલિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના કાન્સના લુકની બ્લેક એન્ડ વ્હાઇટ ઝલક શેર કરી હતી. કાળા ડ્રેસમાં આલિયાએ આપ્યો વધુ એક ગ્લેમરસ લુક તેના બીજા લુકમાં, આલિયા સુંદર કાળા ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ અરમાની પ્રાઇવે બ્રાન્ડનો હતો. આ ડ્રેસ વાદળી રત્નોથી જડિત હતો. તેને રિયા કપૂરે સ્ટાઇલ કર્યો હતો.

ડ્રેસનો સ્લિમ લુક આલિયા પર ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. ડ્રેસ ઉપર વાદળી રત્નો અને નીચે ચળકતા સ્ટોનથી શણગારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા એવી અફવાઓ હતી કે આલિયા કાન્સમાં નહીં જાય, પરંતુ તેણે પોતાની હાજરીથી આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કાન્સમાં બોલિવૂડની જબરદસ્ત હાજરી જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન, જહાન્વી

કપૂર, કરણ જોહર, ઈશાન ખટ્ટર, શર્મિલા ટાગોર, સિમી ગ્રેવાલ અને ઉર્વશી રૌતેલા જેવા સ્ટાર્સ પણ કાન્સમાં જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ 'જીગરા' માં જોવા મળી હતી. હવે તે યશ રાજની જાસૂસી ફિલ્મ 'આલ્ફા'માં એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. તે સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'માં રણબીર કપૂર અને વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરશે.

Leave a Reply

Related Post