Mehsanaના ખેરાલુની આંબાવાડા ગ્રામ પંચાયત સમરસ બની, સરપંચ તરીકે બાબુભાઈ વણકર:

Mehsanaના ખેરાલુની આંબાવાડા ગ્રામ પંચાયત સમરસ બની, સરપંચ તરીકે બાબુભાઈ વણકર
Email :

મહેસાણાના ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે, ખેરાલુની આંબાવાડા ગ્રામ પંચાયત સમરસ બની છે અને સરપંચ તરીકે બાબુભાઈ વણકરની બિનહરીફ વરણી કરવામાં આવી છે, સરપંચ પદના અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને ખેરાલુમાં કુલ 6 ગ્રામ પંચાયત સમરસ બની છે. સરપંચના અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાતા અંબાવાડા ગામ પંચાયત સમરસ બની છે, તાલુકા સેવા સદન કચેરી ખાતે ફુલહાર અને પેંડા ખવડાવી ઉજવણી કરાઈ હતી.

ખેરાલુ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ

મહેસાણાના ખેરાલુ તાલુકાના ફતેપુરામાં ગ્રામ પંચાયત સમરસ બની છે જેમાં મહિલા સરપંચની વરણી કરવામાં આવી છે, સરપંચ તરીકે ભાવનાબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે, સતત બીજી વાર ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે, વધુ પંચાયતો સમરસ બનાવવા ધારાસભ્યએ અપીલ કરી છે.

અરવલ્લીના ભિલોડા ગ્રા.પં ચૂંટણીમાં તંત્રની બેદરકારી

અરવલ્લીના ભિલોડા ગ્રા.પં ચૂંટણીમાં તંત્રની બેદરકારી સામે આવી છે, તો ગામ સતત બીજી વખત સરપંચ વગરનુ રહ્યું છે, ભિલોડાની ખોડંબા ગ્રામ પંચાયત સમરસ બની છે એસટી અનામત બેઠકના એકપણ ફોર્મ ન ભરાયા અને એક પણ મતદાર ST નહીં હોવાથી સરપંચ પદ ખાલી રહ્યું છે, બીજી ટર્મમાં ખોડંબા ગામમાં સરપંચની બેઠક STની છે અને હાલ ગામમાં ઈન્ચાર્જ સરપંચ ચલાવે છે વહીવટ.

સમરસ ગ્રામ પંચાયત એટલે શું જાણો

સમરસ ગ્રામ પંચાયત-એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.

Leave a Reply

Related Post