AMCનું ટ્રાફિક અને ઓલિમ્પિક પર ફોકસ: મહિલાઓ માટે દરેક ઝોનમાં જીમ અને સ્વિમિંગ પુલ, 10 સ્થળોએ અંડરપાસ અને ઓવરબ્રિજ; 15 સ્થળે સ્પોર્ટસ ગ્રાઉન્ડ બનશે

AMCનું ટ્રાફિક અને ઓલિમ્પિક પર ફોકસ:મહિલાઓ માટે દરેક ઝોનમાં જીમ અને સ્વિમિંગ પુલ, 10 સ્થળોએ અંડરપાસ અને ઓવરબ્રિજ; 15 સ્થળે સ્પોર્ટસ ગ્રાઉન્ડ બનશે
Email :

અમદાવાદ મનપા કમિશનરે આજે વર્ષ 2025-26નું રૂ. 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું છે. બજેટમાં મિલ્કત વેરા સિવાય એકપણ વેરામાં વધારો સૂચવાનો નથી. સસ્ટેનેબલ અને ક્લાઈમટ ચેન્જ થીમ પર રજૂ કરેલા બજેટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા પર ફોકસ કરાયું છે. તો સાથે 2036 ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનેમાં રાખી અલગ અલગ વિસ્તારોમાં 15 સ્પોર્ટસ ગ્રાઉન્ડ, સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવાશે. મહિલાઓ માટે પણ દરેક ઝોનમાં જીમ અને સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે. મિલ્કત વેરા સિવાય એકપણ ટેક્સમાં વધારો

ન સૂચવાયો રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું મ્યુ. કમિશનર એમ. થેન્નારેસન દ્વારા વર્ષ 2025-26નું રૂપિયા 14,001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સસ્ટનેબ્લ અને ક્લાઈમેટ ચેન્જ થીમ પર રજૂ કરેલા બજેટમાં ટેક્સના દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. વોટર ટેક્સ તથા કન્વર્જન્સી ટેક્સના દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. વર્ષ 2023-24ના બજેટમાં દર વર્ષે બે ટકા ટેક્સના વધારાની જોગવાઈ કરવામાં આવી હતી. જે મુજબ વર્ષ 2025-26 માટે રહેણાંક મિલકતનો પ્રતિ ચોરસ મીટર રૂપિયા 20.80 અને

બિન રહેઠાણ મિલકતો માટે રૂપિયા 35.36 ટેક્સનો દર રહેશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં નાગરિકોની પ્રાથમિક સુવિધાના કામો પર વધુ ભાર મુકાયો છે. નારોલથી નરોડાના રોડને આઇકોનિક રોડ બનાવાશે શહેરમાં 36 જેટલા મહત્ત્વના રોડ (પ્રિસેન્ટ સ્ટ્રીટ) અલગ અલગ થીમ ઉપર 331 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. 72.55 કિમીના રોડમાં મેટ્રો સ્ટેશનને જોડતા, બિઝનેસ, કલ્ચર, હેરિટેજ, સ્પોર્ટ્સ, એજ્યુકેશન અને હેલ્થ થીમ ઉપર રોડ વિકસાવવામાં આવશે. 185 કરોડના ખર્ચે 20 કિમી ઇન્ટ્રીગ્રેટેડ કોમર્શિયલ સ્ટ્રીટ પણ વિકસાવવામાં આવશે. 140 કરોડના ખર્ચે

નારોલથી નરોડાના 14 કિમીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે. નવા રોડ-રસ્તા અને રિસરફેસના 1,200 કરોડ ફાળવ્યા અમદાવાદ મ્યુ. કમિશનર એમ. થેન્નારેસન દ્વારા વર્ષ 2025-26 માટનું 6 ફેબ્રુઆરીના રોજ ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સમક્ષ 14,001 કરોડનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં 6,200 કરોડનો રેવન્યૂ અને 7,801 કરોડનો કેપિટલ ખર્ચ થશે. 2,800 કરોડ વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે. કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા બજેટમાં 9,000 કરોડ રૂપિયાની રેવેન્યુ આવક દર્શાવવામાં આવી છે. જેમાં ટેક્સની આવક 1,759 કરોડ થવાનો અંદાજ છે. નાગરિકોની

પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ઝોનલ દીઠ કામ માટે કુલ 1,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં 550 કિમીના નવા રોડ-રસ્તા તેમજ રિસરફેસ પાછળ 1,200 કરોડ ફાળવવામાં આવ્યા છે. દરેક વોર્ડ લેવલે SHE LOUNGE બનાવાશે વર્ષ 2025-26ના બજેટમાં મહિલાઓ માટે દરેક વોર્ડ લેવલે SHE LOUNGE બનાવવામાં આવશે. દરેક ઝોનમાં મહિલાઓ માટે જીમ અને સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. દરેક ઝોનમાં ત્રણ નવા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. મહિલાઓના કેન્સરના રોગનું પહેલાંથી નિદાન થાય તેના માટે દરેક મહિલા કોર્પોરેટરો અને AMCમાં કામ

કરતા મહિલા કર્મચારીઓ જેમની ઉંમર 40 વર્ષથી વધારે હોય તેઓને મેમોગ્રાફી ટેસ્ટ SVP હોસ્પિટલમાં સસ્તા દરે કરી આપવામાં આવશે. દરેક ઝોનમાં સ્પોર્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે ઓલમ્પિક 2036ને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિને વેગ આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી વર્ષ 2025-26ના બજેટમાં દરેક ઝોનમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ્સના ઈન્ફાસ્ટ્રકચર બનાવવામાં આવશે. જેમાં 15 પ્લે ગ્રાઉન્ડ, 8 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઓપન એથ્લેટીક ટ્રેક સાથે ઓપન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. 15 જગ્યાએ પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવશે ઓલમ્પિકને લઈને બનાવવામાં આવનાર પ્લેગ્રાઉન્ડમાં મેદાનની ફરતે કમ્પાઉન્ડ વોલ

સાથે વોકિંગ ટ્રેક તેમજ વચ્ચેના ભાગમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટબોલ તેમજ એથ્લેટીક વગેરે જેવી વિવિધ રમતો રમી શકાય તેની વ્યવસ્થા તેમજ ચેન્જિંગ રૂમ, ટોઇલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે યુટિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 જગ્યાએ પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવશે. 8 જગ્યાએ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવશે જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લેટીક ટ્રેક, મલ્ટીપર્પસ કોર્ટ, સ્વિમિંગ પુલ, જીમ્નેશિયમ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ઈન્ડોર ગેમ્સ વગેરે જેવી વિવિધ રમતો રમી શકાય તેની વ્યવસ્થાની સાથે રિસેસ્પશન, એડમિન ઓફિસ, ઈન્સ્ટ્રક્ટર રૂમ, મેડિકલ રૂમ, કાફેટેરીઆ તેમજ ચેન્જિંગ રૂમ, શાવર

રૂમ, ટોઈલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે યુટિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી હાલમાં એક જગ્યાએ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી ચાલુ છે. કુલ 8 જગ્યાએ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવશે. ઓપન એથ્લેટીક ટ્રેક સાથે ઓપન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે જ્યારે ઓપન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓપન એથ્લેટીક ટ્રેક સાથે બનાવવામાં આવશે. જેમાં ઓપન સ્પોર્ટસને લગતી વિવિધ રમતો જેવી કે દીડ, લાંબી કુદ, ઉચી કુદ, ગોળા ફેંક, બરછી ફેંક, ચક્ર ફેંક, એથ્લેટીક ટ્રેક, ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનિસ કોર્ટ, કબડી વગેરે જેવી ખુલ્લા મેદાનમાં રમાઇ શકે

તેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રમતવીરો પ્રક્ટિસ કરી શકશે. તેમજ વિવિધ શાળાઓ અને કોલેજના રમતગમતના પ્રોગ્રામ પણ થઇ શકશે. ખાસ સિટી ટુરિઝમ સેલ ઊભું કરવામાં આવશે સ્માર્ટ અને હેરિટેજ સિટી અમદાવાદ લોકોને આકર્ષી રહી છે. કોલ્ડ પ્લે જેવા કાર્યક્રમો અમદાવાદમાં યોજાયા છે, ત્યારે આગામી દિવસોમાં વધુને વધુ લોકો અમદાવાદની મુલાકાત લઈ સિટી ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે. ખાસ સિટી ટુરિઝમ સેલ ઊભું કરવામાં આવશે. અમદાવાદમાં આવેલા વિવિધ ટુરિસ્ટ સ્થળોનો વધુને વધુ પ્રચાર કરવામાં આવશે.

Related Post