ટ્રમ્પને મળી દુનિયાની સૌથી મોંઘી ગિફ્ટ: કતાર તરફથી મળેલી ભેટ અમેરિકાએ સ્વીકારી, ઊડતો મહેલ છે 3400 કરોડ રૂપિયાનું વિમાન

ટ્રમ્પને મળી દુનિયાની સૌથી મોંઘી ગિફ્ટ:કતાર તરફથી મળેલી ભેટ અમેરિકાએ સ્વીકારી, ઊડતો મહેલ છે 3400 કરોડ રૂપિયાનું વિમાન
Email :

અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે બુધવારે જણાવ્યું હતું કે કતાર સરકારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોઇંગ 747-8 જમ્બો જેટ ગિફ્ટમાં આપ્યું છે. એરફોર્સ વન તરીકે એનો ઉપયોગ કરવામાં આવશે. 3400 કરોડ રૂપિયાની કિંમતના આ લક્ઝરી પ્લેનને 'ફ્લાઇંગ પેલેસ' કે ઊડતો મહેલ કહેવામાં આવે છે. આ કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિને મળેલી સૌથી મોંઘી ભેટ છે. આ વિમાનનો ઉપયોગ કરતાં પહેલાં ટ્રમ્પે સુરક્ષા મંજૂરીની રાહ જોવી પડશે, જેમાં 3થી 4 વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોય ત્યારે એનો ઉપયોગ ન કરી શકે. ટ્રમ્પ હાલમાં 14 મેના રોજ કતાર પહોંચ્યા હતા,

જે તેમના મધ્યપૂર્વ પ્રવાસના બીજો દિવસ હતો. અહીં તેમણે કતાર સરકાર સાથે લગભગ 100 લાખ કરોડ રૂપિયા (1.2 ટ્રિલિયન ડોલર)ની ડીલ કરી હતી. ટ્રમ્પને મળેલા બોઇંગ 747-8ના ફોટા... આ લક્ઝરી પ્લેનને લાંચ તરીકે જોવામાં આવી રહ્યું છે ટ્રમ્પે 12 મેના રોજ વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે કતાર અમને ભેટ આપી રહ્યું છે. જો આપણે આ સ્વીકારીએ નહીં તો આપણે મૂર્ખ માણસ બનીશું. ટ્રમ્પનો કારોબાર મધ્યપૂર્વમાં ફેલાયેલો છે. હાલમાં તેમની કંપનીએ કતારમાં એક નવા ગોલ્ફ રિસોર્ટની જાહેરાત કરી છે, જે કતાર સરકારની માલિકીની કંપની સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી રહ્યું છે. આવા કિસ્સામાં

આ ભેટને 'લાંચ' અથવા 'હિતોં' તરીકે જોવામાં આવી રહી છે. યુએસ બંધારણના ઇમોલ્યુમેન્ટ્સ ક્લોઝ મુજબ, સરકારી પદ ધરાવનારી કોઈપણ વ્યક્તિ કોંગ્રેસ (સંસદ)ની સંમતિ વિના કોઈપણ રાજા અથવા વિદેશી રાજ્ય પાસેથી કોઈપણ ભેટ અથવા પદવી સ્વીકારી શકતી નથી. અમેરિકા પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે જણાવ્યું હતું કે તેમનો વિભાગ વિમાનમાં તમામ જરૂરી સુરક્ષાની વ્યવસ્થાઓ કરશે, જેથી રાષ્ટ્રપતિ એનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું હતું કે આ ભેટ તમામ સરકારી નિયમો મુજબ સ્વીકારવામાં આવી છે. વિદેશી ભેટો સરકારી તિજોરીમાં જમા થાય છે અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાનને એરફોર્સ વન કહેવામાં આવે છે અહેવાલો અનુસાર, ટ્રમ્પ

એરફોર્સ વનના વિકલ્પ તરીકે આ વિમાનનો હંગામી રીતે ઉપયોગ કરશે. એરફોર્સ વન એ અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર વિમાન છે. હાલમાં ટ્રમ્પનું ખાનગી વિમાન, 'ટ્રમ્પ ફોર્સ વન', 1990ના દાયકાનું જૂનું 757 જેટ છે. એ 2011માં ખરીદવામાં આવ્યું હતું. કતારનું વિમાન હાલના ફોર્સ વન કરતાં ઘણું આધુનિક અને શાનદાર છે. જોકે કતારે હજુ સુધી આ અંગે ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી. સીબીએસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પના કાર્યકાળના અંતે આ વિમાન પ્રેસિડેન્ટ લાઈબ્રેરીને દાનમાં આપવામાં આવશે. ટ્રમ્પ હાલમાં જે વિમાનમાં ઊડે છે એ વિશે જાણો ટ્રમ્પ હાલમાં એરફોર્સ વન તરીકે બોઇંગ 747-200Bનો ઉપયોગ કરે છે. બોઇંગ

747-200B એની સુરક્ષા, સંદેશાવ્યવહાર અને કમાન્ડ ક્ષમતાઓને કારણે વિશ્વનું સૌથી સુરક્ષિત વિમાન માનવામાં આવે છે. એ યુએસ રાષ્ટ્રપતિ માટે એક મોબાઇલ ઓફિસ જેવું છે. ભલે બે બોઇંગ 747-200B વિમાન એકસાથે તૈયાર રાખવામાં આવે છે, પરંતુ જે વિમાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ મુસાફરી કરે છે એને એરફોર્સ વન કહેવામાં આવે છે. ટ્રમ્પ બોઇંગ 747-8 વિમાન જોવા ગયા હતા ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન બે બોઇંગ 747ને આધુનિક બનાવવા માટે એક સોદો કર્યો હતો, જેનો ઉપયોગ નવા એરફોર્સ વન વિમાન તરીકે થતો હતો, પરંતુ બોઇંગ સાથેના સોદામાં વારંવાર વિલંબ થવાને કારણે બજેટ 2 બિલિયન ડોલર (રૂ. 17,000

કરોડ)થી વધુ થઈ ગયું છે. બોઇંગે કહ્યું હુતં કે વિમાનની ડિલિવરીમાં 2027 સુધીનો સમય લાગી શકે છે. ટ્રમ્પ આનાથી ગુસ્સે થયા. તેમણે કહ્યું હતું કે તેઓ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. આ પછી ટ્રમ્પ ફેબ્રુઆરીમાં કતારના 747-8 વિમાનને જોવા ગયા હતા. પછી આ વિમાન ફ્લોરિડાના પામ બીચ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું. આ પછી ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ બોઇંગને બદલે એરબસ વિમાનો ખરીદવાનું વિચારી રહ્યા છે. પછી તેમણે કહ્યું, ના, હું બોઇંગને એરબસથી બદલવાનું વિચારી રહ્યો નથી, પણ હું વપરાયેલું વિમાન ખરીદી શકું છું અને એને સુધારી શકું છું.

Leave a Reply

Related Post