ડોલરને નબળો પડતો રોકવા ટ્રમ્પ કાર્ડ: અમેરિકાએ ક્રિપ્ટોનું સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવ્યું; બિટકોઈનના ભાવમાં 5%નો ઘટાડો, ટ્રમ્પ આજે પહેલી ક્રિપ્ટો સમિટનું આયોજન કરશે

ડોલરને નબળો પડતો રોકવા ટ્રમ્પ કાર્ડ:અમેરિકાએ ક્રિપ્ટોનું સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવ્યું; બિટકોઈનના ભાવમાં 5%નો ઘટાડો, ટ્રમ્પ આજે પહેલી ક્રિપ્ટો સમિટનું આયોજન કરશે
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિટકોઈન અને અન્ય ડિજિટલ એસેટનો સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવા માટે એક્ઝીક્યૂટિવ ઓર્ડર સાઇન કર્યો છે. તેનાથી અમેરિકા દુનિયાના તે થોડાં દેશમાંથી એક બની ગયો છે, જેણે બ્લોકચેઇન એસેટ્સનો રાષ્ટ્રીય ભંડાર બનાવ્યો છે. વ્હાઇટ હાઉસના ક્રિપ્ટો ઝાર ડેવિડ સૅક્સે જણાવ્યું હતું કે રિઝર્વ ફોજદારી અથવા નાગરિક કાર્યવાહીના ભાગ રૂપે જપ્ત કરાયેલી ક્રિપ્ટોકરન્સીને રાખશે. અમેરિકા અનામતમાં રાખેલા કોઈપણ બિટકોઈનનું વેચાણ કરશે નહીં. તેને સંપત્તિ તરીકે

રાખશે. એટલે કે, યુએસ સરકાર વ્યૂહાત્મક રિઝર્વને ભંડોળ પૂરું પાડવા માટે કરદાતાઓના પૈસાનો ઉપયોગ કરશે નહીં. ડેવિડના નિવેદન પછી શુક્રવારે બિટકોઈનના ભાવમાં લગભગ 5%નો ઘટાડો થયો. જોકે, હવે તે 2% ઘટીને રૂ. 76.88 લાખ થઈ ગયો છે. ટ્રમ્પે તાજેતરમાં 5 ડિજિટલ સંપત્તિના નામ જાહેર કર્યા છે, જેને તેઓ આ અનામતમાં સમાવવાની આશા રાખે છે... ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ ક્રિપ્ટો સમિટનું આયોજન કરશે શુક્રવારે જ્યારે રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસ

ખાતે પ્રથમ ક્રિપ્ટો સમિટનું આયોજન કરશે ત્યારે વધુ વિગતો અપેક્ષિત છે. ટ્રમ્પે ચાર વર્ષ પહેલાં કહ્યું હતું કે બિટકોઇન "એક કૌભાંડ જેવું લાગે છે" પરંતુ હવે તેઓ અમેરિકાને "વિશ્વની ક્રિપ્ટો રાજધાની" બનાવવાની યોજના ધરાવે છે. રિઝર્વમાં પેટ્રોલિયમ પણ રાખે છે અમેરિકા કેટલાક દેશો સરકારી હોલ્ડિંગમાં વૈવિધ્ય લાવવા માટે રાષ્ટ્રીય સંપત્તિના વ્યૂહાત્મક અનામત પણ જાળવી રાખે છે. અમેરિકા પેટ્રોલિયમ ભંડાર જાળવી રાખે છે. કેનેડામાં મેપલ સીરપનો ભંડાર છે.

Leave a Reply

Related Post