Trump Modi Meet: અમેરિકાના નિર્ણય સામે ભારત માટે આ મુલાકાત કેમ મહત્વપૂર્ણ?

Trump Modi Meet: અમેરિકાના નિર્ણય સામે ભારત માટે આ મુલાકાત કેમ મહત્વપૂર્ણ?
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતીય અર્થતંત્ર માટે એક નવો પડકાર ઉભો થયો છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા આયાત ડ્યુટી લાદવાની તેમની યોજના ભારતની લગભગ 1 અબજ ડોલરની નિકાસને જોખમમાં મૂકી શકે છે. આ નિર્ણય માત્ર ભારતીય ઉદ્યોગોને જ અસર કરશે એમ નથી. પરંતુ વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને પણ પડકારશે. આ મુલાકાત ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે. એ જાણીએ.

સમગ્ર ઉદ્યોગ જોખમમાં

જો પીએમ મોદી ટ્રમ્પને મનાવી લે, તો 87,47,44, 00,000 રૂપિયાનું નુકસાન ટાળી શકાય છે! નહીંતર આ ઉદ્યોગ બરબાદ થઈ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી લાદવાના નિર્ણયથી ભારતની 1 અબજ ડોલરની નિકાસને ખતરો છે. એલ્યુમિનિયમ નિકાસ પર અસર વધુ ગંભીર છે. પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ વચ્ચે આગામી બેઠકમાં ડ્યુટી કન્સેશન ચર્ચાનો મુખ્ય વિષય રહેશે. સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી લાદવાની ટ્રમ્પની યોજના ભારતીય નિકાસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. આ નિર્ણયથી ભારતની લગભગ 1 અબજ ડોલરની નિકાસ જોખમમાં મુકાઈ શકે છે. જોકે, ભારતની અમેરિકામાં સ્ટીલની નિકાસ કુલ નિકાસનો એક નાનો ભાગ છે, અને ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો માત્ર 5 ટકા છે. પરંતુ આ ખતરો એલ્યુમિનિયમ ઉદ્યોગ માટે વધુ ગંભીર છે, કારણ કે ભારતની એલ્યુમિનિયમ નિકાસનો લગભગ 12 ટકા હિસ્સો અમેરિકા જાય છે. ભારતીય શેરબજારમાં મેટલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટીના શેર JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ લગભગ 2% ઘટ્યા. ચીની પ્રોત્સાહન અને યુએસ ટેરિફ ડરને કારણે ભારતીય મેટલ શેર દબાણ હેઠળ આવ્યા, જેમાં 5% સુધીનો ઘટાડો થયો.

બંને મહાનાયકની મુલાકાત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે, જેમાં ટેરિફ છૂટછાટો એજન્ડામાં હોઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, ભારત 2025ના બજેટમાં આપવામાં આવેલી છૂટછાટો ઉપરાંત અમેરિકાને વધુ ડ્યુટી ઘટાડાની ઓફર કરી શકે છે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને મનાવી લે, તો શક્ય છે કે ભારતને 1 અબજ ડોલરનું નુકસાન ન થાય. ભારતની અમેરિકામાં એલ્યુમિનિયમ નિકાસ 777 અબજ ડોલર હતી. જે 2023ની કુલ 6.7 ટ્રિલિયન ડોલરની નિકાસના 11.5 ટકા છે. જોકે, રાહતની વાત એ છે કે 2018માં ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન આવા જ નિર્ણયની ભારતના એલ્યુમિનિયમ નિકાસ પર ખાસ અસર પડી ન હતી. છેલ્લા દાયકામાં, ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 11-15 ટકાની વચ્ચે રહ્યો છે.

આ નિર્ણયથી કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થશે

અમેરિકાના આ નિર્ણયની જાપાન, યુરોપ, કેનેડા અને મેક્સિકો પર વધુ અસર થશે, પરંતુ ભારત પણ તેની બીજા ક્રમની અસરોથી અસ્પૃશ્ય રહેશે નહીં. વધુ પડતા પુરવઠાને કારણે કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે, જેનાથી ભારતીય સ્ટીલ ઉત્પાદકોને નુકસાન થઈ શકે છે. મૂડીઝ રેટિંગ્સના AVP હુઈ ટિંગ સિમના જણાવ્યા અનુસાર, “ભારતીય સ્ટીલ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોની નિકાસમાં વધતા પડકારોનો સામનો કરવો પડશે. છેલ્લા 12 મહિનામાં ભારતમાં સ્ટીલની આયાતમાં વધારો થવાથી સ્ટીલ ઉત્પાદકોના ભાવ અને કમાણી પર અસર પડી શકે છે.

Related Post