ન્યુ ગુજરાત એક્સક્લુઝિવ: અમેરિકા

ન્યુ ગુજરાત એક્સક્લુઝિવ:અમેરિકા: ડિપોર્ટના ડરે વિદ્યાર્થીઓએ નોકરી છોડી ઘર ખર્ચ માટે હવે ભારતથી પૈસા મગાવવા પડશે
Email :

રાજ્ય સભામાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, 2019થી 2024 સુધીમાં 15.17 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. અમેરિકામાં ડિપોર્ટ પ્રક્રિયાની અસર હવે વિદ્યાર્થીઓ પર થઇ રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેમ્પસ બહાર ગ્રોસરી સ્ટોર જેવી જગ્યાએ નોકરી કરીને વધારાની આવક મેળવતા, પરંતુ હવે અમેરિકાની સરકાર દ્વારા ગેરકાયદે કામ કરતા લોકો સામે કાર્યવાહી કારણે વિદ્યાર્થીઓ પણ સુરક્ષા માટે નોકરી છોડી રહ્યાં છે. પરંતુ હવે નોકરી ન કરવા અને આવક ન

થવાની સીધી અસર તેઓના વાલી પર થશે. હવે વાલીએ બાળકના રહેવા, જમવા માટે વધારાની રકમ મોકલવાની જરૂરિયાત ઊભી થશે. બેંકથી ટ્રાન્સફર થતા અલગથી ટેક્સ પણ ચુકવવો પડે છે. આવનારા સમયમાં આર્થિક બોજો વધે નહીં તે માટે આ વર્ષે સમર વેકેશનમાં સૌથી વઘારે વિદ્યાર્થીઓ ભારતમાં પરત આવશે. જે માટે ઘણા વિદ્યાર્થીઓએ એડવાન્સમાં માટેની ટીકિટ પણ બુક કરાવી લીધી છે.સ્ટુડન્ટ્સ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ કોલેજમાં જ કોઇ કામગીરી કરી શકે છે. ઉપરાંત

કોલેજ મંજૂરી આપે તો નક્કી કરેલા કલાકો પુરતા જ તેઓ કામ કરી શકે છે. અત્યાર સુધી સ્ટુડન્ટ્સ વિઝા પર ગયેલા વિદ્યાર્થીની 1 વર્ષની ફી વાલી ભરતા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચી કોલેજની સાથે પાર્ટ ટાઇમ નોકરીને કરી પોતાના પરચુરણ ખર્ચ અને આગળના વર્ષની ફી પણ કમાઇ લેતા હતા. હવે આ સ્થિતી વિપરીત બની છે. અમેરિકામાં એમબીએની બે વર્ષની ફી 62 લાખથી 1 કરોડ સુધી થાય છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અમેરિકા મોકલવાની

એજન્સી સાથે જોડાયેલ તજજ્ઞોના જણાવ્યા મુજબ, અમેરિકામાં મોટાભાગે વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી માટે જાય છે. એમબીએ માટે ત્રણ વિકલ્પ હોય છે. સ્ટેટ યુનિવર્સિટીની સૌથી ઓછી ફી, પબ્લિક યુનિવર્સિટીની મીડિયમ ફી અને ખાનગી યુનિવર્સિટીની ફી સૌથી વધારે હોય છે. સામાન્ય રીતે એમબીએની ફી રૂપિયામાં 62 લાખથી 1.05 કરોડ સુધીની હોય છે, જ્યારે એન્જિનિયરિંગના વિવિધ માસ્ટર કોર્સ માટે રૂ. 57થી 60 લાખની સરેરાશ ફી હોય છે. વેકેશનમાં વિદ્યાર્થીઓ ભારત પરત આવશે એક વિદ્યાર્થીએ જણાવ્યું

કે, સમર વેકેશનમાં ત્રણ મહિના કોલેજ સંપૂર્ણ બંધ હોય છે. આ સ્થિતિમાં પહેલા વિદ્યાર્થીઓ ડબલ શિફ્ટમાં કામ કરીને કમાણી કરતા હતા, પરંતુ હાલ ચાલી રહેલા અભિયાનને કારણે વિદ્યાર્થીઓને ડિપોર્ટ થવાનો ડર છે. તેથી મોટાભાગના વિદ્યાર્થી વેકેશનમાં નોકરી કરવાનું ટાળશે. રહેવા, જમવા, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચાવવા વેકેશનના સમયગાળામાં ભારત પરત આવી જશે. માહિતી આપનારને રિવોર્ડ અપાય છે વિદ્યાર્થીએ જણાવ્યું છે કે, અભિયાનમાં સ્થાનિક લોકો જોડાય છે. ગેરકાયદે રહેતાં લોકોની માહિતી અમેરિકન સરકાર આપનારને મોટી

રકમ ઇનામમાં આપે છે અને જેતે વ્યક્તિને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરે છે. મોટી સંખ્યામાં ડિપોર્ટ થવાથી સ્થાનિકોને સારા પગારે નોકરી મળશે એ પણ સ્થાનિકોને આશા છે. 2024માં અમેરિકામાં અકસ્માતને કારણે 37 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં રાજ્યસભામાં રજૂ થયેલા ડેટા મુજબ 2024માં 41 દેશમાં 124 વિદ્યાર્થીઓના મેડિકલ અને એક્સિડન્ટને કારણે મૃત્યુ થયું હતું. જેમાં સૌથી વધારે અમેરિકામાં 37 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા હતા, જ્યારે 2023માં 33 વિદ્યાર્થીના આ જ રીતે મૃત્યુ થયાં હતાં.

Related Post