અમેરિકન સેટેલાઇટ કંપનીએ પાકિસ્તાની કંપનીને પાર્ટનર લિસ્ટમાંથી હટાવી: પહેલગામ આતંકવાદી હુમલાના દસ દિવસ પહેલા સેટેલાઇટ તસવીરોના ઓર્ડર મળ્યા હતા

અમેરિકન સેટેલાઇટ કંપનીએ પાકિસ્તાની કંપનીને પાર્ટનર લિસ્ટમાંથી હટાવી:પહેલગામ આતંકવાદી હુમલાના દસ દિવસ પહેલા સેટેલાઇટ તસવીરોના ઓર્ડર મળ્યા હતા
Email :

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પહેલા આ વિસ્તારની સેટેલાઇટ તસવીરો લેવામાં આવી હતી. યુએસ સ્પેસ ટેક કંપની મેક્સર ટેક્નોલોજીસને પહેલગામ અને આસપાસના વિસ્તારોની હાઈ-રિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરો આપવા માટે મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા હતા. ધ પ્રિન્ટના અહેવાલ મુજબ, 2 થી 22 ફેબ્રુઆરી, 2025ની વચ્ચે, મેક્સાર ટેક્નોલોજીસને ઓછામાં ઓછા 12 ઓર્ડર મળ્યા. આ સામાન્ય સંખ્યા કરતાં બમણી હતી. આ કંપનીના ગ્રાહકોમાં પાકિસ્તાનની બિઝનેસ સિસ્ટમ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (BSI) પણ સામેલ હતી. આ કંપનીનું

નામ અમેરિકામાં ફેડરલ ગુનાઓ સાથે જોડાયેલું છે. હવે મેક્સાર ટેક્નોલોજીસે BSI સાથેની પાર્ટનરશિપ તોડી છે. જોકે, રિપોર્ટ અનુસાર, ડેટા પરથી એ સ્પષ્ટ નથી કે પહેલગામની સેટેલાઇટ તસવીરોનો ઓર્ડર BSIએ આપ્યો હતો કે નહીં. પહેલગામની સેટેલાઇટ તસવીરોનો ઓર્ડર જૂન 2024થી જ મળવા લાગ્યા હતા. પહેલગામ ઉપરાંત, મેક્સર પોર્ટલની ઍક્સેસથી જમ્મુ અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો જેમ કે પુલવામા, અનંતનાગ, પૂંછ, રાજૌરી અને બારામુલ્લાની સેટેલાઇટ તસવીરો મળી. દરેક સેટેલાઇટ ઇમેજની કિંમત 3 લાખ રૂપિયાથી

શરૂ થાય છે અને રિઝોલ્યુશન મુજબ તેની કિંમત વધે છે. પહેલગામ હુમલાના દસ દિવસ પહેલા મળ્યો હતો ઓર્ડર 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાના પ્માંલાનિંગ આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ભારત મેક્સરને આ ફોટોગ્રાફ્સ કોણે અને શા માટે માંગ્યા હતા તેની તપાસ કરવા કહી શકે છે. ફેબ્રુઆરી 2025માં પહેલગામની સેટેલાઇટ તસવીરોની સેટેલાઇટ ફ્રીક્વન્સી રેન્જમાં સૌથી વધુ ઓર્ડર મળ્યા હતા. 12, 15, 18, 21 અને 22

ફેબ્રુઆરીના રોજ તસવીરો ખરીદવામાં આવી હતી. માર્ચમાં કોઈ ઓર્ડર આવ્યો ન હતો. પછી હુમલાના દસ દિવસ પહેલા, 12 એપ્રિલે એક ઓર્ડર મળ્યો હતો. આ પછી, 24 અને 29 એપ્રિલના રોજ પણ તસવીરો માટે બે ઓર્ડર મળ્યા. ત્યાર પછી કોઈ નવો ઓર્ડર મળ્યો નથી. મેક્સાર ટેક્નોલોજીસ ભારતની ઘણી સરકારી એજન્સીઓ સાથે સંકળાયેલી છે મેક્સાર ટેક્નોલોજીસ તેની શ્રેષ્ઠ સેટેલાઈટ તસવીરો માટે જાણીતી છે. તે 30cm થી લઈને 15cm સુધીના પિક્સેલ રિઝોલ્યુશન સાથે હાઇ-ડેફિનેશન

ઈમેજ બનાવે છે. ભારતમાં, સંરક્ષણ મંત્રાલય અનેઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સહિત અનેક સરકારી એજન્સીઓ મેક્સાર સાથે સંકળાયેલી છે. ઓછામાં ઓછા 11 ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ મેક્સાર ટેક્નોલોજીસના ગ્રાહકો અને પાર્ટનર છે. આ હાઈ-રિઝોલ્યુશન તસવીરોનો ઉપયોગ સામાન્ય રીતે સૈન્ય દ્વારા શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ હથિયારોની તહેનાતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર નજર રાખવા, ઘૂસણખોરી અને દાણચોરી અટકાવવા માટે પણ થાય છે. BSIના

માલિક ઓબૈદુલ્લાહ સઈદને એક વર્ષની જેલની સજા થઈ હતી યુએસ અધિકારીઓએ આ પહેલા BSIના માલિક ઓબૈદુલ્લાહ સઈદ પર પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશન (PAEC)ને અમેરિકાથી ગેરકાયદેસર રીતે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટર ઈક્વિપમેન્ટ અને સોફ્ટવેર એપ્લિકેશન સોલ્યુશન્સ સપ્લાય કરવાનો આરોપ લગાવ્યા હતા. આ એજન્સી વિસ્ફોટકો અને પરમાણુ શસ્ત્રોના ઘટકો ડિઝાઇન કરવાની સાથે સાથે તેનુ પરીક્ષણ કરે છે. સાથે જ તે બેલિસ્ટિક મિસાઇલો પણ વિકસાવે છે. આ કેસમાં ઓબૈદુલ્લાહને એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

Leave a Reply

Related Post