અમેરિકાની ચમક ઝાંખી પડી રહી છે: 80 વર્ષમાં પહેલીવાર USથી વૈજ્ઞાનિકોનું પલાયન, યુરોપ-એશિયામાં તકની શોધમાં; ટ્રમ્પની કઠોર નીતિઓ, રિસર્ચ ફંડિંગમાં ઘટાડો કારણભૂત

અમેરિકાની ચમક ઝાંખી પડી રહી છે:80 વર્ષમાં પહેલીવાર USથી વૈજ્ઞાનિકોનું પલાયન, યુરોપ-એશિયામાં તકની શોધમાં; ટ્રમ્પની કઠોર નીતિઓ, રિસર્ચ ફંડિંગમાં ઘટાડો કારણભૂત
Email :

અમેરિકા દાયકાઓથી વૈશ્વિક વૈજ્ઞાનિક પ્રતિભા માટે સ્વર્ગ માનવામાં આવે છે. પરંતુ હવે તે તેની ચમક ગુમાવી રહ્યું છે. 80 વર્ષમાં પહેલી વાર, દેશ એક એવા 'બ્રેઈન ડ્રેઇન'નો સામનો કરી રહ્યો છે. આ ફક્ત તેની વૈશ્વિક સ્થિતિને પડકારતું નથી, પરંતુ તેના ઈનોવેશનના એન્જિનને પણ ખોરવી નાખે છે. અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા હાલના

સર્વેમાં જાણવા મળ્યું છે કે 75% વૈજ્ઞાનિકો અમેરિકા છોડી રહ્યા છે અથવા યુરોપ અને એશિયામાં નવા સ્થાનો શોધી રહ્યા છે કે પલાયન કરી ચૂક્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કઠોર નીતિઓ જેમ કે રિસર્ચ ફંડિંગમાં કાપ, પ્રવાસી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ અને શૈક્ષણિક સ્વતંત્રતા પર હુમલો આ બ્રેઈન ડ્રેઇન પાછળના મોટા કારણો છે. ફંડિંગમાં કાપથી રિસર્ચની કરોડરજ્જુ તૂટી ગઈ

ટ્રમ્પ વહીવટીતંત્રે 2026 માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની ગ્રાન્ટમાં 40% ઘટાડો કર્યો છે. આ ઉપરાંત, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી 13 હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ રદ કરવાની ચર્ચા ચાલી રહી છે. ફંડિંગમાં ઘટાડાને કારણે વૈજ્ઞાનિકોને પ્રોજેક્ટ્સ બંધ થવાનો ડર સતાવી રહ્યો છે. 2015 સુધી, દર વર્ષે 60 હજારથી વધુ વિદેશી સંશોધકો અમેરિકા આવતા હતા. જોકે, 2024માં આ સંખ્યા ઘટીને 23,000

થઈ ગઈ હતી. રિપોર્ટ મુજબ, આ વર્ષે આ આંકડો વધુ ઘટીને 15 હજારથી ઓછો થવાનો છે. વિશ્વભરના દેશો પોતાને ત્યાં વિવિધ પ્રકારની ઑફરો આપી રહ્યા છે વિશ્વભરના દેશો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઇમેટ સાયન્સ, જિનેટિક્સ અને ન્યુરોસાયન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરતા વૈજ્ઞાનિકોને આકર્ષવા માટે વિવિધ ઓફરો કરી રહ્યા છે. આનાથી વૈશ્વિક સ્તરે એક નવી સ્પર્ધાનો જન્મ થયો છે.

યુરોપિયન યુનિયને યુરોપને સંશોધકો માટે આકર્ષક બનાવવા માટે ત્રણ વર્ષમાં 5 ટ્રિલિયન યુરોનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ફ્રાન્સની માર્સેલી યુનિવર્સિટીએ વૈજ્ઞાનિકોને આશ્રય આપવા માટે સેફ પ્લેસ ફોર સાયન્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે. કેનેડાએ વૈજ્ઞાનિકોને આકર્ષવા માટે 200 કરોડનું રોકાણ કર્યું છે. અમેરિકનોએ 400થી વધુ નોબેલ પુરસ્કારો જીત્યા છે, જેમાંથી ત્રીજા ભાગના ઇમિગ્રન્ટ્સ છે અમેરિકા લાંબા સમયથી રિસર્ચ અને

ડેવલપમેન્ટ (RD)માં લીડર રહ્યું છે. 1960ના દાયકામાં, સંઘીય સરકારનું વાર્ષિક RD બજેટ રૂ. 5 લાખ કરોડ હતું, જે 2024માં વધીને રૂ. 13 લાખ કરોડ થયું. ખાનગી ક્ષેત્ર સાથે મળીને, આ આંકડો 2024માં રૂ. 77 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે. આ રોકાણથી અમેરિકાને 400થી વધુ નોબેલ પુરસ્કારો મળ્યા છે, જેમાંથી એક તૃતીયાંશથી વધુ ઇમિગ્રન્ટ્સ દ્વારા જીતવામાં આવ્યા છે.

Leave a Reply

Related Post