છાતી સમા દૂષિત પાણીમાં કલાકો રહી લોકોનું પેટ ઠારવાનું કાર્ય: ખાડી પૂરથી 3થી 4 લાખ લોકો અસરગ્રસ્ત; હોપ ચેરીટેબલ ટ્રસ્ટે ખાવા-પીવા સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી

છાતી સમા દૂષિત પાણીમાં કલાકો રહી લોકોનું પેટ ઠારવાનું કાર્ય:ખાડી પૂરથી 3થી 4 લાખ લોકો અસરગ્રસ્ત; હોપ ચેરીટેબલ ટ્રસ્ટે ખાવા-પીવા સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી
Email :

સુરતીઓ ગમે તેવી આફતમાં સેવા કાર્ય માટે આગળ આવતા હોય છે. સુરતીઓ તેમના સ્વભાવ માટે જાણીતા છે. ખાડીપુર જેવી સ્થિતિની અંદર હજારો લોકો અસરગ્રસ્ત થયા તે સ્વાભાવિક છે. સુરતના કતારગામ, વેડરોડ, સરથાણા, સહિતના વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. ચાર ફૂટ જેટલા પાણી ભરાયા હોય તે વિસ્તારમાં અવરજવર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે ઘણા એવા પરિવાર હોય છે કે, જે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ વગર જ ઘરમાં ફસાઈ ગયા હોય. આવા

વ્યક્તિઓને દૂધ સહિતની જીવન જરૂરિયાતની મહત્વની સામગ્રી પહોંચાડવી એક પડકાર ઉભો થતો હોય છે. સુરતની હોમ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અને વોલન્ટિયરસ દ્વારા આ કામ દર વર્ષે ખૂબ સારી રીતે કરવામાં આવે છે. ખાડીપુર જેવી સ્થિતિ દરમિયાન સેવા ખાડીપુરમાં ખૂબ જ ગંદકી ભરેલું પાણી આસપાસના વિસ્તારોમાં જતુ રહે છે. ખાડીમાં જે ગંદકી હોય છે તે ગંદકીનું પાણી વધુ પડતા ઉપરવાસમાં થતા વરસાદને કારણે સુરત શહેરની મીઠી ખાડી ઓવરફ્લો થઈ જાય છે અને તેના કારણે પાણી આસપાસના

વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ભરાઈ જાય છે. એટલું જ નહીં પરંતુ સણીયા હેમાદ, પુણા, કુંભારિયા, પર્વત પાટિયા સહિતના વિસ્તારમાં દુર્ગંધ વાળા પાણી ફરી મળતા હોય છે. આવી જગ્યા ઉપર પણ એનજીઓ દ્વારા ખૂબ સારી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. ખાડીની આસપાસ રહેલા 3થી 4 લાખ લોકો પાણીના કારણે ફસાઈ જતા હોય છે, જેમાંથી 20000થી 25000 પરિવાર એવા હોય છે કે જેઓ આર્થિક રીતે ખૂબ જ ખરાબ સ્થિતિમાં પોતાનું જીવન ગુજારતા હોય, એવા પરિવાર માટે

આ સમયે ખૂબ જ મુશ્કેલ પુરવાર થાય છે. સ્વાભાવિક રીતે જ ઘરના લોકો બહાર નીકળી શકતા નથી, તેવી સ્થિતિમાં તેમને ખાવા-પીવા સહિતની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પહોંચાડવાનો સૌથી મોટું કામ હોય છે. વહીવટી તંત્ર તો તેની રીતે કામ કરતો હોય છે, પરંતુ સામાજિક સંસ્થાઓ પણ આ સમય આગળ આવીને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. લોક સેવા એ જ અમારો ધર્મઃ જીગ્નેશ ગાંધી હોપ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક જીગ્નેશ ગાંધીએ જણાવ્યું કે, સુરતમાં દર વર્ષે ખાડીપૂરની સ્થિતિ

સર્જાય છે. આ સ્થિતિ દરમિયાન લોકોને ઘણી મુશ્કેલી થતી હોય છે. વહીવટી તંત્ર દ્વારા તો કામ કરવામાં આવે છે, પરંતુ તમામ જગ્યા ઉપર સમયસર પહોંચી રહેવું ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે. અમને ઘણા વર્ષોનો અનુભવ છે. અમે પોતે ચાર ફૂટ જેટલા ઊંડા પાણીમાં ઉતરીએ છીએ. મોટાભાગે અમે ખાડીના જ્યાં દુર્ગંધ યુક્ત પાણી હોય છે, ત્યાં જવાનો પ્રયાસ કરીએ છીએ. કારણ કે, ત્યાં ખૂબ ઓછા લોકો જતા હોય છે. આવી સ્થિતિમાં અમે કલાકો વિતાવીને પણ

દૂધ, દવા, અનાજની કીટ તેમજ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પહોંચાડીએ છે. બે-ત્રણ દિવસ તેમને તમામ વસ્તુઓ ખાવા-પીવાની ઘરબેઠા મળી રહે તેવો પ્રયાસ કરીએ છીએ. પાણી ઓસરી ગયા બાદ ત્યાં સફાઈ માટે પણ અમે કામ કરીએ છીએ. ઝડપથી સફાઈ થાય તો રોગચાળો ન ફેલાય. છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કામ કરતા હોવાથી હવે અમે પણ જે વિસ્તાર અશગ્રસ્ત થતા હોય છે તેનાથી વાકેફ થઈ ગયા છે, તેથી ઝડપથી અને સારી રીતે અમે કામ કરી રહ્યા છીએ.

Leave a Reply

Related Post