વડોદરાની પ્રથમ જૈન સ્કૂલનો વાર્ષિકોત્સવ: DMB તપોવન પ્રિસ્કૂલે 'માસૂમ રિશ્તે' થીમ સાથે ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવ્યો

વડોદરાની પ્રથમ જૈન સ્કૂલનો વાર્ષિકોત્સવ:DMB તપોવન પ્રિસ્કૂલે 'માસૂમ રિશ્તે' થીમ સાથે ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવ્યો
Email :

વડોદરાના સર સયાજીરાવ નગરગૃહ ખાતે DMB તપોવન જૈન પ્રિસ્કૂલનો ત્રીજો વાર્ષિકોત્સવ 'માસૂમ રિશ્તે' થીમ સાથે યોજાયો હતો. સ્કૂલના સેન્ટર હેડ નેહા ગાંધીએ જણાવ્યું કે આ સંસ્થા તપોવન સંસ્કારધામ દ્વારા પંન્યાસ ચંદ્રશેખર મહારાજના આદર્શો સાથે સંચાલિત થાય છે. કાર્યક્રમમાં નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. દેશભક્તિના ગીતોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદ તપોવનથી પધારેલા

લલિત ધામીએ પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજનું બાળ સંસ્કરણ મોડેલ રજૂ કર્યું હતું. કાર્યક્રમના વિશેષ મહેમાન તરીકે કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવનાર એરફોર્સના રિટાયર્ડ અધિકારી હરેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ સ્કૂલમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિના સંસ્કાર પણ આપવામાં આવે છે. ટ્રસ્ટી પ્રશાંત શાહે જણાવ્યું કે સ્કૂલ માટે અટલાદરામાં જમીન ખરીદવામાં આવી છે અને ટૂંક સમયમાં

નિર્માણ કાર્ય શરૂ થશે. કાર્યક્રમમાં સ્કૂલના મુખ્ય લાભાર્થી અને જૈન સમાજમાં અનુપમા દેવી તરીકે જાણીતા બિનિતાબેન મનહરલાલ શાહનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમત શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, ઉદ્યોગપતિ ભરત ટોલિયા, નિઝામપુરા જૈન સંઘના ટ્રસ્ટી વિનય શાહ, સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Post