ફૂટપાથ નાના કરી રોડ બનાવવાનું ગતકડું લવાયું: છાણીના રૂ.21 કરોડના ગૌરવપથના ફૂટપાથ નાના કરવા વધુ 2.23 કરોડ ખર્ચાશે, પછી ભૂખી રિ-રૂટ કરવા તોડશે

ફૂટપાથ નાના કરી રોડ બનાવવાનું ગતકડું લવાયું:છાણીના રૂ.21 કરોડના ગૌરવપથના ફૂટપાથ નાના કરવા વધુ 2.23 કરોડ ખર્ચાશે, પછી ભૂખી રિ-રૂટ કરવા તોડશે
Email :

લાખના બાર હજાર કરવામાં પારંગત પાલિકાએ કોન્ટ્રાક્ટરને રૂ. 2.23 કરોડ વધુ ચૂકવવાનો કારસો રચ્યો છે. માંજલપુરના ધારાસભ્યના વિરોધ બાદ છાણી પ્રવેશદ્વારથી જકાતનાકા સર્કલ સુધીના રૂ.21.40 કરોડના ખર્ચે તૈયાર થનાર ગૌરવપથમાં ફૂટપાથ અને સર્વિસ ટ્રેકને નાના કરવાનો નિર્ણય લઈ કોન્ટ્રાક્ટરને રૂ.2.23 કરોડ વધુ ચૂકવવાની દરખાસ્ત આવી છે. જોકે આ રોડ ભૂખી કાંસ રુટ કરવા માટે ખોદી નખાશે. સરકારના આદેશથી શહેરમાં 4 ગૌરવપથ બનાવવાના કામમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે માંજલપુર રિલાયન્સ સર્કલથી તુલસીધામ તરફના ગૌરવપથમાં ફુટપાથ મોટા હોવાનો વિરોધ

કરી નાના કરવા જીદ કરી હતી. વિવાદ વધતા સીટી એન્જિનિયરે તમામ રોડના ફૂટપાથ 4 ફૂટના કરવાનો પરિપત્ર કર્યો હતો. જોકે છાણીનો ગૌરવપથ અડધો બન્યા બાદ હવે ફૂટપાથ નાના કરી રોડ બનાવવાનું ગતકડું લવાયું છે. રૂ.21.40 કરોડના ગૌરવપથમાં છાણી જકાતનાકા સર્કલથી નર્મદા કેનાલ સુધી અને સપ્તપદી પાર્ટી પ્લોટ પાસે ફૂટપાથ અને સર્વિસ ટ્રેકનું કામ પૂર્ણ કરાયું છે. જેનું રૂ. 10.76 કરોડનું બિલ ચૂકવ્યું છે, હવે પરિપત્ર બાદ ફૂટપાથ અને સર્વિસ ટ્રેક નાના કરી રોડ બનાવવા વધુ રૂ.2.23 કરોડ

ખર્ચાશે. તેવો અંદાજ છે. સ્થાયી સમિતિમાં આ કામ મુકાયું છે. ભૂખીને રિ-રૂટ કરવાના કામમાં છાણી નર્મદા કેનાલથી જકાતનાકા સુધીનો 650 મીટર ગૌરવપથ તોડી પાલિકાના ખર્ચ ભોગવશે. ધારાસભ્ય યોગેશ પટેલે માંજલપુરમાં 10 ફૂટ પહોળા ફૂટપાથને નાના કરવા માટેની સૂચના આપી હતી શહેરના માંજલપુર રિલાયન્સ સર્કલથી તુલસીધામ તરફના રોડને ગૌરવપથ તરીકે વિકસાવવા માટે કામ હાથ પર લેવાયું હતું. પરંતુ રોડ અડધો બની ગયા બાદ ધારાસભ્ય યોગેશ પટેલે 10 ફૂટ મોટા ફૂટપાથ સામે વિરોધ દર્શાવી કામ રોકાવ્યું હતું. અંતે શહેરના તમામ

ફૂટપાથને 4 ફૂટના કરવાનું નક્કી કરવાનો પરિપત્ર કરાયો હતો. જેના કારણે માંજલપુર ગૌરવપથ માટે પણ 2 કરોડથી વધુનો ખર્ચ થયો હતો. વોર્ડ-11માં વરસાદી ગટરનું કામ માનીતાને અપાશે! 12 ટકા વધુ ભાવ ચૂકવાશે? શહેરના વોર્ડ નંબર 11માં આવેલા વડ ગાર્ડનથી પ્રમુખ બિહાર સોસાયટી સુધી નવી વરસાદી ગટર નાખવાની કામગીરીના ટેન્ડર બહાર પાડતા ગત ડિસેમ્બર મહિનામાં રૂ. 17.32 ટકા ઓછાનો ભાવ ભરાયો હતો. જો કે તે સમયે પાલિકાના પાંચ પદાધિકારીઓ પૈકી એક પદાધિકારીના માનિતાને કામગીરી મળે તે માટે સ્થાયી સમિતિ

પહેલા ભાજપ કાર્યાલયે મળતી સંકલનમાં 17.32 ટકાના ઓછા ભાવે કોન્ટ્રાક્ટર કેવી કામગીરી કરશે તેવા પ્રશ્નાર્થ ઉઠાવી કામને નામંજૂર કરાયું હતું અને રિટેન્ડર કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. 4 મહિના બાદ આ જ કામના ટેન્ડર ખોલવામાં આવ્યા છે. જે કામની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મોકલાઈ છે. આ કામ માટે મે. શ્રી હરિ કન્સ્ટ્રકશન કંપનીએ અંદાજ ભાવ કરતા 4.54 ટકા ઓછા રૂ. 3.60 કરોડમાં કામગીરી કરવા તૈયાર બતાવી છે. જોકે અગાઉના ટેન્ડર કરતા આ ભાવ 12 ટકા વધુ છે. જેથી માનિતાને

કોન્ટ્રાક્ટ અપાવી તેને 12 ટકા વધુ રકમનો ફાયદો થાય તે માટેના પ્રયત્નો કરાતા વિવાદ ઊભો થયો છે. આગામી થઈને બેઠકમાં આ કામ મુદ્દે વિવાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પાલિકાએ નાણાં વેડફવાનો ક્રમ સતત જાળવી રાખ્યો વાસુ પાર્ક છાણી સમા કેનાલથી છાણી મેઇન રોડ, છાણી નર્મદા કેનાલથી છાણી જકાતનાકા ગૌરવપથ, છાણી જકાતનાકાથી કલાસવા નાળા સુધી અને કલાસવા નાળાથી નિઝામપુરા સ્મશાન સુધી અંદાજિત 2.50 કિમી જેટલો રોડ તોડી નાખવામાં આવનાર છે. આ રોડ રૂ. 33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Related Post