'ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું': બ્રાહ્મણ પર વિવાદિત ટીપ્પણી કરી અનુરાગ કશ્યપે થૂંકેલું ચાટ્યું, 'બ્રાહ્મણ સમાજે મને ઘણું આપ્યું છે' કહી માફી માંગી

'ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું':બ્રાહ્મણ પર વિવાદિત ટીપ્પણી કરી અનુરાગ કશ્યપે થૂંકેલું ચાટ્યું, 'બ્રાહ્મણ સમાજે મને ઘણું આપ્યું છે' કહી માફી માંગી
Email :

બ્રાહ્મણો પર કરેલી વાંધાજનક ટિપ્પણીને કારણે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિવાદોમાં ઘેરાયેલા છે. તેમની વિરુદ્ધ ઇન્દોર, મુંબઈ, દિલ્હી અને જયપુર સહિત ઘણા શહેરોમાં ફરિયાદો નોંધાઈ છે. વિવાદ આગની માફક પ્રસરતા હવે ડિરેક્ટર-એક્ટરે થૂંકેલું ચાટ્યું છે અને સમગ્ર સમાજની માફી માંગી છે. અનુરાગ કશ્યપે આજે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'ગુસ્સામાં હું મારી મર્યાદા ભૂલી ગયો'. 'બ્રાહ્મણ સમાજે મને ઘણું આપ્યું છે' અનુરાગ કશ્યપે માફી માંગતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે- કોઈ એકને જવાબ આપવાના ચક્કરમાં હું મારી મર્યાદાનું ભાન ભૂલી ગયો અને સમગ્ર બ્રાહ્મણ

સમુદાય વિશે ખરાબ બોલાય ગયું. આ સમાજ, જેના ઘણા લોકો મારા જીવનનો ભાગ રહ્યા છે અને હજુ પણ સાથે છે અને ઘણું યોગદાન આપે છે. આજે તે બધા મારાથી દુઃખી છે. મારા પરિવારને મારાથી દુઃખ થયું છે. ઘણા બુદ્ધિજીવીઓનો હું આદર કરું છું તેઓ મારા ગુસ્સા અને મારી વાણીથી દુઃખી થયા છે. આ પ્રકારની કોમેન્ટ કરી હું પોતે જ વિષયથી ભટકી ગયો હતો. 'હું દિલથી માફી માંગુ છું' અનુરાગ કશ્યપે આગળ લખ્યું, 'હું આ સમાજની દિલથી માફી માંગુ છું જેમને હું આવું કહેવા માંગતો નહતો, પરંતુ કોઈની હલ્કી કોમેન્ટનો જવાબ આપતી વખતે

ગુસ્સામાં મારાથી લખાઈ ગયું. હું મારા બધા મિત્રો, મારા પરિવાર અને સમાજની મારી બોલવાની રીત અને અપશબ્દો માટે માફી માંગુ છું. હું તેના પર કામ કરીશ જેથી આવું ફરી ન થાય. હું મારા ગુસ્સા પર કામ કરીશ. જો મારે આ મુદ્દા વિશે વાત કરવી પડશે, તો હું યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીશ. મને આશા છે કે તમે મને માફ કરશો. અનુરાગ કશ્યપના નિવેદન બાદ બ્રાહ્મણ સમાજની મહાબેઠક અનુરાગ કશ્યપનું નિવેદન બહાર આવ્યા પછી, ચાણક્ય સેના, સર્વ બ્રાહ્મણ મહાસભા, બ્રાહ્મણ સેવા સંઘ, અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા, વિશ્વ બ્રાહ્મણ પરિષદ અને અખિલ ભારતીય બ્રાહ્મણ

સંઘ જેવા ઘણા સંગઠનોએ એક સાથે બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા સર્વ બ્રાહ્મણ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચાણક્ય સેનાના વડા પંડિત સુરેશ દ્વારા કરવામાં આવી હતી. સુરેશ મિશ્રાએ બેઠકમાં કહ્યું કે- અનુરાગ કશ્યપ જેવા લોકો, જેઓ બ્રાહ્મણો વિશે પાયાવિહોણી વાતો ફેલાવે છે અને સામાજિક અશાંતિને પ્રોત્સાહન આપે છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે- જે લોકો બ્રાહ્મણો વિરુદ્ધ વાત કરે છે તેમને જાહેરમાં શરમાવવા જોઈએ જેથી એક ઉદાહરણ સ્થાપિત થઈ શકે. તેમણે એવી પણ જાહેરાત કરી છે કે બ્રાહ્મણો પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અનુરાગ કશ્યપનું મોઢું

કાળુ કરનારને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. શું છે સમગ્ર મામલો? ફિલ્મ 'ફુલે' 11 એપ્રિલે રિલીઝ થવાની હતી, જોકે, જાતિવાદના આરોપો બાદ ફિલ્મને મુલતવી રાખવી પડી. સેન્સર બોર્ડે પણ ફિલ્મમાં ઘણા ફેરફારો કરવાનો આદેશ કર્યો હતો. ફિલ્મના રિલીઝમાં વિલંબ અને CBFC દ્વારા ફેરફારોના સૂચનની વાત અનુરાગ કશ્યપના ગળે ના ઉતરી એટલે તેમણે કેન્દ્ર સરકાર, બ્રાહ્મણ સમુદાય અને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પર કેટલીક પોસ્ટ શેર કરી હતી. આ પછી અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો. અનુરાગ પર નિશાન સાધતા એક યુઝરે કોમેન્ટ કરી હતી, જેના જવાબમાં અનુરાગ

કશ્યપે ખૂબ ખરાબ ભાષા સાથે ગાળો લખી સમગ્ર સમાજ પર કોમેન્ટ કરી હતી. મનોજ મુન્તાશીર પણ ગુસ્સે થયા અને અનુરાગ કશ્યપને ખુલ્લી ચેતવણી આપી. મનોજ મુન્તાશીરે તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું- જો આવક ઓછી હોય તો ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે અને જો જ્ઞાન ઓછું હોય તો શબ્દો પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અનુરાગ કશ્યપ, તમારી પાસે આવક ઓછી છે અને જ્ઞાન પણ ઓછું છે, તેથી બંને પર નિયંત્રણ રાખો. તમારા શરીરમાં એટલું પાણી નથી કે બ્રાહ્મણોના વારસાને એક ઇંચ પણ દૂષિત કરી શકો. છતાં, તમે આ

ઇચ્છા વ્યક્ત કરી હોવાથી, હું તમારા ઘરે કેટલાક ફોટોગ્રાફ્સ મોકલવા માંગુ છું. તમે નક્કી કરો કે તમે કયા બ્રાહ્મણો પર તમારા શરીરનું ગંદુ પાણી ફેંકવા માંગો છો. મનોજ મુન્તાશીરે પોતાના વીડિયોમાં આચાર્ય ચાણક્ય, ચંદ્રશેખર આઝાદ, પેશ્વા બાજીરાવ, ભગવાન પરશુરામ, રામકૃષ્ણ પરમહંસ, આદિગુરુ શંકરાચાર્ય, મંગલ પાંડે, અટલ બિહારી વાજપેયી, તાત્યા ટોપે જેવા બ્રાહ્મણોના નામ લીધા અને કહ્યું- તમારા જેવા હજારોની નફરતો શરૂ થશે અને પૂરી થશે, પરંતુ બ્રાહ્મણોની ભવ્ય પરંપરાનો અંત ક્યારેય નહીં આવે. હું, એક બ્રાહ્મણ તમને ચેલેન્જ કરું છું કે, આ વીડિયો પર ટિપ્પણી કરી મારા આપેલા 21 નામોમાંથી કોઈપણ

એક નામ પસંદ કરી કહી દો. ફોટો મોકલવાનું કામ મારું છે. અને જો તમારામાં તમારા શબ્દો પર ટકી રહેવાની તાકાત નથી, તો ભાઈસાહેબ, એક મહાન માણસે કહ્યું છે કે- દુનિયામાં રહેવા માટે ઘણી સારી જગ્યાઓ છે, પરંતુ રહેવા માટે શ્રેષ્ઠ જગ્યા એ છે કે તમારી મર્યાદામાં રહો. મનોજ મુન્તાશીરે આગળ કહ્યું કે- બ્રાહ્મણો કદાચ તમારી ઘૃણાસ્પદ વિચારસરણી માટે દયાથી તમને માફ કરી દેશે, પરંતુ હિન્દુ સમાજ તમારા જેવા ગુનેગારોને, સનાતનના દેશદ્રોહીઓને, દેશને વિભાજીત કરનારાઓને અને તેની એકતાને ભંગ કરનારાઓને ક્યારેય માફ નહીં કરે. 'ફુલે' ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી પ્રતિક

ગાંધી અને પત્રલેખાની ફિલ્મ 'ફુલે' વિવાદોમાં ઘેરાયેલી છે. સમાજ સુધારક જોડી જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત આ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મમાંથી ઘણા શબ્દો કાઢી નખાયા ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ઘણા ફેરફારો કરવા કહ્યું હતું. ફિલ્મમાંથી 'માંગ', 'મહર', 'પેશવાઈ' જેવા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત, '3000 વર્ષ જૂની ગુલામી' સંવાદને 'ઘણા વર્ષો જૂની ગુલામી'માં બદલી નાખવામાં આવ્યો. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Related Post