નીલ નીતિન મુકેશના ગુસ્સાથી ફફડી ઊઠી અનુષ્કા સેન!: એક્ટર નજીક આવતાં બે ડગલાં પાછળ હટી ગઈ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ

નીલ નીતિન મુકેશના ગુસ્સાથી ફફડી ઊઠી અનુષ્કા સેન!:એક્ટર નજીક આવતાં બે ડગલાં પાછળ હટી ગઈ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
Email :

નીલ નીતિન મુકેશ ટૂંક સમયમાં જેકલીન ફર્નાન્ડીઝ સાથે વેબ સિરીઝ 'હૈ જુનૂન'માં જોવા મળશે. આ સિરીઝનો પ્રીમિયર મંગળવારે યોજાયો હતો, જેને મ્યુઝિકલ નાઇટ નામ આપવામાં આવ્યું છે. ફિલ્મના કાસ્ટિંગ સાથે-સાથે એક્ટ્રેસ અનુષ્કા સેને પણ આ પ્રીમિયરમાં હાજરી આપી હતી. જોકે, આ ઘટના ચર્ચાનો વિષય એટલા માટે બની કારણ કે એક વીડિયોમાં નીત નીતિન મુકેશ અનુષ્કા સેનને ઠપકો આપતા જોવા મળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અનુષ્કા સેન નીલ નીતિન મુકેશ પાસેથી પસાર થઈને બીજા

સેક્શનમાં જતી જોવા મળે છે. આ દરમિયાન નીલ તેને આંગળી ચીંધી કંઈક કહે છે અને તે પાછળ-પાછળ જતી દેખા રહી છે. વીડિયોમાં એક્ટરનો ગુસ્સો નજરે પડી રહ્યો છે. સામે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે- ડરી ગયેલી અનુષ્કા ના કહી માથું ધૂણાવી રહી છે. નીલના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું છે કે તે ગુસ્સામાં તેને સતત ઠપકો આપી રહ્યો છે. અનુષ્કા આ ઇવેન્ટમાં રેડ બોડીકોન અને હાઈ બન (એક પ્રકારની હેરસ્ટાઈલ છે)માં પહોંચી હતી. અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ

એકાઉન્ટ પરથી આ ઇવેન્ટની ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તે નીલ સાથે પોઝ આપતી પણ જોવા મળે છે. તેમની સાથે જેકલીન ફર્નાન્ડીઝ, બોમન ઈરાની, સિદ્ધાર્થ નિગમ પણ હાજર હતા. 'હૈ જુનૂન' સિરીઝ વિશે વાત કરીએ તો, તે 16 મેના રોજ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સિરીઝમાં નીલ નીતિન મુકેશ, જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સુમેધ મુદગલકર, સિદ્ધાર્થ નિગમ, યુક્તિ થરીજા અને બોમન ઈરાની પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.

Leave a Reply

Related Post