સલમાન ખાન ફરી એકવાર મોટા પપ્પા બનશે!: 57 વર્ષના અરબાઝ ખાનની બીજી પત્ની પ્રેગ્નન્ટ, બેબી બમ્પને છૂપાવવા ઢીલા કપડાં પહેર્યા; વીડિયો વાઈરલ

સલમાન ખાન ફરી એકવાર મોટા પપ્પા બનશે!:57 વર્ષના અરબાઝ ખાનની બીજી પત્ની પ્રેગ્નન્ટ, બેબી બમ્પને છૂપાવવા ઢીલા કપડાં પહેર્યા; વીડિયો વાઈરલ
Email :

બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાન 57 વર્ષે પિતા બની શકે છે. હાલ સમાચાર આવી રહ્યા છે કે શૂરા (અરબાઝ ખાનની પત્ની) પ્રેગ્નન્ટ છે. થોડા સમય પહેલા આ કપલ એક ગાયનેક ક્લિનિકની બહાર જોવા મળ્યું હતું, ત્યારથી ચર્ચામાં છે. હાલ ફરી એક વીડિયો સામે આવતા લોકો ફરી મુદા પર કોમેન્ટ કરી રહ્યા છે. પાપારાઝી માનવ મંગલાનીએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ કપલનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં, અરબાઝ ખાન

સીડીઓ પરથી નીચે ઉતરતો અને તેની પત્ની શૂરાને કારમાં બેસાડતો અને તેને કાળજી રાખતો જોવા મળ્યો. બીજી તરફ, પાપારાઝી માનવ મંગલાનીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, અરબાઝ ખાન મુંબઈમાં લંચ પછી તેની પ્રેગ્નન્ટ પત્નીને કારમાં બેસાડી રહ્યો છે. બીજી તરફ, શૂરા ખાન, જે સામાન્ય રીતે ફિટિંગવાળા કપડાં પહેરે છે, તે પણ એક લૂઝ કો-ઓર્ડર સેટમાં જોવા મળે છે, જેને જોઈને લોકોએ અનુમાન લગાવ્યું છે કે તે તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી

છે. સલમાન ખાનને નિર્વાણ, અરહાન અને યોહાન એમ ત્રણ ભત્રીજાઓ છે. જેમાં નિર્વાણ અને યોહાન સોહેલ ખાન અને સીમાના પુત્ર છે, જ્યારે અરહાન એ અરબાઝ અને મલાઇકાનો પુત્ર છે. હવે અરબાઝ ખાનની બીજી પત્નીએ ખુશખબરી આપતાં તે ચોથી વખત મોટા પપ્પા બનશે. ​​​​ રવિવારે મુંબઈમાં એક લંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરબાઝ ખાન પત્ની શૂરા સાથે, બોબી દેઓલ પત્ની તાન્યા સાથે અને આમિર ખાન પુત્ર આઝાદ અને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પહોંચ્યા

હતા. અરબાઝ-શુરા ક્લિનિકની બહાર જોવા મળ્યા થોડા સમય પહેલા, અરબાઝ ખાન તેની પત્ની શૂરા સાથે એક ગાયનેક ક્લિનિકની બહાર જોવા મળ્યો હતો. દંપતીની નજર પાપારાઝી પર પડતાં જ તેઓ અચકાયા. શૂરા બોલિવૂડની એક પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ છે અને તે અરબાઝ ખાનને ફિલ્મ પટના શુક્લાના સેટ પર મળી હતી. લગભગ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, અરબાઝ અને શૂરાએ પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. અરબાઝના 17 વર્ષના લગ્નજીવનનો

અંત આવ્યો ઓગસ્ટ, 1967માં ઈન્દોરમાં જન્મેલા અરબાઝ સલીમ અબ્દુલ રાશિદ ખાને 1996માં ફિલ્મ 'દરાર'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, અરબાઝને મોટાભાઈ સલમાન જેવી સફળતા મળી નહીં. અરબાઝે 2012માં ફિલ્મ 'દબંગ 2' ડિરેક્ટ કરી હતી. અરબાઝે તેલુગુ, મલયાલમ, ઉર્દૂ ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે. અરબાઝ પ્રોફેશનલ લાઇફને બદલે અંગત જીવનને કારણે ચર્ચામાં રહેતો હોય છે. અરબાઝે મોડલ મલાઇકા અરોરા સાથે 1998માં લગ્ન કર્યાં હતાં. બંને બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક હતા. જોકે, 2017માં બંનેએ ડિવોર્સ લઈ લીધા.

બંનેને દીકરો અરહાન છે. દીકરાની કસ્ટડી મલાઇકાને મળી છે. અરહાન હાલ 22 વર્ષનો છે. સટ્ટાને કારણે સંબંધો તૂટ્યા? 2018માં અરબાઝ ખાને સ્વીકાર્યું હતું કે, તે છેલ્લાં છ વર્ષથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સટ્ટો રમે છે અને તેણે 3 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. અરબાઝે સ્વીકાર્યું હતું કે, તેના સંબંધો બુકી સોનુ સાથે પણ હતા. ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં અરબાઝે આ ખુલાસાઓ કર્યા હતા. અરબાઝની સટ્ટા રમવાની આદતને કારણે મલાઇકાએ ડિવોર્સ આપ્યા હોવાની ચર્ચા તે સમયે થતી હતી.

Leave a Reply

Related Post