59 વર્ષે અરબાઝ બીજી વાર પિતા બનશે!: પત્ની શૂરા ખાન પ્રેગ્નેન્ટ હોવાની અટકળો તેજ; કપલ એકબીજાનો હથ પકડી ક્લિનિક પર જતું જોવા મળ્યું

59 વર્ષે અરબાઝ બીજી વાર પિતા બનશે!:પત્ની શૂરા ખાન પ્રેગ્નેન્ટ હોવાની અટકળો તેજ; કપલ એકબીજાનો હથ પકડી ક્લિનિક પર જતું જોવા મળ્યું
Email :

એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાન સમાચારમાં છે. બંને વિશે એક સમાચાર આવી રહ્યા છે કે આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનું છે. શૂરા ખાન પ્રેગ્નેન્ટ છે! અરબાઝ અને શૂરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં, અરબાઝ શૂરાનો હાથ પકડીને તેને ક્લિનિક લઈ જતો જોવા મળે છે. આ દરમિયાન, શૂરાનું ધ્યાન કેમેરા પર પડે છે. જ્યારે તે અરબાઝને કહે છે કે કોઈ તેમને રેકોર્ડ કરી રહ્યું છે, ત્યારે અરબાઝ તરત જ શૂરા આડે આવે છે. વીડિયો જોયા પછી, લોકો

કહી રહ્યા છે કે અરબાઝ શૂરાનો બેબી બમ્પ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 'શૂરા જે ક્લિનિકમાં ગઈ હતી તે મેટરનિટી ક્લિનિક નહોતું' એક તરફ, શૂરા ખાનની પ્રેગ્નેન્સીના સમાચાર બહાર આવી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે શૂરા પ્રેગ્નેન્ટ નથી. લોકો કહે છે કે શૂરા જે ક્લિનિકમાં ગઈ હતી તે મેટરનિટી ક્લિનિક નહોતું પણ મહિલા ફાઇબ્રોઇડ ક્લિનિક હતું. જ્યારે અરબાઝ અને શૂરા ડૉ. સિન્હાના ક્લિનિકની બહાર જોવા મળ્યા, ત્યારે લોકોએ તેની પ્રેગ્નેન્સીના સમાચારને માત્ર અફવા ગણાવી. અરબાઝ-શૂરાના લગ્ન 2023 માં થયા હતા.

નોંધનીય છે કે, અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના પ્રેમ લગ્ન 12 ડિસેમ્બર, 1998 ના રોજ થયા હતા. 19 વર્ષના લગ્નજીવન પછી 2017 માં આ દંપતીના છૂટાછેડા થયા. આ પછી, 57 વર્ષીય અરબાઝ ખાને 24 ડિસેમ્બર 2023 ના રોજ 32 વર્ષીય શૂરા ખાન સાથે લગ્ન કર્યા. શૂરા બોલિવૂડની એક પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ છે અને તે અરબાઝ ખાનને ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર મળી હતી. લગભગ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, અરબાઝ અને શૂરાએ પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા.

Leave a Reply

Related Post