પોસ્ટના દમ પર પૈસાની ઉઘરાણી: એક જ અઠવાડિયામાં લાંચ લેતા પોલીસથી લઈ નાયબ કલેક્ટર સુધીના અધિકારીઓની ધરપકડ, કામ કરાવવા 50 હજારથી 2 લાખ સુધીની માંગ

પોસ્ટના દમ પર પૈસાની ઉઘરાણી:એક જ અઠવાડિયામાં લાંચ લેતા પોલીસથી લઈ નાયબ કલેક્ટર સુધીના અધિકારીઓની ધરપકડ, કામ કરાવવા 50 હજારથી 2 લાખ સુધીની માંગ
Email :

રાજ્યમાં લાંચિયા કર્મીઓનો રાફડો ફાટ્યો હોય એમ એક જ અઠવાડિયામાં એક-બે નહીં ચાર ચાર અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. પોતાની પોસ્ટના દમ પર પૈસાની ઉઘરાણી કરતા પોલીસથી લઈ નાયબ કલેક્ટર સુધીના અધિકારીઓની ACBએ ધરપકડ કરી છે. જેમણે કામ કરાવવા 50 હજારથી 2 લાખ સુધીની માંગ હતી. ગઇકાલે મોડી રાત્રે ગાંધીનગરના સેકટર - 7 પોલીસ મથકનો એ.એસ.આઈ ઝડપાયો છે. તો બે દિવસ અગાઉ બનાસકાંઠા નાયબ કલેક્ટર સહિત બે અધિકારી અને જૂનાગઢમાં માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે પાંચેક દિવસ અગાઉ AMCનો ફાયર ઓફિસર

પણ 65,000ની લાંચ લેતા ઝડપાયો હતો. તો આવો ચારેય કિસ્સાઓને વિસ્તારથી જાણીએ.. તારીખ; 26/02/2025 ફરિયાદીને હેરાન ન કરવા ASIએ બે લાખની લાંચ માગી ગાંધીનગરના સેકટર - 7 પોલીસ મથકનો આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અશોક બેચરભાઇ ચૌધરી બે લાખની લાંચ લેતા ઝડપાયો છે. એએસઆઇ અશોક ચૌધરી નાણાકીય લેતી દેતી અંગેની ગેરરીતીની અરજીની તપાસ કરી રહ્યો હતો. આ તપાસના કામે ફરિયાદીને હેરાનગતી નહી કરવા અને ગુનો દાખલ નહી કરવાના અવેજ પેટે એ.એસ.આઈ અશોક ચૌધરીએ બે લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી એસીબીમાં ફરીયાદ કરી હતી. રાજકોટ

ACBની ટ્રેપમાં ફસાયો જે અનુસંધાને એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામકનાં સુપર વિઝન હેઠળ પીઆઈ આર.એન.વિરાણીએ અડાલજ કન્ટેનર બ્રિજ પાસે અતીથી ધાબા પાસે સર્વીસ રોડ ઉપર લાંચ નું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન એ.એસ.આઈ અશોક ચૌધરીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ફરિયાદી પાસેથી સ્વીકારી હતી. અને એજ ઘડીએ એસીબી ની ટીમે લાંચીયા એ.એસ.આઈ અશોકને રંગેહાથ ઝડપી લીધો હતો. તારીખ; 25/02/2025 મકાનની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા નાયબ કલેક્ટરે ₹3 લાખ લીધા બે દિવસ અગાઉ તારીખ 25/02/2025ના રોજ પાલનપુરની જિલ્લા સેવા સદન-2માં આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા

બે અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.આ કેસમાં ફરિયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વિના બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યા હતા. આ મકાનોની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અને ઝડપથી ચલણ આપવા માટે અધિકારીઓએ લાંચની માગણી કરી હતી. આરોપી અંકિતાબેનના કહેવાથી આરોપી ઇમરાનખાન નાગોરીએ એક મકાન દીઠ રૂ. 1.50 લાખ લેખે બે મકાનના કુલ રૂ. 3 લાખની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને ACBનો સંપર્ક કર્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો... તારીખ; 25/02/2025 બાંધકામ માટે અભિપ્રાય આપવા અધિક મદદનીશ ઈજનેરે 18 હજારની લાંચ માગી જ્યારે

બે દિવસ અગાઉ તારીખ 25/02/2025ના રોજ જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેરને પણ ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ફરિયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાંધકામ-નિયંત્રણ રેખા અંગેની માહિતીના પત્રની ખરાઈ કરવાની હતી. આ માટે અભિપ્રાય આપવા આરોપી આરોપી મીલન ગીરીશભાઈ ભરખડાએ શરૂઆતમાં 20 હજાર રૂપિયાની માગણી કરી હતી. રકઝક બાદ બે હજાર ઓછા કરીને 18 હજાર રૂપિયામાં વાત નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો... તારીખ; 22/02/2025 AMCના ફાયર ઓફિસરે NOCની

ફાઈલો પાસ કરવા 80 હજારની લાંચ માગી પાંચેક દિવસ અગાઉ તારીખ 22/02/2025ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતાં ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBને ફરિયાદ મળી હતી કે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર NOCની ફાઈલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી. એમાંથી રૂપિયા 15,000 જે-તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા, જોકે ACBએ છટકું ગોઠવીને બાકીની લાંચના રૂપિયા લેતા ઇનાયત શેખને ઝડપી પાડ્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો...

Related Post