હજારો લોકોની હાજરીમાં મહંત પર હુમલો, VIDEO: નખત્રાણામાં સમૂહલગ્નના સ્ટેજ પર ચડી સાત શખસે ફડાકા ઝીંક્યા, એક વર્ષ પહેલાં પણ માથાકૂટ થઈ હતી

હજારો લોકોની હાજરીમાં મહંત પર હુમલો, VIDEO:નખત્રાણામાં સમૂહલગ્નના સ્ટેજ પર ચડી સાત શખસે ફડાકા ઝીંક્યા, એક વર્ષ પહેલાં પણ માથાકૂટ થઈ હતી
Email :

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ ગરવા સમાજના 18મા સમૂહલગ્નમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમૂહલગ્નમાં આમંત્રિત કુકમા આશ્રમના મહંત પર જાહેરમાં જીવલેણ હુમલો થયો છે. એ અંગે વકીલ સહિત સાત લોકો સામે મહંતે ફરિયાદ આપતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હજારો લોકોની હાજરીમાં હુમલો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે નખત્રાણાના નાગલપર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું, જ્યાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગિરિ મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન

મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણિક ગરવાએ હજારો લોકોની હાજરીમાં મહંત પર હીચકારો હુમલો કરતાં સનસનાટી મચી જવા પામી હતી. ચાર દિવસ અગાઉ રજૂઆત પણ કરાઈ હતી આ સમૂહલગ્નમાં વિઘ્ન ઊભું કરવા આરોપીઓએ અગાઉ વ્હોટસએપ ગ્રુપોમાં ભડકાઉ લખાણ લખીને સમૂહલગ્નમાં આવનારા મહેમાનોનું અપમાન અને ઝઘડો કરવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત સમાજના હોદ્દેદારોએ ચાર દિવસ અગાઉ જ પશ્ચિમ કચ્છ એસ.પી. તેમજ નખત્રાણના પોલીસ અધિકારીઓને કરી હતી. એને લઇને પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવાયો હતો છતાં પણ આરોપીએ મહંત પર હુમલો કર્યો હતો. આ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ આ અંગે મહંતે

હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણિક ગરવા તથા તેના સાગરીત વિશાલ રવિલાલ ગરવા (રહે. મિરજાપર, ભુજ), દીપક તુલસી ગરવા (રહે. અંગિયા, નખત્રાણા), પ્રકાશ દેવજી ગરવા (રહે. મથલ, નખત્રાણા), ભદ્રેશ ભવાનભાઈ ગરવા (રહે. માધાપર, ભુજ), ધવલ હિરાભાઈ દવે (રહે. નખત્રાણા) અને ભરત પુંજાભાઈ ગરવા (રહે. નખત્રાણા) સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વર્ષ અગાઉ પણ મહંતે ફરિયાદ આપી હતી મહંતે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, એકાદ વર્ષ અગાઉ રમણિકે તેમના આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરેલી અને એ અન્વયે તેની સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Related Post