'કાશ્મીર આપણું છે અને આપણું જ રહેશે': આતંકી હુમલા બાદ પહેલગામ પહોંચ્યો અતુલ કુલકર્ણી, ખાલીખમ ફલાઈટની તસવીર શેર કરી કહ્યુ- આવવું જરૂરી છે

'કાશ્મીર આપણું છે અને આપણું જ રહેશે':આતંકી હુમલા બાદ પહેલગામ પહોંચ્યો અતુલ કુલકર્ણી, ખાલીખમ ફલાઈટની તસવીર શેર કરી કહ્યુ- આવવું જરૂરી છે
Email :

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ઘેરા આઘાતમાં મૂકી દીધો છે. 22 એપ્રિલના રોજ બૈસરન ખીણમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 27 પ્રવાસીઓની હત્યા કરી હતી. ત્યારથી ખીણમાં પ્રવાસીઓની ચહલપહલ એકદમ મૌન થઈ ગઈ છે. એક્ટર અતુલ કુલકર્ણીએ પહેલગામની મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે તેણે કહ્યુ કે- 90 ટકા પ્રવાસી બુકિંગ

રદ થવાના સમાચારથી દુ:ખ થાય છે. અતુલ કુલકર્ણીએ મુંબઈથી ઘટનાની ચર્ચા કરવાને બદલે, સમર્થનનો સંદેશ આપવા માટે વ્યક્તિગત રીતે કાશ્મીર જવાનું નક્કી કર્યું. 'આવવું જરૂરી છે' અતુલ કુલકર્ણીએ કહ્યું કે- 22મી તારીખે જે બન્યું તે ખૂબ જ દુઃખદ ઘટના હતી; આવું ન થવું જોઈતું હતું. આખો દેશ ખૂબ જ દુઃખી છે. જ્યારે મેં તેના વિશે વાંચ્યું, ત્યારે હું

વિચારતો હતો કે, દર વખતે જ્યારે આવું કંઈક થાય છે, ત્યારે આપણે શું કરીએ? આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ, મિત્રો સાથે વાત કરીએ છીએ, કંઈક લખીએ છીએ, પણ પછી મેં વિચાર્યું, હું ખરેખર શું કરી શકું? આગળ કહ્યું કે- પછી મને યાદ આવ્યું કે 90 ટકા લોકોએ બુકિંગ રદ કરાવ્યા છે. તો મને આશ્ચર્ય થાય છે

કે આવું કરીને તેઓ (આતંકીઓ) શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેઓ મૂળભૂત રીતે કહી રહ્યા છે કે, કાશ્મીર ન આવો. તો આપણે તેનો જવાબ ચોક્કસથી આપવો જોઈએ કે- દેશ આતંકવાદી હુમલાથી ડરવાનો નથી, કાશ્મીર આપણું છે અને આપણું જ રહેશે. સાથે જ અતુલ કુલકર્ણીએ તેની દરેક તસવીરો સાથે લખ્યું કે-'આવવું જરૂરી છે'. અતુલ કુલકર્ણીએ કાશ્મીર

પહોંચ્યા બાદ ત્યાંની વર્તમાન સ્થિતિની ઝલક બતાવી. અતુલના ફોટો અને વીડિયોમાં જોવા મળે છે કે કાશ્મીરના સ્થાનિક લોકો આ આતંકી હુમલાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને હાથમાં પ્લેકાર્ડ લઈને માર્ચ કરી રહ્યા છે. હવે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને ભારે પ્રમાણમાં સેનાને તૈનાત કરવામાં આવી છે. અહીં સરકાર પણ સુરક્ષાને લઈને કડક પગલાં લઈ

રહી છે. અતુલ કુલકર્ણીની મુંબઈથી શ્રીનગરની સફર સાથે જ અતુલ કુલકર્ણીએ ઇન્સ્ટાગ્રામ પર મુંબઈથી શ્રીનગરની સફરની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેમાં તેણે ખાલીખમ ફ્લાઇટનો ફોટો બતાવ્યો હતો. ઉપરાંત ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફલાઈટ ટિકિટ અને પહેલગામમાં ફરવાનો આનંદ માણતા ફોટો પોસ્ટ કર્યા હતા. દરેક સ્ટોરીમાં તેણે 'ચાલો કાશ્મીર જઈએ' અને 'આવવું જરૂરી છે' ટેગ લાઈનનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Related Post