અહીં ઓક્શન થાય છે અને ક્રિકેટરોની બોલી લાગે છે: વડોદરામાં ગલી ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટનો ક્રેઝ વધ્યો, 50થી વધુ સ્થળોએ આયોજન, RPLમાં DRSના નિયમથી ડિસિઝન અપાય છે

અહીં ઓક્શન થાય છે અને ક્રિકેટરોની બોલી લાગે છે:વડોદરામાં ગલી ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટનો ક્રેઝ વધ્યો, 50થી વધુ સ્થળોએ આયોજન, RPLમાં DRSના નિયમથી ડિસિઝન અપાય છે
Email :

વડોદરા શહેરમાં હાલ ગલી ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. ઉનાળું વેકેશનમાં શહેરની વિવિધ સોસાયટીઓ અને પોળોમાં આવી ટુર્નામેન્ટનો થઇ રહી છે. જો કે, વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી રાજસ્થંભ સોસાયટીમાં અનોખી ટુર્નામેન્ટ થઈ રહી છે. રાજસ્થંભ પ્રિમિયર લીગ (RPL)માં ઓક્શનથી ક્રિકેટરોની ખરીદી કરવામાં આવે છે અને ત્યારબાદ IPLની જેમ RPLમાં પણ DRSના નિયમ સાથે ક્રિકેટ રમવામાં આવે છે. જ્યાં ટીમ DRSનો ઉપયોગ કરે તો થર્ડ અમ્પાયર ડિસીઝન આપે છે. આ ઉપરાંત અહીં ઓક્શન થાય છે અને ક્રિકેટરોની બોલી લાગે છે. ઓક્શન કરીને ફ્રેન્ચાઇઝી ક્રિકેટરોની ખરીદી કરે છે વડોદરા

શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી રાજસ્થંભ સોસાયટીમાં ચાલી રહેલી RPLનું છેલ્લા 3 વર્ષથી આયોજન કરવામાં આવે છે. જેમાં સોસાયટીના યુવાનો ક્રિકેટ રમે છે. જો કે, આ લીગની ખાસીયત એ છે કે, અહીં ઓક્શન કરીને ફ્રેન્ચાઇઝી ક્રિકેટરોની ખરીદી કરે છે. દરેક ફ્રેન્ચાઇઝી પાસે ક્રિકેટરો ખરીદવા માટે 2-2 હજાર રૂપિયા હોય છે. એમાંથી તેઓ ક્રિકેટર ખરીદે છે અને 5 ટીમો તૈયાર કરવામાં આવી છે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચ અપાય છે ક્રિકેટરની બેઝ પ્રાઈઝ 40 રૂપિયાથી શરૂ થાય છે. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ એક ક્રિકેટર માટે 600 રૂપિયા સુધી બોલી લાગી હતી. એક

ટીમમાં 10 ખેલાડીઓ હોય છે. જો કે, આ લીગનો હેતુ કોર્મશિયલ નથી, અહીં માત્ર એન્જોયમેન્ટ માટે યુવાનો ક્રિકેટ રમે છે. અહીં રોજેરોજ મેચ બાદ મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ આપવામાં આવે છે અને ફાઇનલ મેચ જીતનાર ટીમને RPLની ટ્રોફી એનાયત કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી રાજસ્થંભ પ્રિમિયર લીગનું આયોજન રાજસ્થંભ પરિવારના સભ્ય જયેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, અમે રાજસ્થંભ સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી રાજસ્થંભ પ્રિમિયર લીગનું આયોજન કરીએ છીએ. એની પાછળનો અમારો હેતુ એ છે કે, સંગઠન મજબૂત બને અને ખેલદિલીની ભાવના પણ યુવાઓમાં જાગૃત થાય. આ ટુર્નામેન્ટમાં 5 ટીમો રમે છે

અને 12 દિવસમાં 22 મેચો રમાડવામાં આવશે. IPLની જેમ જ DRS સહિતના નિયમો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, IPLની જેમ જ અમે DRS સહિતના નિયમો રાખ્યા છે. બોલિંગ અને બેટીંગ બંનેમાં 2-2 DRSનો નિયમ અમે લાગુ કર્યો છે. જેથી કરીને સચોટ રિઝલ્ટ મળે. અહીં પ્લાસ્ટિક બોલથી ક્રિકેટ રમાય છે. જો કે, આસપાસની સોસાયટીના લોકો અહીં મેચ જોવા માટે આવે છે. અમે હળીમળીને સારું આયોજન કરીએ છીએ ક્રિકેટર મોહિત પટેલે જણાવ્યું હતું કે, હું રાજસ્થંભ સોસાયટીમાં રહું છું. RPL માટે અમે બે મહિના અગાઉથી પ્રેક્ટિસ શરૂ કરી દઇએ છીએ. ત્યારબાદ ખેલાડીઓનું ઓક્શન થયું હતું

અને 5 ટીમો તૈયાર થયા પછી ટુર્નામન્ટ શરૂ થઈ છે. અમે હળીમળીને સારું આયોજન કરીએ છીએ અને એન્જોયમેન્ટ માટે રમીએ છીએ. હાલ વેકેશન ચાલતુ હોવાથી બાળકો અને મહિલાઓ તમામ લોકો મેચ જોવા માટે આવે છે અને અમારા ઉત્સાહમાં વધારો કરે છે. 50થી વધુ સોસાયટીઓ અને પોળોમાં ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ ચાલે છે ઉલ્લેખનીય છે કે, હાલ ક્રિકેટ ગ્રાઉન્ડના ભાડા પણ ખૂબ વધી ગયા છે અને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવી હોય તો લાખ્ખો રૂપિયાનો ખર્ચ થાય છે. જેથી આ પ્રકારના ખર્ચથી બચવા માટે પણ હવે ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. આ વર્ષે 50થી

વધુ સોસાયટીઓ અને પોળોમાં ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ ચાલી રહી છે. જ્યાં પૈસા અને સમય બંનેની બચત થાય છે અને સોસાયટી અને પોળના યુવાનો પોતાના ઘર પાસે જ રમી શકે છે. પઠાણ અને પંડ્યા બ્રધર્સ પણ ગલી ક્રિકેટ રમતા હતા વડોદરાના ક્રિકેટર પઠાણ બ્રધર્સ અને પંડ્યા બ્રધર્સ પણ વડોદરાની ગલીઓમાં ક્રિકેટ રમતા હતા અને ત્યાંથી જ રણજી ટ્રોફી અને ત્યારબાદ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. વડોદરાએ ક્રિકેટ ઇતિહાસમાં અનેક ક્રિકેટરો આપ્યા છે અને વડોદરાને ક્રિકેટરોની ખાણ પણ કહેવાય છે. હાલ રાજસ્થંભ સોસાયટીના યુવાનો પણ ગલી ક્રિકેટ રમીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Related Post