ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મેચ વરસાદને કારણે રદ: બંને ગ્રૂપ-Bમાં ટોચ પર, જો બાકીની એક-એક મેચ જીતે તો સેમિફાઈનલ કન્ફર્મ થઈ જશે

ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મેચ વરસાદને કારણે રદ:બંને ગ્રૂપ-Bમાં ટોચ પર, જો બાકીની એક-એક મેચ જીતે તો સેમિફાઈનલ કન્ફર્મ થઈ જશે
Email :

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. મંગળવારે રાવલપિંડી સ્ટેડિયમમાં દિવસભર સમયાંતરે વરસાદ પડ્યો. આવી સ્થિતિમાં મેચ રદ કરવાનો

નિર્ણય લેવામાં આવ્યો છે. બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો છે. ગ્રૂપ-Bના પોઇન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા નંબર 1 અને સાઉથ આફ્રિકા નંબર 2 પર છે. બન્નેના 3-3 પોઇન્ટ્સ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં બંને પહેલી વાર એકબીજાનો સામનો કરવાના હતા. બંનેએ એક-એક મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું જ્યારે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. રાવલપિંડી સ્ટેડિયમના 3 ફોટોઝ...

Related Post