વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત: ગ્રીનનું કમબેક, કોન્સ્ટાસ પણ ટીમમાં સામેલ; લોર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામે ફાઈનલ રમાશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત:ગ્રીનનું કમબેક, કોન્સ્ટાસ પણ ટીમમાં સામેલ; લોર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામે ફાઈનલ રમાશે
Email :

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત કરી છે. ટીમ 11 થી 15 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના લોર્ડ્સના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ફાઇનલ રમશે. ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ટીમમાં પરત ફર્યો છે. ગ્રીને છેલ્લે માર્ચ 2024માં પીઠની ઈજાનો ભોગ બનતા પહેલા ટેસ્ટ રમી હતી. ઝડપી બોલર પેટ કમિન્સ 15 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયન ટીમ WTCના ત્રીજા ફાઈનલમાં પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવા ઉતરશે. સેમ કોન્સ્ટાસ અને જોશ હેઝલવુડને પણ સ્થાન મળ્યું બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત સામે ડેબ્યૂ કરનાર યુવા સેમ કોન્સ્ટાસને પણ ફાઈનલ ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત,

બ્રેન્ડન ડોગેટને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. શેફિલ્ડ શીલ્ડ ફાઇનલમાં બ્રેન્ડન પ્લેયર ઓફ ધ મેચ હતો. કમિન્સ-હેઝલવુડે IPLમાંથી વાપસી કરી ​​​​​​​કેપ્ટન પેટ કમિન્સ અને સાથી ઝડપી બોલર જોશ હેઝલવુડ પણ ટેસ્ટ ટીમમાં પાછા ફર્યા છે. બંને ખેલાડીઓ ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી ચૂકી ગયા હતા અને બાદમાં IPL 2025માં પાછા ફર્યા હતા. જોકે, હેઝલવુડ ખભાની ઈજાને કારણે તેની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે છેલ્લી મેચ રમી શક્યો ન હતો. બાદમાં ભારત-પાકિસ્તાન તણાવને કારણે લીગ સ્થગિત કરવામાં આવી હતી. હવે તેના માટે આગામી મેચમાં રમવું મુશ્કેલ છે. WTC અને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ

માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, જોશ ઇંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર, જોશ હેઝલવુડ, મેટ કુહનેમેન, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ. ટ્રાવેલિંગ રિઝર્વ- બ્રેન્ડન ડોગેટ. વેસ્ટ ઇન્ડીઝ સામે પણ આ જ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પછી ઓસ્ટ્રેલિયન ટીમને વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે, જેના માટે તેમની પાસે સમાન ટીમ હશે. ઓસ્ટ્રેલિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 25 જૂનથી શરૂ થશે જેમાં પહેલા ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ પછી, બંને ટીમ વચ્ચે 5 T20 મેચની સિરીઝ પણ રમાશે.

Leave a Reply

Related Post