ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી યુવકનું રહસ્યમય મોત: હળવદના 29 વર્ષીય યુવકની ગુમ થયાના 6 દિવસ બાદ લાશ મળી, પરિવારના મૃતદેહ વતન લાવવા પ્રયત્ન શરૂ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી યુવકનું રહસ્યમય મોત:હળવદના 29 વર્ષીય યુવકની ગુમ થયાના 6 દિવસ બાદ લાશ મળી, પરિવારના મૃતદેહ વતન લાવવા પ્રયત્ન શરૂ
Email :

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા હળવદના મેરૂપર ગામના 29 વર્ષીય યુવક જયદીપસિંહ ડોડીયાનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો છે. જયદીપસિંહ છેલ્લા સાત વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ત્યાં નોકરી કરતો હતો. 1 જૂનની રાત્રે તે નોકરી પર ગયા બાદ પરત ન ફરતા, તેમની પત્નીએ 2 જૂનના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 6 જૂનના રોજ તેમના રહેઠાણની નજીકની નદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. 10 જૂને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે. જે બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. મૃતકના પરિવારજનોએ મૃતદેહને વતન લાવવા માટે ભારતીય દૂતાવાસ તેમજ રાજ્ય અને કેન્દ્ર

સરકારનો સંપર્ક કર્યો છે. આ ઘટનાથી મેરૂપર ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. 7 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયો હતો મળતી માહિતી મુજબ, જયદીપ અજીતસિંહ ડોડીયા 7 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાર બાદ ભણીને ત્યાં નોકરી મેળવી હતી. આ યુવાનના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પત્નીના વિઝા પણ મળી ગયા પતિ-પત્ની બંને ઓસ્ટ્રેલિયા રહેતા હતા. ગત તા. 1 જૂનના રોજ રાત્રિના સમયે નોકરી પર નીકળ્યો હતો. ત્યાર બાદ ઘરે નહીં આવતાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળના સમાચાર સ્થાનિક મીડિયામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા

હતા. ઓસ્ટ્રોલિયામાં ઘરની બાજુમાં નદીકાંઠે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો 6 દિવસ બાદ ઓસ્ટ્રોલિયામાં ઘરની બાજુમાં નદીકાંઠે શંકાસ્પદ હાલતમાં જયદીપસિંહ ડોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને ઓળખ માટે તેની પત્નીને બોલાવવામાં આવ્યા ત્યારે, ખરાઈ કરતાં મૃતદેહ જયદીપ ડોડીયાનો હોવાનું માલૂમ પડ્યું હતું. આ બાબતે ઓસ્ટ્રેલિયા રહેતા મૃતકના સાળાએ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો અજીતસિંહ ડોડીયાને સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરી છે. જેમાં સૌથી મોટા દીકરા જયદીપનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મૃતકનું પીએમ મંગળવારે ઓસ્ટ્રેલિયામાં થશે. જે બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે. હાલ

તો મૃતદેહને ઝડપી વતનમાં લાવવામાં આવે માટે સરકાર અને રાજકીય આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પણ વાંચો મહેસાણાનાં પટેલ પિતા-પુત્રીની USમાં હત્યા 3 મહિના પહેલા અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાનાં પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા થઇ હોવાની એક ઘટના સામે આવી હતી. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વી તરીકે થઈ હતી. બંને દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરી બંને પર ગોળીબાર કરતાં પિતાનું ઘટનાસ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.... અમેરિકામાં વડોદરાના યુવકની હત્યા 10 મહિના અગાઉ અમેરિકામાં

વડોદરાના યુવકની હત્યા થઇ હતી. મૂળ વડોદરાના અને છેલ્લાં 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા મૈનાંક પટેલનું અમેરિકાના સેલબરીમાં સગીરે આડેધડ ગોળીબાર કરતાં મોત થયું હતું. જ્યારે ગોળીબાર થતો હતો ત્યારે પત્ની તેને બચાવવા દોડી હતી, પરંતુ મૈનાંક બચી શક્યો નહોતો. મૈનાંક 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતો અને ગેસ સ્ટેશનના સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... દક્ષિણ આફ્રિકામાં ભરૂચના યુવકની હત્યા દોઢ વર્ષ અગાઉ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સારોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકામાં નોકરી કરતા યુવકની લૂંટના ઈરાદે હત્યા થઇ હતી. યુવક પર સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ

કરતાં ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામમાં રહેતા મુનશી પરિવારનો યુવક સાહિલ અબ્દુલ અઝીઝ રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. સાહિલ રાબેતા મુજબ પોતાની કાર લઈને નોકરી પર ગયો હતો. નોકરી પૂર્ણ થયા બાદ તે પોતાની કારમાં પરત ઘરે જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં લૂંટારાઓએ તેની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાહિલે પોતાની કાર ઘટનાસ્થળેથી ભગાડી મૂકી હતી, જેથી લૂંટારાએ ધડાધડા કાર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં સાહિલનો ગોળીઓ વાગતાં ઘટનાસ્થળ પર તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...

Leave a Reply

Related Post