બાંગ્લાદેશમાં મોડેલ મેઘના આલમની ધરપકડ: સાઉદી રાજદૂતને બ્લેકમેઇલ કરવાનો આરોપ, પિતાએ કહ્યું- લગ્ન કરવાની ના પાડી એટલે અરેસ્ટ કરી

બાંગ્લાદેશમાં મોડેલ મેઘના આલમની ધરપકડ:સાઉદી રાજદૂતને બ્લેકમેઇલ કરવાનો આરોપ, પિતાએ કહ્યું- લગ્ન કરવાની ના પાડી એટલે અરેસ્ટ કરી
Email :

બાંગ્લાદેશની લોકપ્રિય મોડેલ મેઘના આલમની 9 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી, જેના વિશેની માહિતી હવે સામે આવી છે. તેમના પર દેશની સુરક્ષાને જોખમમાં મૂકવાનો અને નાણાકીય હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. મેઘના (30 વર્ષ) 2020માં મિસ અર્થ બાંગ્લાદેશ હતી. મેઘનાના પિતા બદરુલ આલમે જણાવ્યું હતું કે પોલીસે તેમની પુત્રીને કોઈપણ ચાર્જશીટ વિના કસ્ટડીમાં લઈ લીધી છે. આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. મેઘનાની ધરપકડનું મુખ્ય કારણ સાઉદી અરબના રાજદૂત સાથેના તેના સંબંધો હોવાનું કહેવાય છે. પોલીસે બ્લેકમેઇલિંગનો આરોપ લગાવ્યો બદરુલ આલમે કહ્યું, 'રાજદૂત અને મેઘના રિલેશનશિપમાં હતા અને મારી પુત્રીએ તેની

સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે પહેલાથી જ પરિણીત હતો અને તેના બાળકો પણ હતા.' તે જ સમયે પોલીસનો આરોપ છે કે મેઘના આલમે રાજદૂત ઇસા આલમને બ્લેકમેઇલ કરીને 5 મિલિયન ડોલર (લગભગ 43 કરોડ રૂપિયા) પડાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં મેઘનાએ ફેસબુક પર દાવો કર્યો હતો કે રાજદૂત ઇસા બિન-ઇસ્લામિક પ્રવૃત્તિઓમાં સામેલ હતા. જોકે, મેઘનાએ તેઓ શું કામ કરી રહ્યા હતા તે જાહેર કર્યું નહીં. મેઘના આલમે એવો પણ દાવો કર્યો હતો કે ઇસા યુસુફ પોલીસ દ્વારા તેને ધમકી આપી રહી હતી જેથી તે સોશિયલ

મીડિયા પર હકીકત પોસ્ટ ન કરે. ફેસબુક લાઈવ દરમિયાન ધરપકડ ધરપકડ પહેલા આલમ ફેસબુક પર લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ પોલીસની ખાસ જાસૂસી શાખા, ડીબી પોલીસ, તેના ઘરમાં ઘૂસી ગઈ અને તેની ધરપકડ કરી. આલમની બાંગ્લાદેશના વિશેષ સત્તા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કાયદો આરોપીને અનિશ્ચિત સમય માટે કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપે છે. બાંગ્લાદેશમાં આ કાયદાને સરમુખત્યારશાહી કાયદો કહેવામાં આવે છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં માનવાધિકારની સ્થિતિ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, બાંગ્લાદેશ સરકારના કાનૂની સલાહકાર આસિફ નારુલે પણ કહ્યું હતું કે ધરપકડ યોગ્ય નથી.

Leave a Reply

Related Post