ચેમ્પિયન્સ ટ્રોફીમાં NZ Vs BAN: બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ જ ખરાબ; અડધી ટીમ પેવેલિયનમાં; કેપ્ટન શાંતોએ એક છેડો સાચવી રાખ્યો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં NZ Vs BAN:બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ જ ખરાબ; અડધી ટીમ પેવેલિયનમાં; કેપ્ટન શાંતોએ એક છેડો સાચવી રાખ્યો
Email :

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છઠ્ઠી મેચ આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં બે બદલાવ કર્યા છે. આ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જો આજે ન્યૂઝીલેન્ડ જીતશે, તો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો અને ઝાકર

અલી ક્રિઝ પર છે. શાંતોએ ફિફ્ટી પૂરી કરી છે. મહમુદુલ્લાહ (4 રન) માઈકલ બ્રેસવેલના બોલ પર વિલિયમ ઓ'રોર્કના હાથે કેચ આઉટ થયો. બ્રેસવેલે અગાઉ મુશફિકુર રહીમ (2 રન), તૌહીદ હૃિદોય (7 રન) અને તન્ઝીદ હસન (24 રન)ની વિકેટ પણ લીધી હતી. મેહદી હસન મિરાઝ 13 રન બનાવીને વિલિયમ ઓ'રોર્કનો શિકાર થયો હતો. બન્ને ટીમની સંભવિત

પ્લેઇંગ-11 ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવીન્દ્ર, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાયલ જેમીસન અને વિલિયમ ઓરોર્કે. બાંગ્લાદેશ (BAN): નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન, મેહિદી હસન મિરાઝ, તૌહીદ હ્રિદોય, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, ઝાકીર અલી, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, નાહીદ રાણા અને મુસ્તફિઝુર રહેમાન.

Related Post