બાંગ્લાદેશી એક્ટ્રેસ નુસરત ફારિયાની ધરપકડ: હિંસા અને વિદ્યાર્થીની હત્યાના પ્રયાસનો આરોપ, ફિલ્મમાં શેખ હસીનાની ભૂમિકામાં જોવા મળી છે

બાંગ્લાદેશી એક્ટ્રેસ નુસરત ફારિયાની ધરપકડ:હિંસા અને વિદ્યાર્થીની હત્યાના પ્રયાસનો આરોપ, ફિલ્મમાં શેખ હસીનાની ભૂમિકામાં જોવા મળી છે
Email :

શેખ મુજીબુર રહેમાનની બાયોપિક 'મુજીબ: ધ મેકિંગ ઓફ અ નેશન'માં શેખ હસીનાની ભૂમિકા ભજવનાર બાંગ્લાદેશી એક્ટ્રેસ નુસરત ફારિયાની રવિવારે સાંજે એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસ પર હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, નુસરતની ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને વોટર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી, ત્યારબાદ તેને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચને સોંપવામાં આવી. નુસરત ફારિયા ઢાકાથી થાઈલેન્ડ જવાની તૈયારીમાં હતી ત્યારે તેને એરપોર્ટના ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પર રોકવામાં આવી અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. એક્ટ્રેસ

વિરુદ્ધ ઘણા સમયથી ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિની હત્યાના પ્રયાસમાં સંડોવણી બદલ એક્ટ્રેસ ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષે, બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, વાટારા વિસ્તારમાં એક વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસ થયો હતો. આ કેસમાં, નુસરત ફારિયા સહિત 17 લોકો સામે 2024માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટના તે સમયની છે જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું. હિંસા એટલી તીવ્ર બની ગઈ હતી કે તેમણે રાજીનામું આપવું પડ્યું અને પોતાનો જીવ બચાવવા માટે બાંગ્લાદેશ મૂકીને ભાગી

જવું પડ્યું. તેમણે દેશ છોડતાની સાથે જ હિંસા વધી ગઈ અને વિરોધીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા અને તેમનો બધો સામાન લૂંટી લીધો. નુસરત ફારિયાના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ 2023 માં રિલીઝ થયેલી બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાનની બાયોપિકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે શેખ હસીનાની ભૂમિકા ભજવી હતી. તે ભારત-બાંગ્લાદેશ કો-પ્રોડક્શન હતું અને શ્યામ બેનેગલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નુસરત ફારિયા આશિકી, હીરો 420 અને ઓપરેશન સુંદરવન જેવી ઘણી બાંગ્લાદેશી ફિલ્મોમાં જોવા મળી છે. આગામી વર્ષોમાં તેમની 6 ફિલ્મો રિલીઝ થવાની છે.

Leave a Reply

Related Post