ટીમ ઈન્ડિયાની હોમ સિરીઝના સ્થળો બદલાયા: વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ અને સા. આફ્રિકા સામે T20 અમદાવાદમાં રમાશે, ઈન્ડિયા-Aની મેચ રાજકોટમાં રમાશે

ટીમ ઈન્ડિયાની હોમ સિરીઝના સ્થળો બદલાયા:વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ અને સા. આફ્રિકા સામે T20 અમદાવાદમાં રમાશે, ઈન્ડિયા-Aની મેચ રાજકોટમાં રમાશે
Email :

BCCIએ 2025ની આંતરરાષ્ટ્રીય ઘરઆંગણેની સીઝન અને સાઉથ આફ્રિકા-Aના ભારત પ્રવાસ માટે સ્થળોમાં ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયા ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ ઓક્ટોબરમાં યોજાશે. જ્યારે સાઉથ આફ્રિકા સામે, ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20 મેચની શ્રેણી રમશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થશે. બીજી

ટેસ્ટ મેચ જે પહેલા કોલકાતામાં યોજાવાની હતી તે હવે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન, સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ, જે 14 નવેમ્બરથી શરૂ થવાની હતી, તેને નવી દિલ્હીથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ખસેડવામાં આવી છે. અમદાવાદ અને દિલ્હીમાં વેસ્ટ ઈન્ડીઝ સામે 2 ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાની હોમ સીઝન વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરૂ થશે. બંને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી

સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી કોલકાતામાં રમવાની હતી, પરંતુ હવે તે દિલ્હીમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની 2 ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ભાગ છે. આ પછી, ટીમ ઈન્ડિયા 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં 3 વન-ડે મેચની સિરીઝ રમશે. ત્યારબાદ 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં 5 T20 મેચની સિરીઝ પણ રમાશે. સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ દિલ્હીથી કોલકાતા ખસેડવામાં આવી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ દક્ષિણ

આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટની શ્રેણી રમવાની છે. પહેલી ટેસ્ટ 18 નવેમ્બરથી કોલકાતામાં અને બીજી ટેસ્ટ 26 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. પહેલી ટેસ્ટ પહેલા દિલ્હીમાં રમવાની હતી. બારસાપારા સ્ટેડિયમ ખાતે આ પહેલી રેડ બોલ આંતરરાષ્ટ્રીય મેચ હશે. અગાઉ, અહીં 12 ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે. બંને ટીમ વચ્ચે 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી 3 વન-ડે મેચ રમાશે. રાંચી, રાયપુર અને વાઇઝેગ (વિશાખાપટ્ટનમ)ને આ માટે યજમાની અધિકારો

આપવામાં આવ્યા છે. બંને ટીમ 9 થી 19 ડિસેમ્બર સુધી 5 T20 રમશે. કટક, મુલ્લાનપુર, ધર્મશાળા, લખનઉ અને અમદાવાદને આ માટે યજમાની અધિકારો આપવામાં આવ્યા છે. ઈન્ડિયા-A મેચ હવે રાજકોટમાં રમાશે ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ 30 ઓક્ટોબરથી બે મલ્ટી-ડે અને ત્રણ ODI મેચ રમશે. આ મલ્ટી-ડે મેચો બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે યોજાશે. અગાઉ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રણ ODI મેચો હવે રાજકોટના નીરંજન

શાહ સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. મહિલા શ્રેણીના મેચ પણ ખસેડવામાં આવી આ સિઝનમાં, ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાની મહિલાઓ સામે ઘરઆંગણે શ્રેણી રમવાની છે. તેની મેચો પણ શિફ્ટ કરવામાં આવી છે. તેની પહેલી બે વન-ડે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવાની હતી. જે ​​હવે ન્યૂ ચંદીગઢના PCA સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ વન-ડે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઉટફિલ્ડ અને પીચનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.

Leave a Reply

Related Post