Beauty Tips: અનિચ્છનીય વાળ દૂર કરવા Razorના ઉપયોગમાં ધ્યાનમાં રાખો આ બાબત

Beauty Tips: અનિચ્છનીય વાળ દૂર કરવા Razorના ઉપયોગમાં ધ્યાનમાં રાખો આ બાબત
Email :

યુવતીઓ સુંદર દેખાવા મેકઅપ લગાવે છે જયારે શરીરના અનિચ્છનીય વાળ દૂર કરવા પાર્લરમાં જવાને જ યોગ્ય વિકલ્પ માને છે. પાર્લરમાં વેક્સ કરાવી અનિચ્છનીય વાળ દૂર કરતા તે લાંબા સમય સુધી આવતા નથી. પરંતુ આજે વ્યસ્ત શિડયુલના કારણે શરીરના અનિચ્છનીય વાળ દૂર કરવામાં પાર્લર જવાનો સમય જ મળતો નથી.

પાર્લરમાં જવાનો નથી સમય

આજે મોટાભાગની યુવતીઓ કોલેજ અને ઓફિસના કામમાં એટલી બધી વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના માટે પણ સમય કાઢી શકતી નથી. કોલેજીયન યુવતીઓ અભ્યાસમાં અપાતા વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાના કામમાં Busy છે જ્યારે ઓફિસમાં મોટાભાગનો સમય પસાર થતા યુવતીઓ પોતાના અંગત કાર્યો માટે સમય નથી મળતો. અને એટલે જ યુવતીઓ હવે પાર્લરમાં જવાના બદલે અનિચ્છનીય વાળ દૂર કરવા રેઝરનો ઉપયોગ કરવા લાગી છે. રેઝરનો ઉપયોગથી ઘરે અથવા કોઈપણ સમયે અનિચ્છનીય વાળ દૂર કરી શકાય છે. પાર્લરમાં જઈ વેક્સ કરાવવાની જરૂર રહેતી નથી.

આ બાબતનું ખાસ ધ્યાન રાખો

રેઝરનો ઉપયોગ કરતા હોવ તો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાળ દૂર કરવા ભલે પાર્લરની માથાકૂટ કરતા રેઝરનો ઉપયોગ સરળ હોય પરંતુ કેટલીક ભૂલ અને બેદરકારી તમને ગંભીર નુકસાન કરી શકે છે. રેઝરનો ઉપયોગ કરતાં પહેલા સૌ પ્રથમ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારું રેઝર સંપૂર્ણપણે સ્વચ્છ હોય. જો રેઝર ગંદુ કે કાટવાળું હશે તો તમારી ત્વચાને નુકસાન પંહોચાડશે. અને જો તમે ચહેરા પર રેઝરનો ઉપયોગ કરો છો તો તેને ત્વચા પર સીધું ના લગાવશો. ચહેરા પર રેઝર ફેરવતા પહેલા મોઇશ્ચરાઇઝ અથવા એલોવેરા જેલ લગાવી સારી રીતે સાફ કરો. ત્યારબાદ જ ચહેરા પર રેઝરનો ઉપયોગ કરો.

ખોટી દીશામાં રેઝર ફેરવવાનું નુકસાનકારક

ચહેરા પર રેઝર ફેરવતા ધ્યાન રાખો કે તેની દિશા યોગ્ય હોય. કારણ કે ખોટી દિશામાં રેઝરનો ઉપયોગ કરવાથી ચહેરા પર નાના-નાના વાળ આવી શકે છે. ક્યારેય કડક હાથે નહીં પરંતુ હળવા હાથે રેઝરનો ઉપયોગ કરવો જોઈએ. . રેઝરનો ઉપયોગ કર્યા પછી, હંમેશા તમારા ચહેરાને નરમ ટુવાલથી સૂકવો. આ પછી, તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. રેઝરનો ઉપયોગ કર્યા પછી ક્યારેય તમારા ચહેરાને ઘસશો નહીં. તમારા ચહેરાને ઘસવાથી બળતરા થઈ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post