એડ શિરીનના પર્ફોર્મન્સને બેંગલુરુ પોલીસે અટકાવ્યો: કહ્યું- શો માટે પરવાનગી લીધી ન હતી, વધતી ભીડને જોઈ પોલીસે માઈક જ બંધ કરી દીધું

એડ શિરીનના પર્ફોર્મન્સને બેંગલુરુ પોલીસે અટકાવ્યો:કહ્યું- શો માટે પરવાનગી લીધી ન હતી, વધતી ભીડને જોઈ પોલીસે માઈક જ બંધ કરી દીધું
Email :

ગ્રેમી એવોર્ડ વિનર બ્રિટિશ સિંગર એડ શિરીન તેમના મૈથમેટિક્સ ટૂરના ભાગ રૂપે ભારત પ્રવાસ પર છે. આ સિંગર રવિવારે બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટ ખાતે લાઈવ પર્ફોર્મ કરી રહ્યો હતો. બેંગલુરુ પોલીસે સિંગરના સ્ટ્રીટ પર્ફોર્મન્સને અધવચ્ચે જ અટકાવી દીધું. પોલીસનું કહેવું છે કે સિંગરની ટીમે શો માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લીધી નહતી. જોકે, સિંગરની ટીમે પોલીસને

કહ્યું કે તેમની પાસે આ કાર્યક્રમ માટે પરવાનગી છે. ટીમે કહ્યું કે પર્ફોર્મન્સ ફક્ત થોડી મિનિટો માટે જ ચાલ્યું હતું પરંતુ આ સમય દરમિયાન વધતી ભીડને કારણે પોલીસે દખલ કરી. એડ શિરીન બેંગ્લોરના રસ્તાઓ પર પોતાનું ફેમસ સોંગ 'શેપ ઓફ યુ' ગાઈ રહ્યો હતો. આ દરમિયાન, એક પોલીસકર્મીએ શિરીનના માઇક્રોફોનનો પ્લગ ખેંચી લીધો. જેનો

વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સિંગરે ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ભારત પ્રત્યેના પોતાનો પ્રેમ અને દેશમાં પર્ફોર્મ કરવાના અનુભવ વિશે વાત કરતા, એડ શીરાને કહ્યું, જ્યારે પણ હું ભારત પાછો આવું છું, ત્યારે મને તે ખૂબ જ ગમે છે. અગાઉ પોલીસે હાર્ડી સંધુના લાઈવ કોન્સર્ટને પણ અટકાવ્યો હતો શનિવારે સાંજે,

ચંદીગઢ પોલીસે પંજાબી ગાયક હાર્ડી સંધુનો લાઇવ કોન્સર્ટ અધવચ્ચે જ અટકાવી દીધો હતો જ્યારે તે સેક્ટર 34માં એક પ્રાઈવેટ કંપનીના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે શો માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવામાં આવી નથી. સાંજે 5:30 વાગ્યે, DSP જસવિંદર સિંહની આગેવાની હેઠળની પોલીસ ટીમ સેક્ટર 34 ગ્રાઉન્ડ પર પહોંચી અને

શો બંધ કરાવ્યો. શો માટે પરવાનગી લેવામાં આવી ન હતી - પોલીસ પોલીસ હાર્ડી સંધુને પૂછપરછ માટે સેક્ટર-34 પોલીસ સ્ટેશન લઈ ગઈ. આનાથી કોન્સર્ટમાં હાજર ચાહકો ગુસ્સે થયા. પોલીસે પોલીસ સ્ટેશનમાં શોના આયોજકને જણાવ્યું કે તેમને માહિતી મળી છે કે શો માટે પરવાનગી લેવામાં આવી નથી. આ સાંભળ્યા પછી, આયોજકે પોલીસ ટીમને કહ્યું કે તેણે

કાર્યક્રમ માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લીધી છે. સિંગરની ટીમે 2 પરવાનગી પત્રો પણ બતાવ્યા જોકે, આ મામલે સિંગરની ટીમે પોલીસને બે પરવાનગી પત્રો પણ બતાવ્યા. જે બાદ પોલીસ ટીમે હાર્ડી સંધુને જવા દીધો. આ પછી કોન્સર્ટ ફરી શરૂ થયો. જોકે, પોલીસે એ જણાવ્યું નથી કે કોન્સર્ટની પરવાનગી ન હોવાની માહિતી તેમને કોની પાસેથી મળી હતી.

Related Post