કર્નલ સોફિયાના પરિવાર સાથે વાત: ન્યુ ગુજરાતઃ 'ઓપરેશન સિંદૂર' કે બારે મેં ક્યાં કહેગે? પિતા

કર્નલ સોફિયાના પરિવાર સાથે વાત:ન્યુ ગુજરાતઃ 'ઓપરેશન સિંદૂર' કે બારે મેં ક્યાં કહેગે? પિતા: જો ભી કિયા, રાષ્ટ્ર કે લિયે અચ્છા કિયા, યે બહોત પહલે હોના ચાહિયે થા
Email :

ગત 7 મેના રોજ ભારતે પાકિસ્તાનને પહેલગામ આતંકી હુમલાના જવાબમાં 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ 'ઓપરેશન સિંદૂર'ના મુખ્ય ચહેરા તરીકે ગુજરાતની દીકરી કર્નલ સોફિયા રહી હતી. 'ઓપરેશન સિંદૂર' PM મોદી પહેલીવાર ગુજરાત આવ્યા છે, જેમાં વડોદરાની મુલાકાત દરમિયાન સૌકોઈની નજર કર્નલ સોફિયાના પરિવાર પર હતી. વડોદરામાં રોડ શો દરમિયાન PM મોદી સોફિયાના પરિવારને મળ્યા હતા. ત્યાર બાદ ન્યુ ગુજરાતે કર્નલ સોફિયાના પિતા, ભાઈ અને બહેન સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. આ પણ વાંચો: સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીનો કેસરી કોટીમાં રોડ શો સોફિયા કુરેશીના પિતા તાજ મહોમ્મદ કુરેશી સાથે ન્યુ ગુજરાતે ખાસ

વાતચીત કરી... ન્યુ ગુજરાત: મોદીજીનો કાફલો તમારી નજીક આવ્યો હતો, તમને મોદીજીએ શું કહ્યું હતુ? તાજ મહોમ્મદ કુરેશી: અમને પ્રણામ કર્યા અને અમે પણ પ્રણામ કર્યા. પછી તેમણે કહ્યું, આનંદ છેને. ન્યુ ગુજરાત: આજે તમારી દીકરી દેશની સેવા કરી રહી છે... કેવું લાગી રહ્યું છે? તાજ મહોમ્મદ કુરેશી: સારુ લાગી રહ્યું છે. ન્યુ ગુજરાત: ઓપરેશન સિંદૂર અભિયાન ચાલી રહ્યું છે, એના વિશે શું કહેશો? તાજ મહોમ્મદ કુરેશી: મોદીજીએ રાષ્ટ્ર માટે જે કર્યું એ બહુ સારુ કર્યું અને આ બહુ પહેલાં થવું જોઈતું હતું. ન્યુ ગુજરાતની સોફિયાના ભાઈ મહોમ્મદ સંજય કુરેશી સાથેની ખાસ વાતચીત... ન્યુ ગુજરાત: ઓપરેશન

સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર અહીં આવ્યા છે અને તમે સ્વાગત કર્યું છે, તમને કંઈ કહ્યું? મહોમ્મદ સંજય કુરેશી: જુઓ, ઓપરેશન સિંદૂર જે છે એના પર આપણી ડિફેન્સ ફોર્સિસ અને સરકારે બંનેએ સાથે મળીને કામ કર્યું છે. આ એક અદ્ભુત ક્ષણ હતી અને દેશ માટે જે કર્યું છે એનાં વખાણ તો હું શું કરું... ન્યુ ગુજરાત: વડાપ્રધાન જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તમને કેવું મહેસૂસ થયું? મહોમ્મદ સંજય કુરેશી: વડાપ્રધાનને પહેલીવાર સામે જોઈને કંઈક હાંસલ કર્યું હોય એવું લાગ્યું. ન્યુ ગુજરાત: વડાપ્રધાને તમને કંઈક પૂછ્યું, તમે શું મહેસૂસ કર્યું? મહોમ્મદ

સંજય કુરેશી: તેમણે મને કંઇક કહ્યું, પણ લોકોનો અવાજ ખૂબ જ હોવાથી હું સાંભળી શક્યો નહીં, પણ હા, તેમણે હાથ બતાવ્યો, અમે તેમનું ફુલોથી સ્વાગત કર્યું, લગભગ કેમ છો એવું કહેતા હતા. ન્યુ ગુજરાતની સોફિયાની બહેન શાયના સાથેની ખાસ વાતચીત... ન્યુ ગુજરાતઃ આજે વડાપ્રધાન વડોદરા આવ્યા છે અને તમે તેમનું સ્વાગત કર્યું, વડાપ્રધાને નજીકમાં જીપ ઊભી રાખી હતી, શું કહેશો? શાયના કુરેશી: મોદીજીએ અમને નમસ્કાર કર્યા, મોદીજીને જોઈને ખૂબ સારું લાગ્યું છે. અમારા પીએમ ખૂબ ઓનરેબલ છે અને તેઓએ ઓપરેશન સિંદૂર કર્યું જે સફળ રહ્યું. કોઈપણ નુકસાન વગર. અહીં તમામ મહિલાઓ જ છે.

મોદીજીએ મહિલાઓને એક લેવલ ઉપર પહોંચાડી દીધી છે, જે ક્યારેય થયું નથી. દરેક જગ્યાએ હવે મહિલાઓ જ મહિલાઓ છે. મહિલાઓને ખૂબ આગળ વધારે છે, જો આવા વડાપ્રધાન હશે તો તમે જ વિચારો કે મહિલાઓ ક્યાં હશે.કેટલા વર્ષોથી મહિલાઓથી દબાયેલી હતી, જે ઉપર આવી છે. અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમે મોદીજીના રાજમાં છીએ. ન્યુ ગુજરાતઃ મોદીજીનો કાફલો તમારી નજીક આવ્યો ત્યારે તમને મોદીજીએ શું કહ્યું હતું ? શાયના કુરેશી: કંઈક બોલ્યા હતાં પણ અવાજ બહુ હોવાથી કઈ સંભળાયું નહીં. તેમણે નમસ્કાર કર્યા, અમે પણ નમસ્કાર કર્યા. અવાજ બહુ હતો, સ્પીકર પણ ચાલું હતાં.

સોફિયાનો વડદરામાં જન્મ ને MS યુનિ.માં અભ્યાસ 8 મેના રોજ ભારતે કરેલા ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાની બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર હતા. આ અધિકારીઓમાંના એક કર્નલ સોફિયા કુરેશી હતા.કર્નલ સોફિયા કુરેશીનો જન્મ વડોદરામાં થયો હતો અને વડોદરાની એમ.એસ. સાયન્સ ફેકલ્ટીના બાયો કેમેસ્ટ્રી વિભાગમાં બીએસસી અને એમએસસીનો અભ્યાસ કર્યો હતો. ત્યાં તેઓ વર્ષ 1992થી 1997 સુધી ભણ્યા હતા. આજે સોફિયા કુરેશીની સિદ્ધિને પગલે એમ.એસ. સાયન્સ ફેકલ્ટીના કર્મચારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી અને સોફિયા કુરેશી સાથે 2 વર્ષ અભ્યાસ કરી ચૂકેલા દેવેશ સુથારે સોફિયા

કુરેશી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. દેવેશ સુથાર સાયન્સ ફેકલ્ટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 1. કોંગો ઓપરેશન: 2006માં તેમણે મહિલાઓ અને બાળકોને હિંસાથી બચાવવા માટે કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી શિક્ષક તરીકે કામ કર્યું. 2. ઓપરેશન પરાક્રમ: 2001-2002માં પંજાબ સરહદ પર તૈનાત હતા ત્યારે તેમની સમર્પિત સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. 3. ઉત્તર પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી: આપત્તિ રાહત દરમિયાન સંદેશાવ્યવહાર દ્વારા તેમના અસાધારણ કાર્ય માટે તેમને સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ તરફથી પ્રશંસા પત્ર મળ્યો. આ પણ વાંચો: બાળપણથી જ બંદૂકોથી

રમતી હતી કર્નલ સોફિયા સોફિયાના પર દાદા-પરદાદા પણ આર્મીમાં હતા શાયના અને સોફિયા બંનેનો જન્મ વડોદરાના એક આર્મી પરિવારમાં થયો હતો. તેમના પિતાએ 1971ના બાંગ્લાદેશ યુદ્ધમાં ભાગ લીધો હતો અને તેમના દાદા અને પરદાદા પણ લશ્કરમાં હતા. તેમના કાકા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં ફરજ બજાવી ચૂક્યા હતા અને તેમની દાદી ઘણીવાર તેમને તેમના પૂર્વજો વિશે કહેતા હતા જેમણે ઝાંસીની રાણી સાથે 1857ની ક્રાંતિમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં, સોફિયાએ ભારતીય સેનામાં પોતાનું સ્થાન બનાવ્યું અને કર્નલના પદ સુધી પહોંચી, જ્યારે શાયનાનો રસ્તો કંઈક અલગ હતો. સોફિયાની બહેને મિસ ઈન્ડિયા અર્થ સહિત અનેક ખિતાબો

જીત્યા છે શાયનાએ ઘણા ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે સોફિયાની જોડિયા બહેન શાયનાએ ઘણા જુદા-જુદા ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. તે એક ડૉક્ટર, અર્થશાસ્ત્રી, પર્યાવરણવાદી, ફેશન ડિઝાઇનર, પૂર્વ આર્મી કેડેટ અને ગોલ્ડ મેડલ વિનર રાઇફલ શૂટિંગ ખેલાડી છે. તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શાયનાએ ઘણી બ્યૂટી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે અને મિસ ગુજરાત, મિસ ઈન્ડિયા અર્થ 2017 અને મિસ યુનાઈટેડ નેશન્સ 2018 જેવા ખિતાબ જીત્યા છે. તે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Leave a Reply

Related Post