'ભૂલ ચૂક માફ' OTTમાં નહીં, થિયેટરમાં રિલીઝ થશે: મેડૉક ફિલ્મ્સ વિરૂદ્ધ પીવીઆર આઈનોક્સ વિવાદનો અંત, 60 કરોડનો દાવો પાછો ખેંચાયો

'ભૂલ ચૂક માફ' OTTમાં નહીં, થિયેટરમાં રિલીઝ થશે:મેડૉક ફિલ્મ્સ વિરૂદ્ધ પીવીઆર આઈનોક્સ વિવાદનો અંત, 60 કરોડનો દાવો પાછો ખેંચાયો
Email :

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની આગામી ફિલ્મ 'ભૂલ ચૂક માફ' રિલીઝ પહેલા જ વિવાદમાં સપડાઈ હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને ફિલ્મના નિર્માતા મેડૉક ફિલ્મ્સ (પ્રોડક્શન હાઉસ)એ ફિલ્મને થિયેટરના બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. પરિણામે પીવીઆર આઈનોક્સે પ્રોડક્શન કંપની મેડોક ફિલ્મ્સ સામે હાઈકોર્ટમાં 60 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હતો. જોકે, હવે મેકર્સે ફિલ્મને OTTને બદલે થિયેટર્સમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે. કોર્ટે ફિલ્મની OTT રિલીઝ પર સ્ટે મૂક્યો હતો બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ

'ભૂલ ચૂક માફ'ના OTT રિલીઝ પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ જારી કર્યો હતો. કોર્ટે મેડોક ફિલ્મ્સને પીવીઆર આઇનોક્સ સાથે સંમત 8 અઠવાડિયાની થિયેટર વિન્ડો પૂર્ણ થાય તે પહેલાં ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાથી રોકી દીધી હતી. કોર્ટે ઠરાવ્યું કે, સુરક્ષા ચિંતાઓ અને વેપારી કારણોસર ફિલ્મની રિલીઝ રદ કરવી એ કરારનું ઉલ્લંઘન છે. કોર્ટે હોલ્ડ બેક પીરિયડ પૂરો ન થાય, ત્યાં સુધી કોઈપણ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે થિયેટર રિલીઝની તરફેણમાં ચુકાદો આપ્યો

છે. સૂત્રના જણાવ્યા મુજબ, 'મેડોક ફિલ્મ્સ વિરુદ્ધ પીવીઆર આઈનોક્સ સિનેમા કેસમાં કોર્ટે પોતાનો આદેશ આપ્યો છે. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ 'ભૂલ ચૂક માફ' હવે 23 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેડોક ફિલ્મ્સ 15 મેથી તેનું માર્કેટિંગ અભિયાન ફરી શરૂ કરવાની યોજના કરી રહ્યું છે. PVRInoxએ તેની 60 કરોડ રૂપિયાની વળતરની માંગ પણ પાછી ખેંચી લીધી છે. મેડોક ફિલ્મ્સને કોઈ નુકસાન ચૂકવવું પડશે નહીં. બંને પક્ષો તરફથી ટૂંક સમયમાં સત્તાવાર સંયુક્ત નિવેદન જાહેર થવાની અપેક્ષા છે.

Leave a Reply

Related Post