બિચ્છુ ગેંગનો આરોપી ફરી જેલમાં: હાઈકોર્ટથી મળેલા જામીન રદ કરી રાજકોટ જેલમાં મોકલાયો

બિચ્છુ ગેંગનો આરોપી ફરી જેલમાં:હાઈકોર્ટથી મળેલા જામીન રદ કરી રાજકોટ જેલમાં મોકલાયો
Email :

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં સ્થાનિક લોકોને ત્રાસ આપતી બિચ્છુ ગેંગના એક આરોપીને ફરી જેલમાં મોકલી દેવાયો છે. મેવાસા ગામના મેરૂભા વાલાભા માણેક નામના આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. આરોપી સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનધિકૃત રીતે પ્રવેશ કરી ફરી ગુના આચરવાનો પ્રયત્ન કરતો હતો. જિલ્લા

પોલીસ વડાની સૂચનાથી ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડની ટીમે દરખાસ્ત કરી. તેમણે કોર્ટમાં દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષારભાઈ ગોકાણીએ રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં ધારદાર દલીલો કરી. અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના જામીન રદ કર્યા અને ધરપકડ વોરંટ જારી કર્યું.

પોલીસે ટૂંક સમયમાં જ આરોપીની અટકાયત કરી તેને રાજકોટ જેલમાં મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, બિચ્છુ ગેંગના દોઢ ડઝન જેટલા આરોપીઓ સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે ગુજસીટોક સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગના તમામ સભ્યોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

Related Post