ચાણસ્મા શહેર ભાજપમાં મોટી કાર્યવાહી: ઉપપ્રમુખ પુરષોત્તમ પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

ચાણસ્મા શહેર ભાજપમાં મોટી કાર્યવાહી:ઉપપ્રમુખ પુરષોત્તમ પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
Email :

ચાણસ્મા શહેર ભાજપમાં શિસ્તભંગના પગલાં સ્વરૂપે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ મોવડી મંડળની સૂચના અનુસાર, ચાણસ્મા શહેર ભાજપના ઉપપ્રમુખ પુરષોત્તમભાઈ શંકરભાઈ પટેલને પક્ષમાંથી 6 વર્ષ

માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોરે જણાવ્યું કે, પુરષોત્તમભાઈ પટેલે વોર્ડ નંબર 5માં પક્ષના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને શિસ્તભંગના કારણે તેમને ચાણસ્મા શહેર ભાજપના ઉપપ્રમુખ પદેથી અને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.

Related Post