'બિગ બોસ 12' વિનર દીપિકા કક્કડને થયું બીજા તબક્કાનું કેન્સર!: ટીવી એક્ટ્રેસે કહ્યું- અમારા માટે સૌથી મુશ્કેલ સમય છે, પણ સંપૂર્ણ હિંમત સાથે લડવા માટે તૈયાર છું

'બિગ બોસ 12' વિનર દીપિકા કક્કડને થયું બીજા તબક્કાનું કેન્સર!:ટીવી એક્ટ્રેસે કહ્યું- અમારા માટે સૌથી મુશ્કેલ સમય છે, પણ સંપૂર્ણ હિંમત સાથે લડવા માટે તૈયાર છું
Email :

'સસુરાલ સિમર કા' ફેમ એકટ્રેસ દીપિકા કક્કડને બીજા સ્ટેજનું કેન્સર હોવાનું સામે આવ્યું છે. એક્ટ્રેસે પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. એક્ટ્રેસની પોસ્ટ બહાર આવી ત્યારથી ફેન્સ અને નજીકના લોકો ચિંતિત થઈ ગયા છે, જોકે એક્ટ્રેસે એ પણ ખાતરી આપી છે કે તે જલદી સ્વસ્થ થઈ જશે. દીપિકાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી

અને લખ્યું- જેમ કે તમે બધા જાણો છો કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં અમારા માટે મુશ્કેલ રહ્યાં છે. પેટના ઉપરના ભાગમાં ખૂબ જ દુખાવો થતાં હોસ્પિટલમાં ગયાં, પછી ખબર પડી કે મારા લિવરમાં ટેનિસ બોલના કદની ગાંઠ છે અને પછી ખબર પડી કે આ ગાંઠ બીજા તબક્કાનું કેન્સર છે. આ અમારા માટે સૌથી મુશ્કેલ સમય છે. હું સકારાત્મક

છું અને એનો સામનો કરવા અને સંપૂર્ણ હિંમત સાથે તેમાંથી પસાર થવા માટે કટિબદ્ધ છું. મારો પરિવાર પણ આમાં મારી સાથે છે અને તમે બધા પણ સતત પ્રાર્થના અને પ્રેમ વરસાવી રહ્યા છો. પોસ્ટ શેર કર્યા પછી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો દીપિકા કક્કડના ઝડપથી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત દીપિકાના

પતિ શોએબ ઇબ્રાહિમે તેની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ચાહકોને જણાવ્યું છે કે એક્ટ્રેસના કેન્સર વિશે કેવી રીતે ખબર પડી. શોએબે જણાવ્યું છે કે- દીપિકાને છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે તેણે ટેસ્ટ કરાવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેને ગાંઠ છે. થોડા સમય પહેલાં દીપિકાની સર્જરી થવાની હતી,

જેમાં આ ગાંઠ દૂર કરવાની હતી, પરંતુ એ દરમિયાન એક્ટ્રેસને ખૂબ તાવ આવ્યો, જેના કારણે તેની સર્જરી મુલતવી રાખવામાં આવી. હવે મેડિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે આ ગાંઠ બીજા તબક્કાનું કેન્સર છે. દીપિકાએ વ્લોગમાં કહ્યું છે કે ડોક્ટરોએ તેને ખાતરી આપી છે કે આ કેન્સર ખૂબ જ સરળતાથી મટાડી શકાય છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. આ

કપલે બધા ચાહકોને પ્રાર્થના કરવાની અપીલ કરી છે. દીપિકા કક્કડ 'સસુરાલ સિમર કા', 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો', 'કહાં હમ કહાં તુમ' જેવા ટીવી શોમાં જોવા મળી છે. આ ઉપરાંત તે 'નચ બલિયે', 'ઝલક દિખલા જા' અને 'બિગ બોસ 12' જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે. દીપિકા બિગ બોસ 12 ની વિજેતા રહી ચૂકી છે.

Leave a Reply

Related Post