ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો વીડિયો વાઇરલ: 'તારી છોકરી કોર્પોરેટર છે તું નથી, તો તું રોફ કરે છે' તેમ કહેતા પિત્તો ગયો, અનાજની ઘંટી પર આવેલા વ્યક્તિને ડંડાથી ફટકાર્યો

ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો વીડિયો વાઇરલ:'તારી છોકરી કોર્પોરેટર છે તું નથી, તો તું રોફ કરે છે' તેમ કહેતા પિત્તો ગયો, અનાજની ઘંટી પર આવેલા વ્યક્તિને ડંડાથી ફટકાર્યો
Email :

વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નં-7ના ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણા સ્થાનિક રહીશ સાથે ગાળાગાળી અને ડંડાવાળી કરતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ઘટના બાદ સમગ્ર મામલો વડોદરાના કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે કારેલી બાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એમ.વ્યાસે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ વડોદરા મહાનગરપાલિકાના ભાજપના વોર્ડ

નંબર 7ના ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણા વડોદરાના નાગરવાડા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. ત્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભાજપના કોર્પોરેટરના પિતા નરેશ રાણા ઘંટીમાંથી ડંડો લઈને બહાર આવે છે અને બહાર ઊભેલા દિનેશ સોલંકીને મારવા લાગે છે અને બંને વચ્ચે ઝપાઝપી પણ થાય છે. આ સમયે હાજર પોલીસ બંને લોકોને છોડાવે છે. આ ઘટના બાદ મામલો કરેલીબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને દિનેશ સોલંકી નામની વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાથી તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં

આવ્યા હતા. અદાવત રાખીને બેઝબોલના ફટકા માર્યા હતા વાઇરલ વીડિયોમાં દિનેશ સોલંકી કહે છે કે, તારી છોકરી કોર્પોરેટર છે, તો તું રોફ કરે છે, તું કોર્પોરેટર નથી. જેથી નરેશ રાણાએ જણાવ્યું હતું કે, તું ગાળ ના બોલ. તેમ કહીને નરેશ રાણાએ ડંડાવાળી શરૂ કરી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મામલે ભોગ બનનાર દિનેશ સોલંકીએ જણાવ્યું હતું કે, હું ગઈકાલે લોટ લેવા ગયા હતા, ત્યારે માથાકૂટ થઈ હતી, જેની બીજા દિવસે એટલે કે આજે તેની અદાવત રાખીને બેઝબોલના ફટકા માર્યા હતા. તેને

મારો હાથ તોડી નાખ્યો છે. જેથી હું સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યો છું. 'મારા ટાંટીયા તોડી નાખવાની ધમકી આપી હતી' ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા નરેશ રાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી અનાજ દળવાની ઘંટી પર દિનેશ સોલંકીએ મહિનાનું અપમાન કર્યું હતું. જોકે તેમ છતાં મેં મારો ગુસ્સો કંટ્રોલમાં રાખ્યો હતો અને તેના ઘરે જઈને તેના ભાઈને આ અંગે ફરિયાદ કરી હતી. જેથી તેઓએ મારી માફી માંગી હતી જેથી હું ત્યાંથી નીકળી ગયો હતો. બીજા દિવસે દિનેશ સોલંકી અચાનક અનાજની ઘંટી પર આવ્યો હતો

અને મને ઉશ્કેરવા લાગ્યો હતો અને મારા ટાંટીયા તોડી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ઝપાઝપી થઈ હતી. આજે મોદી પોતાના દેશની અંદર બહારથી આવેલા લોકોને જવાબ આપી શકે, તો મારી જગ્યાએ આવેલા વ્યક્તિને હું જવાબ ના આપી શકું? ઉલ્લેખીય છે કે, ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાએ થોડા સમય પહેલા ડ્રેનેજ ઉભરાવવાના મુદ્દે વોર્ડ કચેરીને માથે લીધી હતી અને તાળું મારી દીધું હતું. એ જ રીતે તેમના પિતા દ્વારા વોર્ડના કર્મચારીઓ સાથે અવારનવાર ઉદ્ધત વર્તન અને લાફા મારી દીધાના પણ કિસ્સા બન્યા હતા અને અવારનવાર

તેઓ વિવાદમાં આવે છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એમ વ્યાસે જણાવ્યું હતું કે, આજે બે વ્યક્તિ વચ્ચે મારામારીનો મામલો પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, પરંતુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કારેલીબાગ પોલીસે ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશભાઈ સોમાભાઈ રાણા અને દિનેશભાઈ ભોગીલાલ સોલંકી સામે મારામારી કરીને સુલેહ શાંતિનો ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો છે અને પોલીસે BNSની કલમ 194(2) મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Related Post