સાહેબ મિટિંગમાં છે: ભાજપના મહિલા હોદેદારે સરકારી પ્લોટ ભાડે મેળવી ખાણીપીણી બજાર શરૂ કરી, કોંગ્રેસના નવા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત ક્યાં અટકી?

સાહેબ મિટિંગમાં છે:ભાજપના મહિલા હોદેદારે સરકારી પ્લોટ ભાડે મેળવી ખાણીપીણી બજાર શરૂ કરી, કોંગ્રેસના નવા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત ક્યાં અટકી?
Email :

ન્યુ ગુજરાતના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... સરકારી પ્લોટ ભાડા પર લઈ ભાજપના મહિલા હોદેદારે ખાણીપીણી બજાર શરૂ કરી! ભાજપના એક મહિલા હોદ્દેદાર પાર્ટીના નામનો ઉપયોગ કરી અને હોદ્દાનો લાભ લઈ બિઝનેસ વધારી રહ્યા છે. સરકારી પ્લોટની જગ્યા મેળવીને ખાણીપીણી બજાર ઊભા કરે છે. સરકારી પ્લોટ મેળવી તેમાં પેટા ભાડુઆત રાખીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ બાબતે ખૂબ ફરિયાદો પણ મળી છે પરંતુ જ્યારે પણ અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરવા જાય અથવા તો તેની તપાસ ચાલુ કરે તો ગાંધીનગર કમલમથી મહિલા હોદ્દેદાર ફોન કરાવી

દે છે. ભાજપના નામે મહિલા હોદ્દેદાર અને તેમના પતિ પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યા છે. વધુ એક સરકારી પ્લોટ લઈ પણ નવું ખાણીપીણી બજાર ઊભું કરવા પ્લોટ ભાડે લઈ લીધો છે અને હવે સ્ટોલ ભાડે આપવા ઇન્કવાયરી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે મહિલા હોદ્દેદારને કમલમમાં બેસતા જ એક નેતાનું પીઠબળ છે જેના કારણે આ મહિલા નેતા અને તેના પતિ પોતાના બિઝનેસનો વિકાસ કરી રહ્યા છે. PMના રોડ શોમાં આવેલા ભાજપના કાર્યકર્તાઓ પરેશાન થયા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને સફળ બનાવવા માટે થઈને ભાજપના નવનિયુક્ત પ્રમુખથી લઇ અને સમગ્ર પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને નેતાઓએ મિટિંગો કરી અને મોટી મોટી વાતો કરી હતી પરંતુ રોડ શો પૂરો થયા બાદ

કાર્યકર્તાઓ અને લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા હતા. રોડ શોમાં ભીડ ભેગી કરવા માટે થઈને કેવી રીતે લાવવા લઈ જવા તેની તમામ બાબતો જોઈ હતી પરંતુ જ્યારે રોડ શો પૂરો થાય ત્યારે કેવી રીતે કાર્યકર્તાઓ પોતાના ઘર સુધી પહોંચશે તેની કોઈ ચિંતા કરવામાં આવી નહોતી. રોડ શો પૂરો થયા બાદ કાર્યકર્તાઓને સમયસર બસ સુધી પહોંચી શક્યા નહોતા. નેતાઓ પોતાની ગાડીઓમાં બેસી અને નીકળી ગયા હતા. પરંતુ રાત્રે 10 વાગ્યા સુધી અનેક બહેનો- કાર્યકર્તાઓ ઘરે પહોંચી શકયા નહોતા. ભાજપના નેતાઓનું યોગ્ય આયોજન ન હોવાના કારણે ટ્રાફિક જામ અને સુધી પહોંચવામાં તકલીફ પડી હતી જેના કારણે કાર્યકર્તાઓમાં અને રોડ શોમાં આવેલા લોકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. વિકાસ કામોમાં

કોન્ટ્રાક્ટર, ભાજપ નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલિભગતની ચર્ચા અમદાવાદમાં ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે કરોડો રૂપિયાના રોડ અને પાણી સહિતના કામોની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ તેમજ ભાજપના નેતાઓ વચ્ચે સેટિંગ ચાલ્યું હોવાની ચર્ચા છે. દર વર્ષે ચોમાસામાં અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે ત્યારે કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવે છે. પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી ત્યારે હવે કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનના અધિકારીઓને મળી ભાજપના નેતાઓ સાથે કામ મંજૂર કરાવી દે છે. કોન્ટ્રાક્ટરો પોતાના કામ મંજૂર થાય તેના માટે ખાસ કરીને ભાજપના નેતાઓને મળવા પહોંચી જાય છે જેના માટે વચ્ચેની કડી તરીકે ખુદ અધિકારીઓ જ હોવાની ચર્ચા છે. ભાજપના વોર્ડના હોદેદારોને

ધારાસભ્યએ એકસાથે મળી કામ કરવા સલાહ આપી ભાજપમાં સંગઠનની રચનામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. શહેરોમાં તમામ વોર્ડમાં હવે સંગઠનની ટીમની રચના થઈ ગઈ છે ત્યારે ભાજપના એક ધારાસભ્યએ તેમના વિધાનસભામાં આવતા વોર્ડના તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે. અભિનંદનની સાથે પત્રમાં ધારાસભ્યએ તમામ હોદ્દેદારોને એક સલાહ પણ આપી દીધી છે ભાજપના હોદ્દેદાર તરીકે તમારી નિમણૂક તો થઈ છે પરંતુ પાર્ટીમાં જિજ્ઞાસા, સક્રિયતા અને સામૂહિકતા જાળવવા માટે કહ્યું છે એક તરફ પાર્ટીમાં અનેક આંતરિક વિખવાદો ચાલતા હોય છે ત્યારે હવે ધારાસભ્યએ પાર્ટીનો હોદ્દો મળ્યા પછી સક્રિય રહેવા અને એક થઈ અને એક સાથે મળી કામ કરવા માટે કહી દીધું હતું.. ડીમોલીશન કાર્યવાહી મુદ્દે ધારાસભ્યનો વાહવાહી લૂંટવાનો પ્રયાસ સરકારી

જગ્યાઓ પર કરવામાં આવેલા દબાણોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવાની શરૂઆત થઈ છે. સરકારી પ્લોટમાં કરાયેલા દબાણોની માહિતી એકત્રિત કરી એક બાદ એક ખાલી કરાવવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં સરકારી પ્લોટમાં ખાલી કરવામાં આવેલા દબાણો દૂર કરવાને લઈ ભાજપના ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે પોતાના સોશિયલ મીડિયા ફેસબુક પેજ ઉપર અને અન્ય માધ્યમોમાં પોતે કરેલી રજૂઆતથી આ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ત્યાં હવે શું બનશે તેની માહિતી મૂકી દીધી હતી. કોર્પોરેશન અને પોલીસે કરેલી કામગીરીના વીડિયો પણ મૂકી દેવામાં આવ્યા હતા. જોકે આ ધારાસભ્ય આ બાબતે માત્ર એક જ વખત રજૂઆત કરી છે. પોલીસ બંદોબસ્ત મેળવવાથી લઈ અને સતત કામગીરીમાં ભાજપના અન્ય એક

નેતા ખૂબ કામગીરી કરી છે. પરંતુ ધારાસભ્યએ એક વખત કરેલી રજૂઆતથી કામગીરી થઈ ગઈ તેવું બતાવવી વાહવાહી લેવાનો પ્રયાસ કર્યો એવી વિધાનસભાના કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે. રાજકોટના વોર્ડ નંબર 1માં સરકારી પ્લોટ પરની દબાણ હટાવ કામગીરી કોણે રોકાવી? રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા એક સરકારી પ્લોટ પર થયેલું દબાણ દૂર કરવા માટે તંત્રએ પૂર્ણ તૈયારી કર્યા બાદ એક કોર્પોરેટર તરફથી અધિકારીઓને રૂકજાવનો આદેશ અપાયો હોવાની ચર્ચા છે. પરંતુ અહીંયા માત્ર રૂકજાઓથી સરકારી જગ્યા પર દબાણ દૂર કરવા ડિમોલિશન જ નથી અટકી રહ્યું સાથે સાથે જ આ વિસ્તરનો વિકાસ પણ આગળ વધતો અટકી ગયો છે. કદાચ ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટર પાર્ટીનું મુખ્ય સૂત્ર જ વિકાસ છે એ ભૂલી ગયા

હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ પોતે જ જાતે અડચણ બની વિકાસને આગળ વધતો અટકાવવામાં રૂકજાઓનો આદેશ આપી વિકાસના અવરોધ બન્યા હોવાનો ગણગણાટ રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં ચાલી રહ્યો છે. કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખની વરણીને ગ્રહણ લાગ્યું ગુજરાતમાં કોંગ્રેસનુ નવું સંગઠન માળખું ઊભું કરવા AICC (ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી)ના નિરીક્ષકો દરેક શહેર અને જિલ્લા મથકે પહોંચ્યા હતા. જેમાં આખા રાજ્યમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એઆઈસીસીના હોદેદારોએ આવી ગુજરાતમાં નવું સંગઠન માળખુ તૈયાર કરવા કમર કસી હતી આ બધા વચ્ચે તેઓની સામે સૌથી મોટો પડકાર એક જ હતો પેધી ગયેલા કોંગી નેતાઓ. આ વખતે તો રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં આવીને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે કેટલાક કોંગ્રેસના નેતાઓની ભાજપના નેતાઓ

સાથે સાંઠગાંઠ છે. નવું સંગઠન બનાવવા આવેલા નિરીક્ષકો કોઈપણ ગ્રુપ વગર અને જે લાયક હશે તેને જ જિલ્લા અને શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે તેવું કહી તો ગયા પણ આ શક્ય બની શક્યું નથી અને એટલા જ માટે મેં મહિનાના અંતમાં જાહેર થનાર નવું માળખું જાહેર થઇ શક્યું નથી. એટલું જ નહિ હવે તો કાર્યકારી પ્રમુખ મેવાણી પણ ખુલ્લીને સોશિયલ મીડિયા મારફત પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ખેર છોડો વિપક્ષની વાત આમ તો ભાજપમાં પણ આવી જ કૈક સ્થિતિ છે અને ત્યાં પણ નવા પ્રમુખ જાહેર થઇ શકતા નથી. હવે આગામી દિવસો શાસક અને વિપક્ષના નવા માળખામાં કોને જવાબડારી સોંપવામાં આવશે તેના પર સૌકોઇની મીટ મંડાયેલી છે.

Leave a Reply

Related Post