અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ બોઇંગના શેર 7% તૂટ્યા: એર ઇન્ડિયાએ 2012માં બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ખરીદ્યું હતું

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ બોઇંગના શેર 7% તૂટ્યા:એર ઇન્ડિયાએ 2012માં બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ખરીદ્યું હતું
Email :

અમદાવાદમાં બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના ક્રેશ બાદ, વિમાન બનાવતી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે યુએસ માર્કેટ પ્રી-માર્કેટ ડીલમાં બોઇંગના શેર 7.8% ઘટીને $197.3 (રૂ. 16,875) થયા હતા, જ્યારે બુધવારે તે $214 (રૂ. 18,305) પર બંધ થયા હતા. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે બોઇંગના શેરમાં ઘટાડો થયો છે. વિમાન અકસ્માત પછી, કંપનીએ

કહ્યું, "અમને વિમાન દુર્ઘટનાના પ્રારંભિક અહેવાલોની જાણકારી છે. અમે વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ." બોઇંગ 787 ડ્રીમલાઇનર 2012માં એર ઇન્ડિયા દ્વારા ખરીદવામાં આવ્યું હતું. આ વિમાનને દક્ષિણ કેરોલિના પ્લાન્ટમાં હનાવવામાં આવ્યું હતું. તે દિલ્હી-ન્યૂયોર્ક, મુંબઈ-લંડન જેવા લાંબા રૂટ પર ઉડે છે. વિમાન 242 મુસાફરો સાથે ઉડાન ભરી હતી વિમાનમાં 242 મુસાફરો

સવાર હતા. તેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક હતો. અકસ્માત સ્થળેથી અત્યાર સુધીમાં 100થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. ડીએનએ ટેસ્ટ પછી જ તેમની ઓળખ શક્ય બનશે. જે ઈમારતમાં વિમાન અથડાયું હતું ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો રહે

છે. મળતી માહિતી મુજબ, 15 ડોક્ટરો ઘાયલ થયા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી. તે બપોરે 1:40 વાગ્યે ક્રેશ થઈ હતી. વિમાન પડતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા. 2020માં એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ક્રેશ થયું, 21 લોકોના મોત 7 ઓગસ્ટ 2020ના રોજ, કેરળના કોઝિકોડમાં એર ઇન્ડિયા

એક્સપ્રેસનું વિમાન રનવે પરથી સરકી જતા ક્રેશ થયું હતું. આમાં 21 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 110 લોકો ઘાયલ થયા હતા. કોરોના મહામારી દરમિયાન વંદે ભારત મિશન હેઠળ દુબઈથી ભારતીયોને લાવવામાં આવી રહ્યા હતા. આ સમાચાર પણ વાંચો 15 વર્ષમાં પહેલી વાર બોઇંગ 787 વિમાન ક્રેશ થયું: એર ઇન્ડિયાએ તેને લાંબી ફ્લાઇટ્સ માટે ખરીદ્યું હતું,

14,000 કિમી સુધી ઉડી શકે છે એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું. તેમાં 242 લોકો સવાર હતા. વિમાન લંડન જવા માટે ઉડાન ભરી હતી. ક્રેશ થયેલું વિમાન એક આધુનિક વિમાન છે, જેને બોઇંગ કોમર્શિયલ એરપ્લેન્સ દ્વારા ડિસેમ્બર 2013માં બનાવવામાં આવ્યું હતું. બોઇંગના 787 વિમાનના 15 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ક્રેશ છે. Topics:

Leave a Reply

Related Post