રાજકોટ 'રૂડા'નો બોગસ નકશો સો. મીડિયામાં વાઇરલ: ખોટી રીતે 24 ગામનો ઉમેરો દર્શાવાયો, રૂડા CEOએ કહ્યું- કાયદેસરની કાર્યવાહી કરાશે

રાજકોટ 'રૂડા'નો બોગસ નકશો સો. મીડિયામાં વાઇરલ:ખોટી રીતે 24 ગામનો ઉમેરો દર્શાવાયો, રૂડા CEOએ કહ્યું- કાયદેસરની કાર્યવાહી કરાશે
Email :

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના નામનો બોગસ નકશો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ નકશામાં રાજકોટ નજીકના 24 નવા ગામને રૂડામાં સમાવેશ કર્યો હોવાનું દર્શાવાયું છે. નકલી નકશો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા બિલ્ડર-આર્કિટેક અને વકીલો પણ દ્વિધામાં મુકાયા છે. નકલી નકશામાં રાતોરાત રૂડાની ચારેય દિશામાં હદનો વધારો કરી દેવામાં આવ્યો છે. જો કે, આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું રૂડાનાં સીઇઓએ જણાવ્યું છે. ખોટો નકશો ટોચના વિકલ-આર્કિટેકના ગ્રુપમાં મુકાયો પ્રાપ્ત વિગત મુજબ, કોઈ શખસે રૂડાનો નવો નકશો તૈયાર કર્યો છે. અત્યારે રૂડામાં 48 ગામનો સમાવેશ છે. રૂડાની હદ 512 સ્કવેર કિલોમીટર સુધી છે, તેમાં

કોઈએ નવા 24 ગામનો ઉમેરો કરી નવો નકશો ફરતો કર્યો છે. આ નકશો ટોચના વિકલ તેમજ આર્કિટેકના ગ્રુપમાં મુકવામાં આવતા વકિલ, બિલ્ડરોએ તપાસ હાથ ધરી છે. અગાઉ વર્ષ 2007માં રૂડાએ નવા ગામોની દરખાસ્ત સરકારમાં કરી હતી, પરંતુ તે નામંજૂર કરી દેવામાં આવી હતી. તે નકશાને મોડીફાય કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. ખોટી રીતે ઉમેરાયેલા ગામો નવા નકશામાં રાજકોટ, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા તાલુકાના ગામોનો સમાવેશ રૂડામાં કરી દેવામાં આવ્યો છે. તેમાં મોરબી રોડ ઉપરના કાગદડી, બેડી, હડાળા, પડધરીના અડબાલકા, ઉકરડા, ડુંગરકા, મોવિયા, રામપર મોટા, ખંભાળા, ઢોકળીયા, ગોંડલ રોડ ઉપરના રીબડા, ગુંદાસરા, અરડોઈ, હડમતાળા, કોટડાસાંગાણી, પીપળીયા, ભુણાવા, હિરાસર, રામપરાબેટી,

કુચિયાદળ, સાયપર સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વ્યક્તિને શોધીને કડક પગલાં લેવાશેઃ રૂડાના CEO સમગ્ર મામલે રૂડાના CEO જી. વી.મીયાણીએ જણાવ્યું હતું કે, બે દિવસથી સોશિયલ મીડિયામાં ફરે છે તે રૂડાનો નકશો નકલી છે. કોઈએ રૂડાના લોગા સાથે નકલી નકશો બનાવ્યો છે. નકલી નકશામાં રાજકોટ નજીકના અમુક વધારાના ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખરેખર તે ગામનો રૂડા સમાવેશ કરવામાં આવ્યા નથી કે આવી કોઈ દરખાસ્ત સરકારમાં કરવામાં આવી નથી. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ બોગસ નકશો ફરતો કરનાર વ્યક્તિને શોધીને કડક પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Related Post